Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં પ્રથમ વખત CBSE નેશનલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ:204 શાળાના 1500 વિદ્યાર્થીઓ ભાગ લેશે, કુવૈત-UAE અને સાઉદી અરેબિયાના રમતવીરો પણ જોડાયા

    1 week ago

    વડોદરા શહેર રમત ગમે ક્ષેત્રમાં પણ હવે કેપિટલ બનવા તરફ આગળ વધી રહ્યું છે. તાજેતરમાં જ ફૂટબોલની સ્પર્ધા બાદ હવે વડોદરા શહેરમાં પ્રથમ વખત CBSE નેશનલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે વડોદરા શહેર માટે એક ઐતિહાસિક સિદ્ધિ સમાન છે. શેરખી સ્થિત પોદાર વર્લ્ડ સ્કૂલ દ્વારા આયોજિત આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી 204 વિવિધ શાળાના આશરે 1,500 ઉત્સાહી વિદ્યાર્થીઓ અને ખેલાડીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. વિદેશમાંથી પણ વિદ્યાર્થી ભાગ લેવા આવશે માત્ર ભારત જ નહીં, પરંતુ વિદેશથી પણ રમતવીરો આ ટુર્નામેન્ટમાં જોડાયા છે, જેમાં કુવૈત, ઓમાન, બહેરિન, યુએઈ, કતાર અને સાઉદી અરેબિયા જેવા દેશોના ખેલાડીઓનો સમાવેશ થાય છે, જેનાથી આ સ્પર્ધા આંતરરાષ્ટ્રીય સ્તરનું આકર્ષણ બની રહી છે. આ ટુર્નામેન્ટના ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં વડોદરાના મેયર ગીતાબેન મકવાણા, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ ખાસ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભમાં તમામ મહેમાનોનું પરંપરાગત રીતે ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિધિવત રીતે દીપ પ્રાગટ્ય કરીને ટુર્નામેન્ટનો શુભારંભ કરાયો હતો. મશાલ રેલી દ્વારા શાનદાર ઉદ્ઘાટન પોદાર વર્લ્ડ સ્કૂલ, શેરખીના ચેરમેન રાઘવ સરે આ રાષ્ટ્રીય સ્તરની ઐતિહાસિક ટુર્નામેન્ટનું યજમાન પદ મેળવવા બદલ ગૌરવ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. શાળાના પ્રિન્સિપાલ પ્રીતા પિલ્લેએ હાજર રહેલા તમામ ખેલાડીઓ, કોચ, રમતગમત અધિકારીઓ અને દેશ-વિદેશથી આવેલી વિવિધ ટીમોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ઉદ્ઘાટન સમારોહ દરમિયાન શાનદાર મશાલ રેલી, દર્શનીય CBSE ધ્વજારોહણ અને દેશના વિવિધ ઝોનમાંથી આવેલી ટીમો દ્વારા એક શિસ્તબદ્ધ અને ભવ્ય માર્ચપાસ્ટ યોજવામાં આવ્યો હતો. માર્ચપાસ્ટ બાદ શાળાના સ્પોર્ટ્સ કેપ્ટને તમામ ખેલાડીઓને રમતગમતની સાચી ભાવના અને નિષ્ઠા જાળવી રાખવા માટે શપથ લેવડાવ્યા હતા. સ્પોર્ટ્સમેન સ્પિરિટ સાથે કાર્યક્રમમાં ભાગ લેવા પ્રોત્સાહન ત્યારબાદ મુખ્ય મહેમાનો દ્વારા સત્તાવાર રીતે આ ટુર્નામેન્ટને ખુલ્લી જાહેર કરવામાં આવી હતી. મુખ્ય મહેમાનોએ ઉપસ્થિત તમામ યુવા ખેલાડીઓને સંબોધિત કરતા પૂર્ણ આત્મવિશ્વાસ, શિસ્ત અને ખેલદિલીની ભવ્ય ભાવના સાથે સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર ઉદ્ઘાટન સમારોહ આભારવિધિ અને દેશભક્તિપૂર્ણ રાષ્ટ્રગાન સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ વિશાળ સ્પર્ધાને સંદીપ દેસાઈ અને બરોડા કેપ્સ એકેડેમી યુનિટ ઓફ BCAનું સંપૂર્ણ સમર્થન પ્રાપ્ત થયું છે.
    Click here to Read More
    Previous Article
    સુરત મનપામાં શિક્ષણ સમિતિ બની વિપક્ષ મુક્ત:તમામ 12 સભ્યો બિનહરીફ જાહેર, 367 શાળાઓનું સંભાળશે સુકાન
    Next Article
    Gujarat Breaking News | રાજ્યના અત્યાર સુધીના તમામ મોટા સમાચાર । Gujarat News | News 18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment