Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપામાં શિક્ષણ સમિતિ બની વિપક્ષ મુક્ત:તમામ 12 સભ્યો બિનહરીફ જાહેર, 367 શાળાઓનું સંભાળશે સુકાન

    1 week ago

    સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય ચૂંટણીમાં વિપક્ષે એક પણ ઉમેદવાર ન ઉતારતા સમિતિ સંપૂર્ણપણે વિપક્ષ મુક્ત બની છે. શિક્ષણ સમિતિની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ 12 ફોર્મ માન્ય ઠર્યા હતા. નિયત બેઠકો સામે માત્ર 12 ઉમેદવારો જ ચૂંટણી મેદાનમાં બાકી રહેતા ચૂંટણી અધિકારી દ્વારા તમામ 12 સભ્યોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. વિપક્ષ તરફથી કોઈ પણ પ્રકારની દાવેદારી ન થવાના કારણે આ સમગ્ર ચૂંટણી બિનહરીફ સંપન્ન થઈ છે, જેના પગલે હવે આ નવી રચાયેલી ટીમ સુરત શહેરની 367 જેટલી પ્રાથમિક શાળાઓનું નેતૃત્વ અને સમગ્ર વહીવટી સંચાલન સંભાળશે. ચૂંટાયેલા તમામ સભ્યો ઉચ્ચ શૈક્ષણિક લાયકાત શિક્ષણ સમિતિમાં બિનહરીફ ચૂંટાયેલા તમામ સભ્યો ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે. જેમાં અનુસૂચિત જાતિ અને આદિજાતિ અનામત બેઠક પર સેનેટરી ઇન્સ્પેક્ટર્સ ડિપ્લોમા ધરાવતા મયુરકુમાર છોટુભાઈ વાઘેલા ચૂંટાયા છે. મેટ્રીક્યુલેશન અને ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતી બેઠકો પર બીકોમ થયેલા પિયુષ બિપીનચંદ્ર લાકડવાલા, બીએ થયેલા કનુભાઈ મોતીભાઈ અલગૌતર તેમજ બીએ, બીએડ્ અને ડીસીએની ડિગ્રી ધરાવતા મહેશભાઈ વલ્લભભાઈ પટેલ બિનહરીફ જાહેર થયા છે. સામાન્ય બેઠકો પર બીએ, એલએલબીની ડિગ્રી ધરાવતા રાહુલ પિરેન પાટીલ, ફાર્મસી ડિપ્લોમા ધરાવતા અશોકભાઈ લક્ષ્મણભાઈ માંગુકિયા, મિકેનિકલ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ધરાવતા વિવેક મહેશભાઈ પટેલ, બીકોમ અને એલએલબી થયેલા કિરણકુમાર છગનભાઈ ધોધારી, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ફાયનાન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ધરાવતા દેવાંશી કન્દર્પ જોષી, ફાર્મસી ડિપ્લોમા ધરાવતા રસિક રામદાસ પટેલ તેમજ બીએ થયેલા શીલાબેન મનસુખભાઈ તારપરા અને ધર્મિષ્ઠા ધર્મેશ પટેલ ચૂંટાઈ આવ્યા છે. સુરતની 367 શાળાઓનું શ્રેષ્ઠ નેતૃત્વ કરશે: મેયર આ પરિણામ બાદ સુરતના મેયર માયાબેન માવાણીએ જણાવ્યું હતું કે, શિક્ષણ સમિતિના ફોર્મ ચકાસણી બાદ 12 ફોર્મ માન્ય રહેતા તમામ સભ્યોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટાયેલા તમામ સભ્યો ગ્રેજ્યુએટ અને સુશિક્ષિત હોવાથી તેઓ સુરતની 367 શાળાઓનું શ્રેષ્ઠ નેતૃત્વ કરશે અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પૂરતા પ્રયાસો કરશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ અને ઘટ વહેલી તકે પૂરી થાય તે માટે યોગ્ય તકેદારી રાખીને નવી ભરતી કરવાના તમામ સાર્થક પ્રયાસો ઝડપથી હાથ ધરવામાં આવશે, જેથી પ્રાથમિક શિક્ષણનું સ્તર વધુ મજબૂત બનાવી શકાય.
    Click here to Read More
    Previous Article
    180 લોકોનો જીવ બચાવનાર પાઇલટ સ્મિત મચ્છર માટે પૂજા:સોમનાથ મહાદેવના ચરણોમાં આયુષ્ય મંત્રજાપ અનુષ્ઠાન અને મહાપૂજા શરૂ કરાઈ
    Next Article
    વડોદરામાં પ્રથમ વખત CBSE નેશનલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ:204 શાળાના 1500 વિદ્યાર્થીઓ ભાગ લેશે, કુવૈત-UAE અને સાઉદી અરેબિયાના રમતવીરો પણ જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment