Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    180 લોકોનો જીવ બચાવનાર પાઇલટ સ્મિત મચ્છર માટે પૂજા:સોમનાથ મહાદેવના ચરણોમાં આયુષ્ય મંત્રજાપ અનુષ્ઠાન અને મહાપૂજા શરૂ કરાઈ

    1 week ago

    પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના પવિત્ર ધામમાં શૂરવીર પાઇલટ સ્મિત મચ્છરના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે ખાસ ધાર્મિક વિધિ શરૂ કરાઈ છે. સંકટના સમયે પોતાની હિંમત અને સમજદારીથી 180 મુસાફરોના જીવ બચાવનાર પાઇલટ સ્મિત મચ્છર માટે સોમનાથ મહાદેવના ચરણોમાં પ્રાર્થના થઈ રહી છે. તેલ-અવીવની ફ્લાઇટમાં મુશ્કેલ પરિસ્થિતિમાં સ્મિત મચ્છરે ધીરજ અને જવાબદારી બતાવી મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપી હતી. તેમના સાહસની દેશભરમાં ચર્ચા થઈ રહી છે. આ ભાવનાને અનુરૂપ સોમનાથ મંદિર પરિસરમાં સ્મિત મચ્છરના આરોગ્ય અને દીર્ઘાયુ માટે 'આયુષ્ય મંત્રજાપ અનુષ્ઠાન' શરૂ કરાયું છે. વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમના કલ્યાણ માટે ભગવાન સોમનાથને પ્રાર્થના કરાઈ. આ ઉપરાંત, સ્મિત મચ્છરની સલામતી અને સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે શ્રી સોમનાથ મહાદેવની વિશેષ 'મહાપૂજા' પણ કરાઈ હતી. દેશ માટે સેવા આપનાર આ શૂરવીર પાઇલટના ઝડપી સ્વાસ્થ્યલાભની કામના કરવામાં આવી.
    Click here to Read More
    Previous Article
    Fake iPhone Duo Pre-Order Site Targets Crypto Wallets With DarkSword Malware, Report Warns
    Next Article
    સુરત મનપામાં શિક્ષણ સમિતિ બની વિપક્ષ મુક્ત:તમામ 12 સભ્યો બિનહરીફ જાહેર, 367 શાળાઓનું સંભાળશે સુકાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment