Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લ્યો બોલો... ગુજરાતના ઉંદર ડ્રગ્સ લેતા થઈ ગયાં!:12 વર્ષમાં પકડાયેલા ડ્રગ્સમાંથી 35% ગાયબ; અમુક ચોરી થયો, કેટલોક ઉંદર ખાઈ ગયાઃ પોલીસનો દાવો

    17 hours ago

    25 માર્ચના રોજ ગુજરાત વિધાનસભામાં નાણાકીય વર્ષ 2024-25 માટેનો કેગ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં રાજ્યની આર્થિક સ્થિતિ અંગે ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. ગુજરાતના માથે 3.80 લાખ કરોડનું દેવું હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ ગુજરાત સરકાર ડ્રગ્સ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિના દાવા કરે છે અને વખતોવખત ગુજરાતમાંથી, દરિયાકાંઠેથી કે સીમાઓ પરથી ડ્રગ્સ પકડ્યાના આંકડા પણ આવે છે. પરંતુ આ ડ્રગ્સ પકડાઇ ગયાં બાદ તેનું શું થાય છે તે કોઇ કહેતું નથી. ભારતના ઓડિટર એન્ડ કમ્પ્ટ્રોલર જનરલના રિપોર્ટમાં બહાર આવ્યું છે કે, 12 વર્ષમાં પોલીસે પકડેલાં ડ્રગ્સમાંથી 2,332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયાં અને ચોર ચોરી ગયાં. વાત આશ્ચર્યજનક લાગે તેવી છે, પણ પોલીસ અધિકારીઓએ જ પોતાના ખુલાસામાં આવી વિગતો જણાવી છે. જપ્ત કરાયેલાં જથ્થા કરતાં 2,332.68 કિલોનો તફાવત કેગે પોતાના અહેવાલમાં નોંધ્યું છે કે, એડીજીપી સીઆઇડી ક્રાઇમ, ગાંધીનગરના રેકોર્ડ મુજબ ગુજરાત પોલીસની એસઓજી સહિતની એજન્સીઓએ ઓગસ્ટ 2010થી નવેમ્બર 2022 સુધીના લગભગ બાર વર્ષના ગાળા દરમિયાન કુલ 6,510.54 કિલો અને 848 બોટલ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. સીઆઇડી ક્રાઇમે મોટાપાયે ઓગસ્ટ 2021થી નવેમ્બર 2024 સુધીમાં આ ડ્રગ્સનો નિકાલ કર્યો. જોકે ઓક્ટોબર 2022થી જુલાઇ 2023 દરમિયાન નિકાલ કરાયેલો જથ્થો 4,177.86 કિલો નોંધાયો. આમ તેમાં જપ્ત કરાયેલાં જથ્થા કરતાં 2,332.68 કિલો એટલે કે 35 ટકા જથ્થાનો તફાવત હતો. કેગને પણ પોલીસ અધિકારીઓની નિયત પર શંકા આ અંગે ગૃહ વિભાગે ખુલાસો પૂછતા એડીજીપી સીઆઇડી ક્રાઇમે જણાવ્યું કે, લગભગ 144.180 કિલો ગાંજો તેમાંથી ચોરી થઇ ગયો, જ્યારે બાકીનું ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયાં. આ ઉપરાંત ગાંજો અને અફીણ લાંબો સમય સુધી પડી રહ્યાં તેથી તેમાંથી ભેજ શોષાઇ ગયો હોવાથી વજનમાં ઘટ આવી ગઇ. કેગે નોંધ્યું કે, આટલાં મોટા જથ્થામાંથી આંશિક જથ્થાની આવાં કારણોસર ઘટ આવી શકે પણ આટલાં મોટાં પ્રમાણમાં આવેલો તફાવત પુનર્વિચાર માગી લે છે. અર્થાત કેગને પણ પોલીસ અધિકારીઓની નિયત પર શંકા ગઇ છે. ડ્રગ્સ રાખવાના ઓરડામાં ખાળે ડૂચા અને દરવાજા મોકળા કેગ દ્વારા પોતાના અહેવાલમાં એક તસવીર રજૂ કરવામાં આવી છે જે પોલીસ સ્ટેશનનો એક સાવ નકામો ઓરડો હોય તેવું લાગે છે. આ ઓરડામાં જ પકડાયેલું ડ્રગ્સ રાખવામાં આવતું હોવાનું પોલીસે કેગને જણાવ્યું હતું. સરકારે દેવું કરીને ઘી પીધું!, ગુજરાતના માથે 3.80 લાખ કરોડનું દેવું વિધાનસભામાં રજૂ કરાયેલા કેગના રિપોર્ટ મુજબ, એક વર્ષમાં દેવામાં 22 હજાર કરોડનો વધારો થયો છે. સરકારે 2024-25માં 1 લાખ કરોડથી વધુનો ખર્ચ માત્ર પગાર, સબસિડી અને લોનના વ્યાજ ચૂકવવામાં કર્યો છે. 2011-12 અને 2014થી 2024 દરમિયાન 11 હજાર કરોડ રૂપિયા વધારાનો ખર્ચ કર્યો છે. પરંતુ તેની મંજૂરી વિધાનસભા પાસેથી લેવાની બાકી છે. આ ઉપરાંત અનાજની જાહેર વિતરણ વ્યવસ્થા, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગેરરીતીનો કેગના રિપોર્ટમાં ખુલાસો થયો છે. સરકાર દ્વારા હજુ પણ 7400 કરોડથી વધુ રૂપિયાના ખર્ચના પ્રમાણપત્ર જમા કરાવવામાં આવ્યા નથી. ગુજરાતમાં વિકાસ સાથે રાજ્યનું દેવું પણ વધતું ગયું છે. બજેટ દસ્તાવેજ મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં પગાર-પેન્શન-સબસિડી પાછળનો ખર્ચ 44% વધ્યો છે. હજુ 7400 કરોડનો હિસાબ નથી રિપોર્ટ મુજબ, સરકારના વિવિધ વિભાગોએ કુલ 7431 કરોડનો હિસાબ આપ્યો નથી. કોઇ પણ ખર્ચ થાય તેના યુટિલાઇઝેશન સર્ટિફિકેટ (ખર્ચ કર્યાના પ્રમાણપત્ર) આપવાના હોય છે, પરંતુ હજી સુધી કુલ 4258 પ્રમાણપત્ર અપાયા નથી. તેમાં 3147 કરોડના પ્રમાણપત્ર 2023-24 પહેલાના અને 2024-25ના કુલ 4284 કરોડના પ્રમાણપત્ર જમા થયા નથી. PM આવાસના રૂપિયા ઉપાડી વ્યાજ કમાયા! પ્રધાનમંત્રી આવાસ યોજનાના ખાતામાંથી સરકાર દ્વારા ₹143.66 કરોડ ઉપાડાયા અને વ્યાજરૂપે 52 કરોડ કમાણી કરી. તેમાંથી ₹15 કરોડ જમા કરાવ્યા પરંતુ 37 કરોડ હજુ જમા કરાવવાના બાકી છે. યોજનાના 11 હજારથી વધુ લાભાર્થીઓને 35 કરોડ રૂપિયાના હપતાની ચૂકવણી થઇ નથી. આ ઉપરાંત અન્ય કિસ્સામાં 8% કિસ્સામાં 113 કરોડ રૂપિયાનો અંતિમ હપતાનો લાભ ચૂકવાયો નથી. 35 કરોડ કિલો અનાજ ક્યાં ગયું? પીડીએસઃ 2015-23 દરમિયાન વ્યાજબી ભાવની દુકાનોને અપાયેલા જથ્થામાં 35 કરોડ કિલોનો તફાવત. મહેસૂલી પુરાંતમાં 43.41 ટકાનો ઘટાડો CAG રિપોર્ટ અનુસાર, રાજ્યની મહેસૂલી પુરાંતમાં ગત વર્ષની સરખામણીએ 43.41 ટકાનો ઘટાડો નોંધાયો છે. 2023-24માં રૂ.33,477 કરોડ રહેલી પુરાંત 2024-25માં ઘટીને રૂપિયા 18,943 કરોડ થઈ ગઈ છે. મહેસૂલી ખર્ચમાં નોંધાયેલા વધારો અને આવકમાં ઘટાડો આ સ્થિતિ માટે મુખ્ય જવાબદાર માનવામાં આવે છે. એક વર્ષમાં ગુજરાતનું દેવું 22 હજાર કરોડ વધ્યું રાજ્યનું કુલ જાહેર દેવું હવે રૂપિયા 3.80 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જેમાં એક વર્ષમાં આશરે 22 હજાર કરોડનો વધારો થયો છે. બજાર લોનનો આંકડો પણ રૂપિયા 3.11 લાખ કરોડ સુધી પહોંચ્યો છે. આ સાથે સાથે રાજ્ય પોતાની આવકનો 12.82 ટકા હિસ્સો માત્ર દેવાના વ્યાજની ચૂકવણીમાં જ ખર્ચી રહ્યું છે, જે વિકાસ માટેના ખર્ચને અસર કરી શકે છે. માથાદીઠ આવક 3.66 લાખ સુધી પહોંચી આર્થિક રીતે રાજ્ય મજબૂત સ્થિતિમાં દેખાઈ રહ્યું છે. ગુજરાતનો GSDP વધીને રૂપિયા 26.72 લાખ કરોડ થયો છે, જે દેશના કુલ GDPમાં લગભગ 8 ટકા હિસ્સો ધરાવે છે. માથાદીઠ આવક રૂપિયા 3.66 લાખ સુધી પહોંચી છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ છે. સાક્ષરતા દર 84.6 ટકા અને ગરીબી દર 11.66 ટકા હોવો પણ સકારાત્મક પાસા દર્શાવે છે. 1000 પુરુષો સામે માત્ર 904 સ્ત્રીઓનું પ્રમાણ સામાજિક સૂચકાંકોમાં કેટલીક ચિંતાજનક બાબતો પણ સામે આવી છે. રાજ્યમાં શહેરીકરણ ઝડપથી વધી રહ્યું છે અને હવે 50.29 ટકા વસ્તી શહેરોમાં વસે છે. આરોગ્ય ક્ષેત્રે સુધારો નોંધાયો હોવા છતાં સ્ત્રી-પુરુષના પ્રમાણમાં ગુજરાત પાછળ છે, જ્યાં 1000 પુરુષો સામે માત્ર 904 સ્ત્રીઓનું પ્રમાણ છે. વહીવટી સ્તરે પણ ખામીઓ સામે આવી છે. વર્ષો સુધી હજારો કરોડના વપરાશ પ્રમાણપત્રો બાકી છે અને વધારાની ચૂકવણીઓનું નિયમિતકરણ થયું નથી, જે નાણાકીય શિસ્ત અંગે પ્રશ્નો ઊભા કરે છે. મહેસૂલી સ્થિતિ નબળી બનતાં રાજકોષીય દબાણ વધ્યું CAGના આ અહેવાલે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે રાજ્યની મહેસૂલી સ્થિતિ નબળી બનતાં રાજકોષીય દબાણ વધી રહ્યું છે. આવનારા સમયમાં ખર્ચ પર નિયંત્રણ અને આવકના નવા સ્ત્રોત ઊભા કરવાના પ્રયાસો નહીં કરવામાં આવે તો વિકાસલક્ષી યોજનાઓ પર અસર થવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    ‘Scooter se seedha Mercedes mil gayi’: Delhi picked Pradeep Sangwan over Virat Kohli. Then he had to bowl to Hayden and Gilchrist
    Next Article
    શેલામાં સ્કાયસિટી રિવેરા ઇલાઇટ બિલ્ડિંગમાં આગ:અમદાવાદ ફાયરની 12 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે, 15 માળ સુધી ધુમાડો જ ધુમાડો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment