Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ જિલ્લા એથલેટિક્સ સ્પર્ધા લાઠીદડ ગુરુકુળમાં શરૂ:શાળાકીય રમતોત્સવ અંતર્ગત ખેલાડીઓને શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્રેરણા અપાઈ

    1 day ago

    બોટાદ જિલ્લા કક્ષાની શાળાકીય એથલેટિક્સ સ્પર્ધાનો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, લાઠીદડ ખાતે પ્રારંભ થયો છે. આ શાળાકીય રમતોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે બોટાદ જિલ્લા ડી.એસ.ઓ. રોહિતસિંહ પરમાર, વ્યાયામ શિક્ષક ગોપાલભાઈ જોષી, જિલ્લા પ્રમુખ પ્રતિનિધિ અશોકભાઈ માથોળિયા, શાળાના વ્યવસ્થાપક રસિકભાઈ ભુવાણી, આચાર્ય બી. કે.પચ્છમિયા અને શિક્ષણ સંઘના પ્રમુખ ભરતભાઈ ખાચર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય અને રમતગમતના ધ્વજારોહણ સાથે સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ખેલાડીઓને રમતની સાચી ભાવના સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા તેમજ શિસ્ત અને સમર્પણ જાળવી રાખવા પ્રેરણા આપી હતી. જિલ્લાભરની વિવિધ શાળાઓમાંથી આવેલા ખેલાડીઓમાં સ્પર્ધા માટે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વિવિધ રમતોના કન્વીનરો, કોચ અને શિક્ષકો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પી.જે.વેગડ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર સ્પર્ધાનું આયોજન શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, લાઠીદડના સ્ટાફ અને આયોજક મંડળ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ચોટીલા નાયબ કલેક્ટરે રાત્રે 12-30 સુધી 517 નાગરિકોના પ્રશ્નો સાંભળ્યા:એચ.ટી.મકવાણાની બદલીના સમાચાર સાંભળતાં જ લોકો લાગણી વ્યક્ત કરવા પહોંચ્યા; અધિકારી પ્રત્યે જનતાના અપ્રતિમ વિશ્વાસના દર્શન
    Next Article
    જુગાર રમતા સમયે ભાગોની બૂમથી દોડેલા 3 યુવક કૂવામાં પડ્યા:ત્રણેયના મોત, એકનો બચાવ; ભાવનગરના ઉખરલા ગામનો બનાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment