Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ જિલ્લામાં 12થી 18 નવેમ્બર સુધી જનજાતીય ગૌરવ સપ્તાહ ઉજવાશે:15 નવેમ્બરે નેત્રંગમાં જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે; યુવા સંવાદ, આદિવાસી રેલી સહિતના કાર્યક્રમોનું આયોજન

    1 day ago

    ભરૂચ જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે 15 નવેમ્બરના રોજ 'જનજાતીય ગૌરવ દિવસ' અને 12થી 18 નવેમ્બર દરમિયાન 'જનજાતીય ગૌરવ સપ્તાહ-2026'ની ઉજવણી કરવામાં આવશે. આ સપ્તાહ દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાં યુવા સંવાદ, રેલી, રમતોત્સવ, પ્રબુદ્ધ નાગરિક સંમેલન અને આદિજાતિ મહિલા સંમેલન સહિતના કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોના આયોજન અને વ્યવસ્થાઓની સમીક્ષા માટે જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. 13 નવેમ્બરે 500 યુવાઓ સાથે યુવા સંવાદ જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત 13 નવેમ્બરના રોજ 500 યુવાઓની ભાગીદારી સાથે યુવા સંવાદ કાર્યક્રમ યોજાશે. જેમાં યુવાનોને આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સંસ્કૃતિ અને સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાન અંગે માહિતગાર કરવામાં આવશે. ગ્રામ પંચાયત કક્ષાએ બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ 14 નવેમ્બરના રોજ જિલ્લાના ગ્રામ પંચાયત કક્ષાએ ભગવાન બિરસા મુંડા અને આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓની પ્રતિમાઓની સાફસફાઈ, પૂજનવિધિ, જીવનચરિત્રનું પઠન અને દીપોત્સવ સહિતના કાર્યક્રમો યોજાશે. 15 નવેમ્બરે નેત્રંગમાં જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ 15 નવેમ્બરના રોજ નેત્રંગ સ્થિત સ્વામિનારાયણ મંદિર સંકુલમાં મંત્રીશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પુષ્પાંજલિ કાર્યક્રમ, ડીજે સાથે રેલી અને મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે. ઝઘડિયામાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન 16 નવેમ્બરના રોજ ઝઘડિયા ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ અને પ્રબુદ્ધ નાગરિકો ભાગ લેશે. 15 દેશી રમતોનો રમતોત્સવ યોજાશે 17 નવેમ્બરના રોજ કબડ્ડી, ખો-ખો, ગિલ્લીદંડા સહિતની 15 દેશી ગ્રામીણ રમતોનો રમતોત્સવ યોજાશે. આ કાર્યક્રમનો હેતુ પરંપરાગત ગ્રામીણ રમતોને પ્રોત્સાહન આપવા અને યુવાનોમાં રમતગમત પ્રત્યે રસ વધારવાનો છે. 500 મહિલાઓની ઉપસ્થિતિમાં આદિજાતિ મહિલા સંમેલન 18 નવેમ્બરના રોજ અંદાજે 500 મહિલાઓની ઉપસ્થિતિમાં આદિજાતિ મહિલા સંમેલન યોજાશે. સપ્તાહના અંતિમ દિવસે યોજાનારા આ સંમેલનમાં આદિવાસી મહિલાઓની ભાગીદારી અને સશક્તિકરણને પ્રાધાન્ય આપવામાં આવશે. કલેક્ટરે વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ કરવા સૂચના આપી સમીક્ષા બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેએ કાર્યક્રમોના સ્થળ, સ્ટેજ, પીવાના પાણી, ફૂડ પેકેટ સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ સુચારુ રીતે પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. બેઠકમાં અધિક કલેક્ટર આર.બી. ભોગાયતા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં દિવાળીએ ₹21,000ની કિલો ગોલ્ડ મીઠાઈએ ધૂમ મચાવી:કાજુ કતરીની 15થી વધુ નવી ફ્લેવર્સ; તુલસી ગંગા, કેસર કુંજ, નરગીસ કલમ અને અનાર ડાયમંડ મીઠાઈ આકર્ષણનું કેન્દ્ર
    Next Article
    મશીનના અવાજ બાબતે વાંધો ઉઠાવતા ઝઘડો:નરોડામાં વિરોધ કરવા ગયેલી મહિલાનો હાથ પકડી બોલાચાલી કરી, બાપુનગરમાં વેપાર કરવાના લઈને મારામારી થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment