Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલા નાયબ કલેક્ટરે રાત્રે 12-30 સુધી 517 નાગરિકોના પ્રશ્નો સાંભળ્યા:એચ.ટી.મકવાણાની બદલીના સમાચાર સાંભળતાં જ લોકો લાગણી વ્યક્ત કરવા પહોંચ્યા; અધિકારી પ્રત્યે જનતાના અપ્રતિમ વિશ્વાસના દર્શન

    1 day ago

    ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની બદલી બાદ પ્રથમ મુલાકાતી દિવસે કચેરી ખાતે 517થી વધુ નાગરિકો ઉમટી પડ્યા હતા. નાગરિકોની મોટી સંખ્યાને કારણે નાયબ કલેક્ટરે રાત્રે 12:30 વાગ્યા સુધી તેમની રજૂઆતો સાંભળી હતી. આ મુલાકાતી દિવસ ચોટીલા સબ-ડિવિઝનમાં જનસેવાને અગ્રતા આપવાના રાજ્ય સરકારના હેતુને પ્રતિબિંબિત કરે છે. પ્રશ્નોની રજૂઆત અને શુભેચ્છા પાઠવી આ મુલાકાતી દિવસની એક વિશેષતા એ હતી કે, ઘણા નાગરિકો માત્ર પોતાના પ્રશ્નો કે રજૂઆતો લઈને જ આવ્યા નહોતા. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની બદલીના સમાચાર બાદ, અનેક લોકો કોઈ વહીવટી કામ વગર માત્ર તેમને મળવા, શુભેચ્છા પાઠવવા અને તેમની કામગીરી પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરવા કચેરીએ પહોંચ્યા હતા. રાત્રે સાડાબાર વાગ્યા સુધી દરેકની રજૂઆત સાંભળી આ ઉપરાંત, વિવિધ ગામો અને વિસ્તારોમાંથી આવેલા નાગરિકોએ ખેતરોમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ, જમીન વિવાદો, હદ-નિશાન અંગેના વિવાદો, 7/12ના ઉતારાની સમસ્યાઓ, મહેસૂલી વિવાદો, જમીન વહેંચણીની તકરારો, જમીન પચાવી પાડવા અંગેની ફરિયાદો, વાડી તરફ જવાના રસ્તા બંધ કરવા, દીકરીઓને ભગાડી જવાના બનાવો, સામાજિક સુરક્ષા યોજનાઓ અને માતા-પિતાના ભરણપોષણ સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. નાગરિકોની મોટી સંખ્યા હોવા છતાં, દરેક વ્યક્તિની વાતને ગંભીરતાપૂર્વક સાંભળવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ રાત્રે 12:30 વાગ્યા સુધી મુલાકાત અને રજૂઆતો સાંભળવાની કામગીરી ચાલુ રાખી હતી. નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી રજૂ થયેલા પ્રશ્નો પૈકી, જેનો સ્થળ પર જ નિકાલ શક્ય હતો તેનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવ્યો હતો. કેટલીક બાબતોમાં નાગરિકોને જરૂરી કાયદાકીય અને વહીવટી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. બાકીની રજૂઆતોના ઝડપી અને ગુણવત્તાસભર નિરાકરણ માટે સંબંધિત વિભાગોના અધિકારીઓને લેખિત સૂચનાઓ આપવામાં આવી હતી. નાયબ કલેક્ટર એચ.ટી.મકવાણાએ જણાવ્યું હતું કે, “નાગરિકોના પ્રશ્નોનું સમયસર, નિયમોનુસાર અને પારદર્શક રીતે નિરાકરણ લાવવું વહીવટી તંત્રની પ્રથમ પ્રાથમિકતા છે. પરંતુ વહીવટ માત્ર પ્રશ્નોના નિરાકરણ પૂરતો મર્યાદિત નથી; નાગરિકોની વાત સાંભળવી અને તેમની લાગણીને સમજવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે.” ઘણા નાગરિકો માત્ર લાગણી પ્રદર્શિત કરવા આવ્યા બદલી બાદના પ્રથમ મુલાકાતી દિવસે 517થી વધુ નાગરિકોની ઉપસ્થિતિ, વિવિધ પ્રશ્નોની રજૂઆતો અને કોઈ કામ વગર માત્ર લાગણી વ્યક્ત કરવા આવેલા નાગરિકોની આત્મીય મુલાકાતોએ આ દિવસને વિશેષ અને લાગણીસભર બનાવી દીધો હતો. નાગરિકો અને વહીવટી તંત્ર વચ્ચેના વિશ્વાસ અને આત્મીયતાની આ અભિવ્યક્તિ સમગ્ર મુલાકાતી દિવસની વિશેષ નોંધપાત્ર બાબત બની રહી હતી.
    Click here to Read More
    Previous Article
    મસ્કામાં દીકરીઓએ ધારાસભ્ય સાથે સંવાદ કર્યો:લાઈબ્રેરી માટે રૂ.5 લાખની ગ્રાન્ટ જાહેરાત
    Next Article
    બોટાદ જિલ્લા એથલેટિક્સ સ્પર્ધા લાઠીદડ ગુરુકુળમાં શરૂ:શાળાકીય રમતોત્સવ અંતર્ગત ખેલાડીઓને શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્રેરણા અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment