Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેલામાં સ્કાયસિટી રિવેરા ઇલાઇટ બિલ્ડિંગમાં આગ:અમદાવાદ ફાયરની 12 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે, 15 માળ સુધી ધુમાડો જ ધુમાડો

    11 hours ago

    અમદાવાદના શેલા વિસ્તારમાં ક્લબ ઓ સેવન રોડ ઉપર આવેલા સ્કાયસિટી રિવેરા ઇલાઇટ નામના બિલ્ડિંગમાં ત્રીજા માળે આવેલા મકાનમાં આગ લાગવાની ઘટના બની છે. અમદાવાદ ફાયર બ્રિગેડની 12 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ ઉપર રવાના કરવામાં આવી છે. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્ન શરૂ કરી દેવાયા છે. 15 માળ સુધી આગનો ધુમાડો ફેલાઈ ગયો છે. આગ લાગતાની સાથે જ ફ્લેટના સી બ્લોકના રહીશોમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક ધોરણે લોકો નીચે ઉતરી ગયા હતા. મળતી માહિતી મુજબ, અમદાવાદના છેલ્લા વિસ્તારમાં આવેલા સ્કાયસિટી રિવેરા ઇલાઇટ નામની બિલ્ડિંગમાં આજે 26 માર્ચે સવારે 8:00 વાગ્યાની આસપાસ સી બ્લોકના ત્રીજા માળના મકાનમાં આગ લાગી હોવાનો ફાયર બ્રિગેડને મેસેજ મળ્યો હતો. ફાયર બ્રિગેડની સૌપ્રથમ બેથી ત્રણ ગાડીઓ સ્થળ ઉપર રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર પહોંચી ત્યારે સી બ્લોકના ત્રીજા માળે મકાનમાં આગ લાગેલી હતી અને આગ વિકરાળ બનીને ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી. 15 માળ સુધી ધુમાડો પહોંચ્યો હતો, જેના પગલે ફાયર બ્રિગેડ દ્વારા વધુ ગાડીઓ બોલાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડની કુલ 12 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ ઉપર પહોંચી છે. આગ ત્રીજા માળના મકાનમાં આગ લાગી હતી, જે વિકરાળ બની ગઈ હતી અને ધીમે ધીમે ચોથા માળના મકાનમાં પણ લાગી ગઈ હતી. આખા મકાનમાં આગ લાગી હોવાના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ધીમે-ધીમે આગ ચોથા માળના ઉપરના ભાગે પણ લાગી ગઈ હતી, જેથી ચોથા માળના મકાનના રહેવાસી ઘરની બહાર દોડી ગયા હતા. ફાયર બ્રિગેડ દ્વારા હાલ બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર એ. કે. ડોંગરેના જણાવ્યા મુજબ, ફાયરબ્રિગેડ દ્વારા આગના સંપૂર્ણપણે કાબૂમાં લઈ લેવામાં આવી છે. કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી. ફાયર બ્રિગેડના 8 વાહનો અને અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને આગને કાબુમાં લઈ લીધી છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ...
    Click here to Read More
    Previous Article
    લ્યો બોલો... ગુજરાતના ઉંદર ડ્રગ્સ લેતા થઈ ગયાં!:12 વર્ષમાં પકડાયેલા ડ્રગ્સમાંથી 35% ગાયબ; અમુક ચોરી થયો, કેટલોક ઉંદર ખાઈ ગયાઃ પોલીસનો દાવો
    Next Article
    CVM યુનિ. વિદ્યાર્થીએ GATE 2026માં 8મો રેન્ક મેળવ્યો:કમ્પ્યુટર સાયન્સ પરીક્ષામાં સમગ્ર ભારતમાં સિદ્ધિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment