Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત કોલેજના વિદ્યાર્થીઓએ સાપુતારામાં ટેકિયોમેટ્રી પ્રોજેક્ટની મુલાકાત લીધી:સિવિલ ઇજનેરીના 119 વિદ્યાર્થીઓ અને 5 પ્રાધ્યાપકોએ પ્રાયોગિક જ્ઞાન મેળવ્યું

    1 day ago

    સુરત: ડૉ. એસ. એન્ડ એસ. એસ. ગાંધી સરકારી ઇજનેરી કોલેજ, સુરતના સિવિલ ઇજનેરી વિભાગ દ્વારા સાપુતારામાં Tacheometry પ્રોજેક્ટની શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. ISTE સ્ટુડન્ટ્સ ચેપ્ટર અને BIS સ્ટાન્ડર્ડ ક્લબ એક્ટિવિટીના ભાગરૂપે આ મુલાકાત 12 અને 13 માર્ચ, 2026ના રોજ યોજાઈ હતી. આ મુલાકાતમાં સિવિલ વિભાગના ચોથા સેમેસ્ટરના કુલ 119 વિદ્યાર્થીઓ અને ૫ પ્રાધ્યાપકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ સાપુતારા ખાતે ટેકિયોમેટ્રિક સર્વે પ્રોજેક્ટમાં પ્રાયોગિક તાલીમ મેળવી. મુલાકાત દરમિયાન, વિદ્યાર્થીઓને ટેકિયોમેટ્રી સર્વેઇંગની પદ્ધતિઓ, સર્વે સાધનોનો ઉપયોગ, ક્ષેત્રીય માપન પ્રક્રિયા અને ડેટા સંગ્રહ અંગે પ્રાયોગિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ સર્વેઇંગ વિષયના અભ્યાસક્રમનો એક મહત્વપૂર્ણ ભાગ હતો. ટેકિયોમેટ્રિક સર્વેક્ષણનો મુખ્ય હેતુ હોરિઝોન્ટલ અને વર્ટીકલ નિયંત્રણ સાથે રૂપરેખા નકશા તૈયાર કરવાનો છે. વિદ્યાર્થીઓએ આ મુલાકાત દરમિયાન સ્ટાફ પર વાંચન, ક્ષૈતિજ અંતર અને ઊંચાઈનું નિર્ધારણ, RL (Reduced Level), WCB (Whole Circle Bearing) ની ગણતરી અને કન્ટૂર રચના જેવા અનેક તકનીકી કૌશલ્યો શીખ્યા. આ પ્રાયોગિક અનુભવથી વિદ્યાર્થીઓને ઉચ્ચ ચોકસાઈવાળા સર્વેક્ષણની પદ્ધતિઓ શીખવાની તક મળી. તેમણે ટેપ વડે અંતર માપવાની પ્રેક્ટિકલ તાલીમ પણ મેળવી, જે તેમના સૈદ્ધાંતિક જ્ઞાનને મજબૂત બનાવવામાં મદદરૂપ થઈ. સિવિલ ઇજનેરી વિભાગ દ્વારા આયોજિત આ શૈક્ષણિક મુલાકાત વિદ્યાર્થીઓ માટે અત્યંત જ્ઞાનવર્ધક અને ઉપયોગી સાબિત થઈ હતી, જે તેમને ભવિષ્યમાં વ્યવહારિક કાર્યો માટે તૈયાર કરશે.
    Click here to Read More
    Previous Article
    કોમર્શિયલ ગેસની તંગીના કારણે મેનૂમાંથી ચાઈનીઝ-પાવભાજી ગાયબ:રેસ્ટોરન્ટ અને કેટરિંગ સાથે જોડાયેલા લોકોએ આધુનિક ગેસ સ્ટવની જગ્યાએ લાકડા-કોલસા વાપરવાનો વારો આવ્યો
    Next Article
    ભાવનગર ગુરુકુળમાં વાર્ષિક પુરસ્કાર સમારોહ:1500 વિદ્યાર્થીઓને વિવિધ સિદ્ધિઓ બદલ સન્માનિત કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment