Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1180 કરોડના કોકેઈન કેસમાં NIAની એન્ટ્રી:ઈન્ટરનેશનલ નાર્કો નેટવર્ક અને દેશવ્યાપી સપ્લાય ચેઇનની તપાસ થશે, દરિયામાં કૂદેલા આરોપી પાસે મહત્વની માહિતીની શક્યતા

    9 hours ago

    ગુજરાતના દરિયામાંથી ઝડપાયેલા 118 કિલો કોકેઈનના કેસમાં હવે તપાસનો વ્યાપ વધુ મોટો બન્યો છે. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશનમાં 1180 કરોડ રૂપિયાના કોકેઈનનો જથ્થો ઝડપી પાડ્યા બાદ હવે આ સમગ્ર કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) પણ તપાસમાં જોડાઈ છે. NIAની એન્ટ્રી સાથે હવે આ કેસ માત્ર ડ્રગ્સ સ્મગલિંગનો નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય નાર્કો સિન્ડિકેટ, વિદેશી કનેક્શન અને દેશવ્યાપી સપ્લાય ચેઇનની તપાસ સુધી પહોંચે તેવી શક્યતા વધી ગઈ છે. તપાસ દરમિયાન એક આરોપી દરિયામાં કૂદી ફરાર થઈ ગયો હોવાને કારણે પણ અનેક સવાલો ઊભા થયા છે. કારણ કે તેની પાસે ડ્રગ્સ નેટવર્કની મહત્વની માહિતી હોવાની શક્યતા છે. એટલું જ નહીં, ATSને મળેલા પેકટમાંથી એક પેકેટ હજુ સુધી મળ્યું નથી, જેના કારણે એ પેકેટ દરિયામાં ફેંકી દેવાયું હોવાની પણ આશંકા વ્યક્ત થઈ રહી છે. કોકેઈનનો જથ્થો દિલ્હી મોકલવાનો પ્લાન બનાવ્યો હતો પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, બ્રાઝીલમાં લોડ કરાયેલો કોકેઈનનો જથ્થો અનેક દેશોના જળમાર્ગો પાર કરીને મુંદ્રા નજીક પહોંચ્યો હતો. આરોપીઓએ કાર્ગોશીપમાંથી નાની બોટ મારફતે જથ્થો બહાર કાઢી તેને દિલ્હી સુધી પહોંચાડવાનો પ્લાન બનાવ્યો હતો. આ પણ વાંચો: 'યુરોપ' નામના કાર્ગો શીપમાં બ્રાઝીલથી લાવી દિલ્હીમાં ડિલિવરી થવાની હતી 3ની ધરપકડ અને એક દરિયામાં કૂદ્યો ગુજરાત ATSએ દરિયામાંથી એક આરોપીને ઝડપી પાડ્યો હતો, જ્યારે દિલ્હીના દ્વારકામાં રહેતા બે વિદેશી નાગરિકોને પણ ઝડપી લેવામાં આવ્યા છે. અન્ય એક આરોપી દરિયામાં કૂદી ફરાર થઈ ગયો છે. આ સમગ્ર ઓપરેશનમાં વિદેશી નાગરિકોની સંડોવણી સામે આવતા કેસની ગંભીરતા વધી છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલની તપાસ NIAએ હવે તપાસ કરી રહી છે કે, આ જથ્થો માત્ર દિલ્હી સુધી પહોંચાડવાનો હતો કે પછી ભારતના અન્ય શહેરોમાં પણ તેનું નેટવર્ક ફેલાયેલું છે. સાથે સાથે આ કોકેઈન પાછળ કઈ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલ કામ કરી રહી છે, તેનું ફંડિંગ ક્યાંથી થયું અને ભારતમાં તેનો રિસીવિંગ નેટવર્ક કોણ સંભાળી રહ્યું હતું તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. NIA કયા મુદ્દાઓની તપાસ કરશે? - બ્રાઝીલથી કોકેઈન મોકલનાર મુખ્ય નેટવર્ક કોણ? - કાર્ગોશીપમાં ડ્રગ્સ કેવી રીતે લોડ કરાયું? - દિલ્હીમાં ડિલિવરી બાદ જથ્થો ક્યાં જવાનો હતો? - ભારતમાં કયા શહેરોમાં સપ્લાય થવાનો હતો? - વિદેશી નાગરિકોનો રોલ શું હતો? - શું આ કેસનો સંબંધ અગાઉના ડ્રગ્સ કેસ સાથે છે? - ડ્રગ્સના નાણાં ક્યાં વપરાવાના હતા? ખેપ લેટિન અમેરિકા, મેક્સિકો, અમેરિકા અને કરાંચી થઈને ગુજરાત તપાસ એજન્સીઓ માટે સૌથી મોટો સવાલ એ છે કે, 118 કિલો કોકેઈન જેવી વિશાળ ખેપ પાછળ માત્ર ત્રણ-ચાર લોકોનું નેટવર્ક હોઈ શકે નહીં. ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય વેપારમાં સામાન્ય રીતે અનેક દેશોમાં ફેલાયેલું સુવ્યવસ્થિત નેટવર્ક કાર્યરત હોય છે. બ્રાઝીલથી શરૂ થયેલી આ ખેપ લેટિન અમેરિકા, મેક્સિકો, અમેરિકા અને કરાંચી થઈને ગુજરાત સુધી પહોંચી હતી, જે દર્શાવે છે કે સમગ્ર ઓપરેશન લાંબા સમયથી આયોજનબદ્ધ રીતે ચલાવવામાં આવી રહ્યું હતું. આંતરરાષ્ટ્રીય નેટવર્ક, ફંડિંગ ચેનલ અને ભારતની ચેઈનનું તપાસ થશે NIAની એન્ટ્રી બાદ હવે તપાસ માત્ર 118 કિલો કોકેઈન સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ તેની પાછળ રહેલા સમગ્ર આંતરરાષ્ટ્રીય નેટવર્ક, ફંડિંગ ચેનલ અને ભારતમાં કાર્યરત રિસીવિંગ મોડ્યુલ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે. તેથી આગામી દિવસોમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા અને વધુ ધરપકડો થાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. આ પણ વાંચો ATSનું દરિયામાં રાતથી સવાર સુધી ચાલ્યું ઓપરેશન કોકેઇન, ઈનસાઈડ સ્ટોરી 25 મે ના રોજ ગુજરાત ATSને સવારના સમયે એક બાતમી મળી કે બ્રાઝિલથી ડ્રગ્સ ભરીને એક કાર્ગો બોટ મુંદ્રા પોર્ટ પાસે આવી રહ્યું છે. બાતમી મળતા જ ATSના અધિકારીઓએ રાજ્યના DGP કે.એલ.એન રાવને જાણ કરી. DGP તરફથી પરમિશન મળતા જ એક સસ્પેન્સ થ્રીલર ફિલ્મને આંટી મારી જાય એવા ઓપરેશનની તૈયારી શરૂ કરી. જેમાં એટીએસ SP કે. સિદ્ધાર્થને સુપરવિઝન સોંપવામાં આવ્યું. સમય ખૂબ ઓછો હોવાથી પીઆઇ જે.એમ પટેલ અને તેમની ટીમને તાત્કાલિક મુંદ્રા જવા રવાના કરાયા. જો કે આટલી હલચલ બાદ પણ ATS સિવાય કોઈને ગંધ પણ ન આવી કે આ ઓપરેશન શું છે અને ક્યારે પાર પાડવાનું છે. અમે વાત કરી રહ્યા છીએ 26 મેની વહેલી સવારના 4 વાગ્યે કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ ડ્રગ્સ માફિયાઓનો પ્લાન ઉંધો વાળી 1180 કરોડનું 118 કિલો ઝડપેલા કોકેઈન કેસની. 2025ના રોજ નવેમ્બરમાં બ્રાઝીલથી કોકેઈન ભરીને નીકળેલી કાર્ગો બોટને મુંદ્રા પોર્ટથી ઝડપવા માટે કરવામાં આવેલા આ ઓપરેશન અંગે દિવ્ય ભાસ્કર અંદરની વાતો તમને જણાવી રહ્યું છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ)
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં વાલા પ્રીમિયર ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપન:ફાઈનલમાં ઓમકાર 11ને હરાવી વાલા 11 બન્યું ચેમ્પિયન, ટ્રોફી સાથે રૂ. 41 હજારનું રોકડ ઇનામ એનાયત
    Next Article
    સિંહોના શંકાસ્પદ મોત બાદ ગિરનાર વન વિભાગ હાઈ એલર્ટ પર.:​ગીરના સાવજો પર મંડરાતા ખતરા વચ્ચે ગિરનાર અભયારણ્યમાં 24 કલાક સઘન મોનિટરિંગ; સિંહો માટે ડી-વોર્મિંગ અને ડી-ટીકિંગની કામગીરી શરૂ.​

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment