Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તીવ્ર ગરમીથી સનસ્ટ્રોકની ભીતિ:ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બપોરે 12 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી બહાર નિકળવાનું ટાળવું

    4 days ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી ગરમીનું પ્રમાણ વધી ગયું છે. આગામી દિવસોમાં પણ ગરમીનો પારો વધવાની શક્યતાઓ રહેલી છે. આવા સંજોગોમાં લૂ લાગવાના કેસો ખાસ કરીને નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો, અશક્ત બીમાર હોય તેવા દર્દીઓ, શ્રમિકો અને ખેતમજૂરોને લૂ લાગવાની ઘટના વધુ પ્રમાણમાં બને છે. ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી 12.00 વાગ્યાથી 4.00 વાગ્યા સુધી બહાર નિકાળવાનું ટાળવું. ગરમીના દિવસોમાં બજારમાં મળતા ખુલ્લા વાસી ખોરાક ખાવા નહીં, સામાજિક પ્રસંગો હોય ત્યારે દૂધ, માવામાંથી બનાવવામાં આવેલા ખાધપદાર્થો ખુલ્લા કે વધુ સમય પડતર રહ્યા હોય તો ખાવા નહી, ચા-કોફી, તમાકુ-સિગારેટ સહિતના ઉત્પાદનોના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે તેથી તેનું સેવન ટાળવું. માથાનો દુ:ખાવો, બેચેની, ચક્કર આવવા, ઉબકા કે તાવ આવે તો તરત જ નજીકના આયુષમાન આરોગ્ય મંદિર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી દવાખાનાનો સંપર્ક કરવા જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર આરોગ્ય શાખાએ જણાવ્યું હતું. તરસ હોય કે નહીં નિયમિત અડધા કલાક કે કલાકના અંતરે પાણી પીતા રહો છાશ, આમલી કે કોકમનું શરબત, લીમ્બુ શરબત, તાજા ફળનો રસ, તરોફાનું પાણીનો વપરાશ કરો, ઓઆરએસ જેવી સારવાર ડોક્ટરની સલાહ પર જ લો. તાજો ઘરનો ખોરાક, પીણા લો, તળેલો ખોરાક, બરફ વાળા પીણા લેવા નહીં, ભરબપોરે બહાર નિકળવું નહીં, ઘર બહાર નિકળો ત્યારે સ્કાર્ફ, રૂમાલ, બહાર જાવ ત્યારે લાંબી બાયના કપડા પહેરો, વડીલો, બાળકો, સગર્ભાની ખાસ સંભાળ રાખો, ડાયાબિટિસ, હાઈ બીપી, હૃદય રોગ, કીડનીનો રોગ, કેન્સર જેવી બિમારીના દર્દીની ખાસ કાળજી લો. ગરમીમાં વાહન અકસ્માતનો ખતરો વધે છે તેથી બહાર જવું જ પડે તો હેલ્મેટ, સીટ બેલ્ટનો ઉપયોગ કરો, બાળક કે પાલતું પ્રાણીને બંધ કારમાં એકલા થોડા સમય માટે પણ છોડી જવું નહીં, ગરમી વધુ હોય ત્યારે વધુ શ્રમવાળો વ્યાયામ ન કરો, ગરમી વધુ હોય ત્યારે આઉટડોર વ્યાયામ ન કરો. વધુ પડતી ગરમીથી આંખે અંધારા આવે, બેભાન પણ થઈ જવાય શરીર અને માથાનો દુ:ખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ત્વચા ગરમ થઈ જવી, ઉબકા આવવા આંખે અંધારા, ચક્કર આવવા, શ્વાચ્છોશ્વાસ અને હ્રદયના ધબકારા વધી જવા, અતિ ગંભીર હોય તેવા કિસ્સામાં ખેંચ આવવી, બેભાન થઈ જવું જેવા લક્ષણો લૂ લાગવા સમયે થાય છે.
    Click here to Read More
    Previous Article
    ગરમીએ લીધો જીવ:સાંસેદમાં બુથ પર ફરજ બજાવતા સેવકનું હ્રદયરોગના હુમલાથી મોત
    Next Article
    વઢવાણના 70 ટકા વિસ્તારમાં સિટી બસના દર્શન દુર્લભ‎:ખાંડીપોળ, લાખુપોળ, ખારવાની પોળ, શિયાણીપોળમાં સિટી બસ આવતી નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment