Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટની કુખ્યાત શામજી મકા ગેંગના વધુ બે સાગરીત ઝડપાયા:12 શખ્સોએ 10 વર્ષમાં હત્યા, હત્યાની કોશિશ અને લૂંટ સહીત કુલ 22 ગુના આચર્યા, ગુજસીટોકમાં અત્યાર સુધી મુખ્ય સહીત 11ની ધરપકડ એક ફરાર

    1 week ago

    રાજકોટની કુખ્યાત શામજી મકા ગેંગ સામે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 21.04.2026ના રોજ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શામજી ઉર્ફે શમા મકવાણા સહીત 12 આરોપીઓ વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી પ્રથમ 8 આરોપીની અટકાયત કરી ગત રવિવારના રોજ મુખ્ય આરોપી શામજી ઉર્ફે શમા મકવાણાની ધરપકડ બાદ આજે વધુ બે શખ્સોની ધરપકડ કરી ફરાર એક શખ્સની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ ગેંગ ઉપર છેલ્લા 10 વર્ષમાં હત્યા, હત્યાની કોશિશ, સરકારી અધિકારી કર્મચારીની ફરજ રુકાવટ જેવા ગંભીર કુલ 22 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. રાજકોટ શહેર ક્રાઇમ એસીપી ભરત બસિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આતંક મચાવનાર કુખ્યાત શામજી ઉર્ફે સમા મકવાણા વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગુનામાં પોલીસે શામજી ઉર્ફે સમા સહીત કુલ 12 આરોપીઓ સામે ગુનો નોંધી પ્રથમ 8 શખ્સોને ઝડપી પાડ્યા બાદ ગત રવિવારના રોજ મુખ્ય આરોપી શામજી ઉર્ફે સમા મકવાણાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરું હતી જે બાદ આજે વધુ બે આરોપી હરેશ ખીમસુરીયા અને રોહિત ઉર્ફે બાઠીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શામજી ઉર્ફે સમા ગેંગના 12 સભ્યો વિરુધ્ધ છેલ્લા 10 વર્ષમાં કુલ 22 ગુના નોંધાઈ ચુક્યા છે. જેમાં હત્યા, હત્યાની કોશિશ, મારામારી, રાયોટિંગ, સરકારી અધિકારી કર્મચારીની ફરજ રુકાવટ સહિત ગુના નોંધાઈ ચુક્યા છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગત 21.04.2026ના રોજ ગુજસીટોક હેઠળ આરોપી દેવશી મકાભાઈ મકવાણા, દિલીપ ઉર્ફે દિલો ચૌહાણ, ચિરાગ ઉર્ફે ભયલુ, કિરણ ખીમસુરીયા, અજય જાદવ, ગૌતમ ઉર્ફે ગોગો બારૈયા, નાગેશ ઉર્ફે લાલો મકવાણા, મેહુલ કનુભાઈ સોલંકીની ધરપકડ કરવામાં આવી હતી જે બાદ મુખ્ય આરોપી શામજી ઉર્ફે સમા મકવાણાની તારીખ 31.05.2026ના રોજ ધરપકડ કરી આજે વધુ બે આરોપી રોહિત ઉર્ફે બાઠી રાઠોડ અને હરેશ ખીમસુરીયાની ધરપકડ કરી ફરાર કેવલ સોંદરવાની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આરોપીઓનો છેલ્લા 10 વર્ષનો ગુનાહિત ઇતિહાસ આરોપી દેવશી મકાભાઈ મકવાણા વિરુધ્ધ 6 ગુના, દિલીપ ઉર્ફે દિલો ચૌહાણ વિરુધ્ધ 8 ગુના, ચિરાગ ઉર્ફે ભયલુ વિરુધ્ધ 4 ગુના, કિરણ ખીમસુરીયા વિરુધ્ધ 2 ગુના, અજય જાદવ વિરૂદ્ધ 4 ગુના, ગૌતમ ઉર્ફે ગોગો બારૈયા વિરુધ્ધ 2 ગુના, નાગેશ ઉર્ફે લાલો મકવાણા વિરુધ્ધ 5 ગુના, મેહુલ કનુભાઈ સોલંકી વિરુધ્ધ 4 ગુના, શામજી ઉર્ફે સમા મકવાણા વિરુધ્ધ 12 ગુના, કેવલ સોંદરવા વિરુધ્ધ 10 ગુના, રોહિત ઉર્ફે બાઠી રાઠોડ વિરુધ્ધ 5 ગુના અને હરેશ ખીમસુરીયા વિરુધ્ધ 4 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજસીટોક કાયદો અમલમાં આવ્યો ત્યારથી આજ દિવસ સુધીમાં રાજકોટ શહેરમાં કુલ 9 ગુના ગુજસીટોક હેઠળ નોંધાયા છે જે પૈકી 7 ગુના છેલ્લા 6 મહિનામાં નોંધાયા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત હજુ પણ અન્ય એકથી બે ગેંગ સામે આવનાર સમયમાં દાખલ કરવા માટે તૈયારી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરી દેવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં આજથી પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશીપનો પ્રારંભ:PMએ કહ્યું- 'આજે વર્લ્ડની સ્પોર્ટસ લેગેસીમાં નવો અધ્યાય જોડાયો', યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈરાનના ખેલાડીઓ ભાગ લેવા પહોંચ્યા
    Next Article
    15 દિવસના પુત્રનું મોઢું જોવે તે પહેલા યુવકનું મોત:વડોદરાના રણાપુર ગામે નર્મદા નદીમાં નાહવા જતા 5 યુવકમાંથી 3 ડૂબ્યા, બે પિતરાઈ ભાઈના મોત, એકનો બચાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment