Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    19 વોર્ડ માટે 3753 ઇવીએમ સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત:વીજળી વિના ચાલતા વોટિંગ મશીન માટે 1251 પાવર પેકની પણ વ્યવસ્થા કરાઈ

    4 days ago

    મહાનગર પાલિકાની 19 વોર્ડની ચૂંટણી 26 એપ્રિલે યોજાવાની છે. જે અંતર્ગત પોલિટેક્નિક ખાતે વોર્ડ 1થી 3ના 528 ઈવીએમને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત અન્ય 16 વોર્ડ માટે અન્ય અલગ-અલગ સ્થળે સ્ટ્રોંગ રૂમ બનાવીને ઈવીએમ મૂકવામાં આવ્યાં છે. આ ઈવીએમ વીજળી કનેક્શન વગર ચાલતાં હોય છે. જેથી કુલ 3753 ઈવીએમ માટે તંત્રે 1251 પાવર પેક (બેટરી)ની વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત 360 જેટલાં ઇવીએમ રિઝર્વ રાખવામાં આવ્યાં છે. જેથી મતદાન સમયે કોઈ ઈવીએમ બગડે તો તેને તાત્કાલિક બદલી શકાય. સુરક્ષા ફીચર્સ ઈવીએમ ઇન્ટરનેટ, બ્લૂટૂથ કે વાઈ ફાઈથી જોડાયેલા હોતા નથી, તેથી હેક કરવા અશક્ય છે. મશીનની ચિપમાં ડેટા લખાયા પછી બદલી શકાતો નથી. ‘મોક પોલ’ની પ્રક્રિયા ચૂંટણીના દિવસે સવારે તમામ રાજકીય પક્ષના એજન્ટોની હાજરીમાં 50 ટ્રાયલ મત નાખી ચેક કરાય છે કે મશીન બરાબર કામ કરે છે કે નહીં. બેટરી સંચાલિત સિસ્ટમ ઈવીએમ અને કંટ્રોલ યુનિટ વીજળીના કનેક્શન વગર પાવર પેક (બેટરી) પર ચાલે છે. જેથી લાઈટ જવાનો કે શોર્ટ સર્કિટનો ભય રહેતો નથી. મલ્ટી-મેમ્બર વોર્ડ સિસ્ટમ ચૂંટણીમાં ‘પેનલ સિસ્ટમ’ હોય છે, જ્યાં એક વોર્ડ દીઠ 4 સભ્યો ચૂંટવાના હોય છે. મતદારે 4 અલગ-અલગ ઉમેદવારોને મત આપવાના હોય છે.
    Click here to Read More
    Previous Article
    ‘12 લાખ આશાઓ’; 1131 મતદાન મથકો, 258 ઉમેદવાર:નાગરિકો વિકાસ અને સમસ્યાઓના ઉકેલની અપેક્ષા સાથે મતદાન કરશે, કલેક્ટરની અધિકારીઓ સાથે બેઠક
    Next Article
    Gujarat Gas reduces PNG price for Morbi cluster, but ceramics prices to remain dearer

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment