Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તંત્ર સજ્જ:11.63 લાખ મતદારો માટે બૂથ પર વિશેષ સુવિધાઓ

    10 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં 26 એપ્રિલના રોજ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં કુલ 11,63,637 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મતદાનના દિવસે ભારે ગરમીની આગાહીને ધ્યાનમાં રાખીને, તમામ મતદાન મથકો પર પાણી, મેડિકલ કીટ અને ORS સહિતની આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. મતદારોને કોઈ અગવડ ન પડે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જિલ્લામાં કુલ 1329 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયામાં 7200થી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે. ચૂંટણી બંદોબસ્ત માટે 3000થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે, જિલ્લામાં 492 સંવેદનશીલ અને 69 અતિ સંવેદનશીલ મતદાન મથકો પર કડક બંદોબસ્ત ગોઠવવામાં આવશે. શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, 28 એપ્રિલના રોજ કુલ 33 સ્થળો પર મતગણતરી હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વડોદરા રેલવે સ્ટેશન પાસે નશાકારક ચા પીવડાવી રૂ.53 હજાર પડાવ્યા:બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કર્મચારી સાથે દિલ્હીના ઠગે મિત્રતા કરીને હોટેલમાં લઈ ગયો, બેહોશ કરી મોબાઇલ, રોકડ અને સોનાનું પેન્ડલ લઈને ફરાર
    Next Article
    મોરબી યુવાન હત્યા કેસમાં તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોંચી:આરોપીઓ પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવાયું; સાત જેલ હવાલે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment