Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CVM યુનિ. વિદ્યાર્થીએ GATE 2026માં 8મો રેન્ક મેળવ્યો:કમ્પ્યુટર સાયન્સ પરીક્ષામાં સમગ્ર ભારતમાં સિદ્ધિ

    10 hours ago

    સીવીએમ યુનિવર્સિટીની મધુબેન એન્ડ ભાનુભાઇ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકકનોલૉજી (MBIT), ન્યૂ વલ્લભ વિદ્યાનગરના કમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થી પટેલ શ્રેયરાજેશ GATE 2026 (Computer Science)માં ઓલ ઇન્ડિયા રેન્ક (AIR) 8 મેળવી સંસ્થાને ગૌરવ અપાવ્યું છે. આ પ્રસંગે સીવીએમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ અને ચારુતર વિદ્યામંડળના ચેરમેન ભીખુભાઈ પટેલ, CVMના વાઈસ પ્રેસિડેન્ટ મનીષભાઈ પટેલ, સીવીએમ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફેસર ડૉ. ઇંદ્રજીત પટેલ, રજિસ્ટ્રાર પ્રોફેસર ડૉ. સંદીપ વાલિયા, પ્રિન્સિપાલ ડૉ. મૌલિકા પટેલે તથા સમગ્ર બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને ગવર્નિંગ બોડીના સભ્યોએ શ્રેયને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફેસર ડો. ઇન્દ્રજીત પટેલે જણાવ્યું હતું કે, શ્રેયની આ સિદ્ધિ તેમની મહેનત, દૃઢ નિશ્ચય અને માર્ગદર્શક ફેકલ્ટીના સતત માર્ગદર્શનનું પરિણામ છે. રાષ્ટ્રીય સ્તરની પ્રતિષ્ઠિત GATE પરીક્ષામાં ટોચનો રેન્ક મેળવવો એ ખૂબ ગૌરવની બાબત છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ સફળતા MBIT તથા CVM યુનિવર્સિટીની શૈક્ષણિક ગુણવત્તાને પ્રતિબિંબિત કરે છે. આ સિદ્ધિ દર્શાવે છે કે CVMUના તેજસ્વી વિદ્યાર્થીઓ સરદાર પટેલના વિઝનને સાર્થક કરી રહ્યા છે. આ ઉપલબ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે અને તેઓને ઉચ્ચ લક્ષ્યો હાંસલ કરવા પ્રોત્સાહિત કરશે.
    Click here to Read More
    Previous Article
    શેલામાં સ્કાયસિટી રિવેરા ઇલાઇટ બિલ્ડિંગમાં આગ:અમદાવાદ ફાયરની 12 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે, 15 માળ સુધી ધુમાડો જ ધુમાડો
    Next Article
    Dhurandhar 2 Worldwide Box Office Collection Day 7 LIVE Updates: Ranveer Singh’s film fails to surpass Baahubali 2’s first Wednesday record, earns Rs 1000 cr

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment