Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મશીનના અવાજ બાબતે વાંધો ઉઠાવતા ઝઘડો:નરોડામાં વિરોધ કરવા ગયેલી મહિલાનો હાથ પકડી બોલાચાલી કરી, બાપુનગરમાં વેપાર કરવાના લઈને મારામારી થઈ

    1 day ago

    અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય એવા બે અલગ-અલગ બનાવો નરોડા અને બાપુનગર વિસ્તારમાં સામે આવ્યા છે. નરોડામાં રહેણાંક વિસ્તાર નજીક મોડી રાત સુધી ધમધમતી ફેક્ટરીના અવાજનો વિરોધ કરવા ગયેલી 42 વર્ષીય મહિલા સાથે બોલાચાલી કરી તેનો હાથ પકડી છેડતી કરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બીજી તરફ, બાપુનગરના ભીડભંજન રોડ પર એક જ હોલસેલ વેપારી પાસેથી રેડીમેઇડ કપડાં ખરીદીને વેચવા બાબતે પાડોશી લારીધારક પરિવારે મહિલા વેપારી અને તેમના પરિવાર પર લોખંડની પાઇપ તથા ગડદાપાટુ વડે હુમલો કર્યો હતો. બંને મામલે સ્થાનિક પોલીસ મથકોમાં ફરિયાદો નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાત્રિના સમયે મશીનોના અવાજનો વિરોધ કરતાં ફેક્ટરી માલિકે મહિલાની છેડતી કરી નરોડામાં ટીબી હોસ્પિટલ પાસે આવેલી ચાલીમાં દિનેશભાઈ હમીરભાઈ પરમારની 'દત્તકૃપા લેમિનેશન' નામની કંપની આવેલી છે. ગત 28 ઓક્ટોબરના રોજ રાત્રે આશરે 10:30 વાગ્યે કંપનીમાંથી ભારે અવાજ આવતો હોવાથી નજીકમાં રહેતી મહિલા ત્યાં પહોંચી હતી. આ વિસ્તાર રહેણાંક હોવાના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા અગાઉ રાત્રે 8 વાગ્યા સુધી જ કંપની ચાલુ રાખવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. મહિલાએ કર્મચારીઓને મશીનો બંધ કરવા જણાવતાં તેઓએ ઇનકાર કર્યો હતો, જેથી મહિલાએ પોતાના મોબાઈલમાં વીડિયો રેકોર્ડિંગ શરૂ કરી પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. આ દરમિયાન ફેક્ટરી માલિક દિનેશભાઈ પરમાર અને તેમનો પુત્ર સુમિત ત્યાં ધસી આવ્યા હતા અને 'મશીનો કેમ બંધ કરાવે છે' તેમ કહી ઉશ્કેરાઈને ઝઘડો કર્યો હતો. આ ઝપાઝપી દરમિયાન દિનેશ પરમારે મહિલાનો જમણો હાથ પકડી છેડતી કરી હોવાના ગંભીર આક્ષેપો સાથે નરોડા પોલીસ મથકમાં પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ધંધાકીય અદાવતમાં પાડોશી પરિવારે મહિલા વેપારી અને દીકરી પર પાઇપથી હુમલો કર્યો બાપુનગરમાં શુભ લક્ષ્મી ફ્લેટમાં રહેતાં 45 વર્ષીય મીનાબેન રાજેશભાઇ પટણી ભીડભંજન રોડ, પટેલવાડી સામે મયુર જ્વેલર્સ આગળ રેડીમેઇડ કપડાંની લારી લગાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. દિવાળીના તહેવારોની સિઝનમાં તેમનો વેપાર સારો ચાલતો હોવાથી એક લારી છોડીને કપડાં વેચતો પાડોશી સંજયભાઇ ભીખુભાઇ પટણી તેમની સાથે અદાવત રાખતો હતો. સાંજના સમયે સંજય પટણીએ મીનાબેનની લારી પર આવી 'અમે જે વેપારી પાસેથી માલ લઇએ છીએ ત્યાંથી તમે કેમ ખરીદો છો?' કહી તકરાર શરૂ કરી હતી. વાત વણસતાં સંજયનો પુત્ર જતીન, પત્ની રાખીબેન અને પુત્રી હેતલ પણ ત્યાં પહોંચી ગયા હતા અને મીનાબેન સાથે ઝપાઝપી કરી માર મારવા લાગ્યા હતા. બચાવવા વચ્ચે પડેલા વૃદ્ધ પિતા અને દીકરીને પણ માર માર્યો આ ઝઘડા દરમિયાન સંજયનો પુત્ર જતીન લોખંડની પાઇપ લઈ આવ્યો હતો અને મીનાબેનની પુત્રી પાયલની પીઠ પર ફટકારી દીધી હતી, જ્યારે અન્ય મહિલાઓએ તેને ગડદાપાટુનો માર માર્યો હતો. વચ્ચે પડેલા વૃદ્ધ પિતા કાંતિભાઇને પણ સંજયે લાફો મારી દીધો હતો. જાહેરમાં બજાર વચ્ચે થયેલા હુમલાને પગલે લોકોનું ટોળું એકઠું થઈ જતાં આરોપીઓ 'હવે હું જોઉં છું તમે કેવો ધંધો કરો છો, તમને જીવતા નહીં છોડું' એવી જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી આપી સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. સમગ્ર ઘટના અંગે બાપુનગર પોલીસે ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે હુમલાખોર પરિવાર સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ જિલ્લામાં 12થી 18 નવેમ્બર સુધી જનજાતીય ગૌરવ સપ્તાહ ઉજવાશે:15 નવેમ્બરે નેત્રંગમાં જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે; યુવા સંવાદ, આદિવાસી રેલી સહિતના કાર્યક્રમોનું આયોજન
    Next Article
    અસહાયો અને દિવ્યાંગો માટે અનોખો સેવાયજ્ઞ યોજાયો:પાટણમાં ગોરધન ઠક્કર અને પટ્ટણી યુવક મંડળે ભિક્ષુકોને સ્નાન કરાવી નવા કપડાં અને ભોજન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment