Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘12 લાખ આશાઓ’; 1131 મતદાન મથકો, 258 ઉમેદવાર:નાગરિકો વિકાસ અને સમસ્યાઓના ઉકેલની અપેક્ષા સાથે મતદાન કરશે, કલેક્ટરની અધિકારીઓ સાથે બેઠક

    4 days ago

    પાલિકાની ચૂંટણી 26 એપ્રિલે યોજાવાની છે. જેમાં 1131 મતદાન મથકો પર 12 લાખ જેટલા મતદારો વિકાસ અને સમસ્યાના ઉકેલની આશા સાથે મતદાન કરશે. મતદાનનો સમય સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધીનો છે. તે દિવસે ગરમીનો પારો 42 ડિગ્રી સુધી નોંધાય તેવી વકીથી તંત્ર દ્વારા 1131 મથકો પર છાંયડા માટે ટેન્ટ, પીવાનું પાણી અને શૌચાલયની વ્યવસ્થા ઊભી કરાશે. જ્યારે મતદાનને હવે 8 દિવસ બાકી હોવાથી પોલિટેક્નિક કોલેજમાં એક રૂમમાં 1251 કંટ્રોલ યુનિટ અને 2502 બેલેટ યુનિટ તૈયાર કરી દેવાયાં છે. કલેક્ટર ડો.અનિલ ધામેલિયાએ પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, સંયુક્ત પોલીસ કમિશનર નિલેશ જાજડિયા, પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજીને મતદાન મથકોને પૂરી પાડવામાં આવનાર સુરક્ષા વ્યવસ્થા અંગેની ચર્ચા કરી હતી. 4 ચૂંટણીમાં 21.95 લાખ મતદારો મતદાન કરશે મહાનગર પાલિકા 1131 મતદાન મથકો 6,12,825 પુરુષ મતદાર 5,95,099 મહિલા મતદાર અન્ય મતદાર : 97 / કુલ મતદાર : 12,08,021 નગર પાલિકા 113 મતદાન મથકો 50,554 પુરુષ મતદાર 49,174 મહિલા મતદાર અન્ય મતદાર : 5 / કુલ મતદાર : 99,733 જિલ્લા અને તાલુકા પંચાયત 1162 મતદાન મથકો 4,52,864 પુરુષ મતદાર 4,35,111 મહિલા મતદાર અન્ય મતદાર : 9 / કુલ મતદાર : 8,87,984 4 હજારથી વધુ પોલીસ કર્મચારી ફરજ બજાવશે ચૂંટણીમાં 1131 મતદાન મથકો પર 4 હજારથી વધુ પોલીસ કર્મી ફરજ બજાવશે. ઉપરાંત ડીસીપી, એસીપી અને પીઆઈ કક્ષાના અધિકારીઓ પણ મતદાન પ્રક્રિયાનું મોનિટરિંગ કરશે. જ્યારે શહેરના સંવેદનશીલ ગણાતા બુથ પર રેપીડ એક્શન ફોર્સ પણ હાજર રહેશે. ગત વખત કરતાં 2.38 લાખ મતદારો ઓછા 2021ની ચૂંટણીમાં 14.46 લાખ મતદાર નોંધાયા હતાં. 19 વોર્ડમાં 279 ઉમેદવારો હતા. જેની સામે 2026માં 1131 મતદાન મથકો પર 12,08,021 મતદારો મતદાન કરશે. 5 વર્ષ બાદ 2.38 લાખ મતદાર ઓછા નોંધાયા છે.
    Click here to Read More
    Previous Article
    RTE માં અરજી કરવાની તારીખ 23 એપ્રિલ સુધી‎:પાટણમાં 106 અરજી રદ,1938 ને મંજૂરી; 895 બેઠક પર પ્રવેશ અપાશે
    Next Article
    19 વોર્ડ માટે 3753 ઇવીએમ સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત:વીજળી વિના ચાલતા વોટિંગ મશીન માટે 1251 પાવર પેકની પણ વ્યવસ્થા કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment