Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંગાળમાં ગર્લફ્રેન્ડનો મૃતદેહ લઈને જતો બોયફ્રેન્ડ પકડાયો:કોથળામાં ભરીને બાઇક પર બાંધ્યો હતો, ગળું કાપીને હત્યાની આશંકા, બંને સાથે ભણતા હતા; પરિવારે રેપનો આરોપ લગાવ્યો

    6 hours ago

    પશ્ચિમ બંગાળના પુરુલિયામાં 19 વર્ષની યુવતીની હત્યાનો મામલો સામે આવ્યો છે. પોલીસે તેના બોયફ્રેન્ડ અમિત કુમાર મહતોને મૃતદેહ સાથે પકડી પાડ્યો છે. આરોપ છે કે યુવકે યુવતીની હત્યા કરીને મૃતદેહ બોરીમાં ભરી દીધો હતો. પછી તેને બાઇકની પાછળ બાંધીને પહાડી વિસ્તારમાં ઠેકાણે પાડવા જઈ રહ્યો હતો. ચેકિંગ દરમિયાન પોલીસને બોરી પર લોહીના નિશાન દેખાયા, જેના પછી યુવક પર શંકા ગઈ. બોરી ખોલતા અંદર યુવતીની લોહીથી લથપથ લાશ મળી. શનિવાર બપોરથી યુવતી ગુમ હતી યુવતી નર્સિંગનો અભ્યાસ કરી રહી હતી અને પુરુલિયા શહેરની એક હોસ્ટેલમાં રહેતી હતી. શનિવારે બપોરે લગભગ 1 વાગ્યે તે કોચિંગ માટે મેસમાંથી નીકળી હતી. ત્યારબાદ તેનો ફોન બંધ થઈ ગયો. યુવતી દરરોજ સાંજે તેની માતા સાથે ફોન પર વાત કરતી હતી. તે દિવસે ફોન ન આવતા માતાને ચિંતા થઈ. પરિવારે તેને ફોન કર્યો તો મોબાઈલ સ્વીચ ઓફ મળ્યો. ત્યારબાદ તેમણે હોસ્ટેલ માલિકનો સંપર્ક કર્યો અને શોધખોળ શરૂ કરી. પરિવારે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી. મોબાઈલ ફોનના ચાર્જરથી બાંધેલી હતી લાશ શનિવારે રાત્રે બલરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વીજળી વિભાગની ઓફિસ પાસે પોલીસ વાહનોની તપાસ કરી રહી હતી. આ દરમિયાન બાઇક પર બોરી લઈને જઈ રહેલા અમિત કુમાર મહતો પર પોલીસને શંકા ગઈ. તપાસ કર્યા બાદ પોલીસે તેને પકડી લીધો. યુવતીના પિતાના જણાવ્યા અનુસાર, મૃતદેહવાળી બોરી મોબાઈલ ફોનના ચાર્જરથી બાંધેલી હતી. ગળું કાપીને હત્યા કર્યા બાદ મૃતદેહ કોથળામાં ભર્યો પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, આરોપી યુવતીને કોઈ નિર્જન જગ્યાએ લઈ ગયો હતો. ત્યાં તેનું ગળું કાપીને હત્યા કર્યા બાદ મૃતદેહને કોથળામાં ભરવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપી મૃતદેહને ટેકરીઓ તરફ લઈ જઈ રહ્યો હતો, પરંતુ રસ્તામાં જ પોલીસે તેને પકડી લીધો. પોલીસનો દાવો છે કે પૂછપરછમાં આરોપીએ હત્યાની વાત કબૂલી છે. શંકા હતી કે અન્ય કોઈ સાથે સંબંધ છે સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, અમિત અને યુવતી લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. બંને એક જ કોચિંગ સંસ્થામાં ભણતા હતા. હાલમાં આરોપીને શંકા ગઈ કે યુવતીનો કોઈ બીજા યુવક સાથે અફેર ચાલી રહ્યું છે. આ જ વાતને લઈને બંને વચ્ચે અવારનવાર વિવાદ થતો હતો. પોલીસ આ એંગલથી પણ મામલાની તપાસ કરી રહી છે. પરિવારે બળાત્કારનો પણ આરોપ લગાવ્યો યુવતીના પિતાએ દાવો કર્યો કે હોસ્પિટલમાંથી પરિવારને જાણકારી મળી કે હત્યા પહેલા યુવતી સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો. જોકે, તેની પુષ્ટિ તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે થશે. યુવતીના પિતાએ જણાવ્યું કે તેઓ આરોપીને ઓળખતા ન હતા. પરિવારે આ મામલે કડક કાર્યવાહી અને આરોપીને સખત સજા આપવાની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    દિશા સાલિયાનના મોતના 6 વર્ષ પછી CBIએ FIR નોંધી:પિતાનો આરોપ- દિશાની ગેંગરેપ પછી હત્યા થઈ, આદિત્ય ઠાકરે સહિત અન્ય લોકો વિરુદ્ધ FIRની માગ કરી
    Next Article
    આફતની નવી ચેતવણી, 12 જિલ્લામાં 4 વાગ્યા સુધી રેડ એલર્ટ:બોરસદમાં સૌથી વધુ 5.24 ઇંચ વરસાદ; સૌરાષ્ટ્ર-કચ્છના ખેડૂતો હરખાયા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment