Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    15 દિવસના પુત્રનું મોઢું જોવે તે પહેલા યુવકનું મોત:વડોદરાના રણાપુર ગામે નર્મદા નદીમાં નાહવા જતા 5 યુવકમાંથી 3 ડૂબ્યા, બે પિતરાઈ ભાઈના મોત, એકનો બચાવ

    1 week ago

    વેકેશનમાં પિકનિક સ્પોટ બનેલા વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના રણાપુર ગામ નજીક નર્મદા નદીમાં નાહવા ગયેલા 5 યુવકોમાંથી 3 યુવકો ઊંડા પાણી અને તેજ પ્રવાહમાં ગરકાવ થઈ ગયા હતા. જેમાંથી 2 યુવકના કરુણ મોત નિપજ્યા હતા. બંને મૃતક પિતરાઈ ભાઈ હતા. જ્યારે એક યુવકને સ્થાનિક લોકોએ બચાવી લીધો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓ, ગ્રામજનો અને કરજણ ફાયર વિભાગે તાત્કાલિક બચાવ અને શોધખોળ કામગીરી હાથ ધરી હતી. જોકે ભારે જહેમત બાદ બંને યુવકોના મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં આક્રંદ ફેલાયો હતો. નર્મદા નદીમાં નાહવા જતા 5 યુવકોમાંથી 3 ડૂબ્યા મળતી માહિતી મુજબ રબારી સમાજના 5 યુવકો રણાપુર ગામ નજીક આવેલી નર્મદા નદીમાં નાહવા માટે ગયા હતા. દરમિયાન 3 યુવક નદીના ઊંડા પાણી અને પ્રવાહમાં બે યુવકો અચાનક ગરકાવ થઈ ગયા હતા. એક યુવક અને તો સ્થાનિક લોકોએ બચાવી લીધો હતો પરંતુ બીજા બે યુવક પણ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓ અને ગ્રામજનોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી, જેમાં એક યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. ફાયર વિભાગે બે યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા ઘટનાની જાણ કરજણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. વડોદરા ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગ, સ્થાનિક તરવૈયાઓ અને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે હાથ ધરાયેલી શોધખોળ અને રેસ્ક્યુ કામગીરી દરમિયાન ડૂબી ગયેલા બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા. બંને દીકરાના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઈ મૃતકોની ઓળખ સાગર પીરાભાઈ રબારી (ઉંમર 25 વર્ષ, હાલ રહે. કરમાલ ગામ, તા. ડભોઇ, જિ.વડોદરા, મૂળ રહે.ધાનેરા, બનાસકાંઠા) અને જયરામ બિજલાજી રબારી (ઉંમર 15 વર્ષ, રહે. કરમાલ ગામ, તા. ડભોઇ, જિ.વડોદરા, મૂળ રહે. ધાનેરા, બનાસકાંઠા) તરીકે થઈ છે. બંનેના મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી અને સમગ્ર રબારી સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. પોલીસે મૃતદેહને કરજણ સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને આ મામલે તપાસ શરૂ કરી છે. નદી નાહવા જતાં ઊંડા પાણીથી દૂર રહેવાની અપીલ નર્મદા નદીમાં બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર કરજણ પંથકને શોકમગ્ન બનાવી દીધો છે. સ્થાનિક લોકો દ્વારા નદી કે જળાશયોમાં નાહવા જતાં સમયે પૂરતી સાવચેતી રાખવા અને ઊંડા પાણીથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. ERC ફાયર સ્ટેશનના સર સૈનિક કિશનભાઈ કહારે જણાવ્યું હતું કે, ત્રણ કલાકની જહેમત બાદ મૃતદેહને બહાર કાઢીને પોલીસને સોંપ્યો હતો. મૃતક સાગર 15 દિવસ પહેલા જ પિતા બન્યો હતો મૃતક સાગર રબારી કરમાલ ગામમાં બુટ ચપ્પલની દુકાન ચલાવે છે. તેમના કાકાનો દીકરો જયરામ તેમના ઘરે વેકેશન કરવા માટે આવ્યો હતો. જેથી બંને પિતાએ પિતરાઈ ભાઈઓ, તેમના મિત્રો સાથે નર્મદા નદીમાંમા નાહવા માટે ગયા હતા અને બંને ડૂબી ગયા હતા. સાગર રબારી પરિણીત છે અને 15 દિવસ પહેલા જ સાગરની પત્નીએ પુત્રને જન્મ આપ્યો હતો. સાગરે પોતાનો પુત્રનું મોઢું પણ જોયું નથી અને આ દુનિયાને અલવિદા કરી દીધી છે. પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ છે. બંનેના મૃતદેહોને ધાનેરા ખાતે અંતિમ સંસ્કાર માટે લઈ જવાયા છે. મોજ મજા કરવા ગયેલા યુવાનોને મોતની સજા મળી ઉલ્લેખનીય છે કે, રણાપુર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદી છેલ્લા કેટલાક સમયથી પિકનિક સ્પોટ બની ગઈ છે. અનેક લોકો નર્મદા નદીમાં નાહવા માટે આવે છે. યુવાનો મોજ મજા કરવા માટે આવ્યા હતા પરંતુ તેમને મોતની સજા મળી ગઈ, ત્યારે નર્મદા નદીમાં રેતી ખનન સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. રેતી ખનનને કારણે નદીમાં ઊંડા ખાડા પડી જાય છે અને તેમાં યુવાનો ડૂબી જાય છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટની કુખ્યાત શામજી મકા ગેંગના વધુ બે સાગરીત ઝડપાયા:12 શખ્સોએ 10 વર્ષમાં હત્યા, હત્યાની કોશિશ અને લૂંટ સહીત કુલ 22 ગુના આચર્યા, ગુજસીટોકમાં અત્યાર સુધી મુખ્ય સહીત 11ની ધરપકડ એક ફરાર
    Next Article
    Adieu, Marji: How Persepolis artist Marjane Satrapi drew Iran’s untold story in black and white

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment