Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં વાલા પ્રીમિયર ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપન:ફાઈનલમાં ઓમકાર 11ને હરાવી વાલા 11 બન્યું ચેમ્પિયન, ટ્રોફી સાથે રૂ. 41 હજારનું રોકડ ઇનામ એનાયત

    9 hours ago

    ગોધરાના SRP ગ્રાઉન્ડ ખાતે આયોજિત વાલા પ્રીમિયર ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપન થયું છે. રોમાંચક ફાઇનલ મેચમાં વાલા 11 ટીમે ચેમ્પિયનશીપ જીતી, જ્યારે ઓમકાર 11 ટીમ રનર-અપ રહી. ગત મોડી રાત્રે રમાયેલી ફાઇનલ મેચમાં વાલા 11 અને ઓમકાર 11 વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. વિજેતા વાલા 11 ટીમને ટ્રોફી સાથે રૂપિયા 41,000નું રોકડ ઇનામ એનાયત કરવામાં આવ્યું. રનર-અપ રહેલી ઓમકાર 11 ટીમને ટ્રોફી અને રૂપિયા 21,000નું ઇનામ મળ્યું. આ ટુર્નામેન્ટમાં કુલ 12 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ દરમિયાન માયજીમના ધીરજ મલ્હોત્રા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓનું ઉત્સાહવર્ધન કર્યું હતું. સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન ઇમરાન વાલા દ્વારા કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓ અને ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ધારની ભોજશાળાના તાર ગુજરાત સાથે જોડાયેલા:જે કમાલ મૌલાના મકબરાનો દાવો હતો તેમનું મૃત્યુ તો અમદાવાદમાં થયું હતું, ASIના રિપોર્ટે ખોલ્યું રહસ્ય
    Next Article
    1180 કરોડના કોકેઈન કેસમાં NIAની એન્ટ્રી:ઈન્ટરનેશનલ નાર્કો નેટવર્ક અને દેશવ્યાપી સપ્લાય ચેઇનની તપાસ થશે, દરિયામાં કૂદેલા આરોપી પાસે મહત્વની માહિતીની શક્યતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment