Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોમર્શિયલ ગેસની તંગીના કારણે મેનૂમાંથી ચાઈનીઝ-પાવભાજી ગાયબ:રેસ્ટોરન્ટ અને કેટરિંગ સાથે જોડાયેલા લોકોએ આધુનિક ગેસ સ્ટવની જગ્યાએ લાકડા-કોલસા વાપરવાનો વારો આવ્યો

    1 day ago

    ડાયમંડ સિટી સુરતમાં હાલ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે. ગેસ પુરવઠો ખોરવાતા શહેરના ખાદ્યબજાર અને કેટરિંગ વ્યવસાય પર તેની માઠી અસર જોવા મળી રહી છે. ખાસ કરીને રેલ્વે સ્ટેશન જેવા વ્યસ્ત વિસ્તારોમાં આવેલી હોટલો અને મોટા જમણવારના ઓર્ડર લેતા કેટરર્સને હવે આધુનિક ગેસ સ્ટવના સ્થાને પરંપરાગત લાકડા અને કોલસાનો ઉપયોગ કરવાની નોબત આવી છે. સ્ટેશન વિસ્તારની હોટલોમાં લાકડા-કોલસાનો દબદબો સુરત રેલ્વે સ્ટેશન એ શહેરનું પ્રવેશદ્વાર છે, જ્યાં રોજના લાખો મુસાફરોની અવરજવર રહે છે. આ વિસ્તારમાં આવેલી નાની-મોટી હોટલો અત્યાર સુધી ગેસ પર નિર્ભર હતી પરંતુ, સિલિન્ડર ન મળતા હવે રસ્તા પર જ લાકડાના મોટા તપેલા જોવા મળી રહ્યા છે. મુસાફરોને જમાડવા માટે સંચાલકોએ ફૂટપાથ કે પાછળના ભાગે કોલસાની સગડીઓ સળગાવી રસોઈ બનાવવાનું શરૂ કર્યું છે. આ દ્રશ્યો સુરતના આધુનિકીકરણ વચ્ચે પાછળના દાયકાઓની યાદ અપાવી રહ્યા છે. કેટરિંગ વ્યવસાયમાં ભારે હાલાકી માત્ર હોટલો જ નહીં, પરંતુ લગ્નગાળો અને સામાજિક પ્રસંગોના ઓર્ડર લેતા કેટરિંગ સંચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. જ્યારે હજારો લોકોની રસોઈ બનાવવાની હોય ત્યારે કોમર્શિયલ ગેસ વગર કામ કરવું લગભગ અશક્ય છે. ગેસના અભાવે કેટરર્સ હવે મજબૂરીમાં મોટા લાકડાના ભારીઓ અને કોલસાનો જથ્થો મંગાવી રહ્યા છે. ખુલ્લા મેદાનમાં મોટા ચૂલા બનાવીને રસોઈ તૈયાર કરવામાં આવી રહી છે, જેના કારણે રસોઈયાઓને પણ ધુમાડામાં કામ કરવું પડી રહ્યું છે. ચાઈનીઝ અને ઢોસા બનાવવાનું બંધ ગેસની તંગીની સૌથી મોટી અસર ખાણીપીણીના મેનૂ પર પડી છે. જે વાનગીઓમાં તેજ આંચની જરૂર પડે છે તેવી ચાઈનીઝ આઈટમ્સ, પાવભાજી અને ઢોસા બનાવવાનું હાલ મોટાભાગની હોટલો અને કેટરર્સ દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે. હાલમાં માત્ર લિમિટેડ વાનગીઓ જેવી કે પૌવા, ઉપમા, સબ્જી-રોટી અને સેન્ડવીચ જ પીરસવામાં આવી રહી છે. ગ્રાહકોને તેમની પસંદગીની વાનગીઓ ન મળતા તેઓ પણ નિરાશ થઈ રહ્યા છે. હોટલોમાં ગ્રાહકોનું વેઈટિંગ લિસ્ટ લાંબુ થઈ રહ્યું છે કોલસાની સગડી પર રસોઈ બનાવવી એ ગેસ જેટલી ઝડપી પ્રક્રિયા નથી. સગડી ગરમ થતા અને વાનગી તૈયાર થતા ઘણો સમય લાગે છે, જેના કારણે હોટલોમાં ગ્રાહકોનું વેઈટિંગ લિસ્ટ લાંબુ થઈ રહ્યું છે. ગેસ ન હોવાને કારણે સ્ટેશન આસપાસની કેટલીક હોટલોએ તો શટર પાડી દેવાની નોબત આવી છે, જ્યારે ચાલુ રહેલી હોટલોમાં પણ ગ્રાહકોએ ઓર્ડર માટે લાંબી રાહ જોવી પડી રહી છે. આ સ્થિતિને કારણે સંચાલકો આર્થિક નુકસાન વેઠી રહ્યા છે રસોઈ બનાવવામાં સમયનો વેડફાટ અને ખર્ચમાં વધારો લાકડા અને કોલસાના ઉપયોગથી રસોઈ બનાવવામાં જે સમય લાગે છે તેનાથી કેટરિંગના લેબર કોસ્ટમાં પણ વધારો થયો છે. ગેસ પર જે કામ 2 કલાકમાં થતું હતું તે હવે 4 કલાકમાં પૂરું થાય છે. આ ઉપરાંત લાકડાના સતત વધતા ભાવને કારણે કેટરર્સને આર્થિક ફટકો પડી રહ્યો છે. સંચાલકોનું કહેવું છે કે, જો ગેસની સપ્લાય વહેલી તકે શરૂ નહીં થાય તો આગામી દિવસોમાં મોટા ઓર્ડર લેવા મુશ્કેલ બનશે. “ગ્રાહકોને સાચવવા આ છેલ્લો વિકલ્પ છે” રેસ્ટોરન્ટ અને કેટરિંગ સાથે સંકળાયેલા પ્રશાંતભાઈએ જણાવ્યું હતું કે, "છેલ્લા કેટલાક દિવસોથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો પુરવઠો સાવ ઠપ્પ છે. અમારે ત્યાં આવતા ગ્રાહકો અને પ્રસંગોના ઓર્ડર પૂરા કરવા માટે અમે મજબૂરીમાં લાકડા-કોલસાનો સહારો લીધો છે. રસોઈમાં મોડું થાય છે, છતાં ગ્રાહકોને સમજાવી રહ્યા છીએ. સરકાર વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવે તેવી અમારી માગ છે."
    Click here to Read More
    Previous Article
    સુરત ફેમિલી કોર્ટમાં 10 હજારના ભરણપોષણમાં એસિડ-એટેક:70 વર્ષીય આયુર્વેદિક ડોક્ટરે પત્ની પર એસિડ ફેંક્યું, પોતે પણ ઝેર ગટગટાવ્યું; મહિલાની આંખ ડેમેજ
    Next Article
    સુરત કોલેજના વિદ્યાર્થીઓએ સાપુતારામાં ટેકિયોમેટ્રી પ્રોજેક્ટની મુલાકાત લીધી:સિવિલ ઇજનેરીના 119 વિદ્યાર્થીઓ અને 5 પ્રાધ્યાપકોએ પ્રાયોગિક જ્ઞાન મેળવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment