Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી યુવાન હત્યા કેસમાં તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોંચી:આરોપીઓ પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવાયું; સાત જેલ હવાલે

    9 hours ago

    મોરબીના માળીયા (મી) તાલુકામાં છરીના ઘા ઝીંકી એક યુવાનની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પકડાયેલા આરોપીઓને સાથે રાખીને માળીયા તાલુકા પોલીસે મોરબીમાં આવેલી હોથલ ફાયનાન્સ ઓફિસ ખાતે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી શિવમ રબારીને મૃતક યુવાન પાસેથી 4.50 લાખ રૂપિયા લેવાના હતા, જે હત્યાનું મુખ્ય કારણ બન્યું હતું. આ મામલે મોરબીના વિવેક વિનોદભાઈ પટેલે માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે, તેનો મિત્ર અનિલ હરિલાલ કંડિયા (ઉં.વ. 28), જે મોરબીની પ્રભુકૃપા ટાઉનશીપમાં રહેતો હતો, તે અન્ય ગૌરક્ષકો સાથે માળીયા-હળવદ રોડ પર અબોલ જીવો ભરેલી ગાડી નીકળવાની રાહ જોઈ રહ્યો હતો. તેઓ ધૈર્ય હોટલ પાસે નાસ્તો કરી રહ્યા હતા. તે સમયે ઇકો ગાડીમાં આવેલા પાંચ શખ્સોએ અનિલ કંડિયા પર છરી વડે હુમલો કરી જીવલેણ ઇજા પહોંચાડી હતી. અનિલને બચાવવા વચ્ચે પડેલા ફરિયાદી વિવેક પટેલને પણ છરી વાગી હતી. બંને ઇજાગ્રસ્ત યુવાનોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન અનિલનું મોત નીપજ્યું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી શિવમ રબારી સહિત કુલ છ આરોપીઓની ધરપકડ કરી હતી અને એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે ગૌરક્ષક તરીકે કામ કરતા રાજગીરી ઉર્ફે રાજ મહેશગીરી બાવાજી (ઉં.વ. 21, રહે. ઘૂટું) એ મૃતકનું લોકેશન આપ્યું હતું. પોલીસે તેની પણ હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી. આમ, કુલ સાત આરોપીઓને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે. માળીયા તાલુકા પીઆઇ કે.કે. દરબાર પાસેથી મળતી માહિતી મુજબ, હોથલ ફાયનાન્સના શિવમ રબારીને મૃતક પાસેથી 4.50 લાખ રૂપિયા લેવાના હતા. આ રકમની ઉઘરાણી માટે તેના પાંચ માણસો મોરબીના રવાપર રોડ પર આવેલી હોથલ ફાયનાન્સ ઓફિસ પાસે ભેગા થયા હતા. ત્યાંથી તેઓ અનિલ કંડિયા પાસે ગયા હતા અને તેની હત્યા કર્યા બાદ ફરીથી હોથલ ફાયનાન્સ ખાતે પાછા ફર્યા હતા અને ત્યાંથી છૂટા પડ્યા હતા. આથી, પોલીસે શિવમ રબારી સહિતના તમામ આરોપીઓને સાથે રાખીને હોથલ ફાયનાન્સ ખાતે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોલીસે ગુનામાં વપરાયેલ વાહન સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તંત્ર સજ્જ:11.63 લાખ મતદારો માટે બૂથ પર વિશેષ સુવિધાઓ
    Next Article
    IPL LIVE: Gill, Sudharsan Put RCB Bowlers Under The Pump In Powerplay

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment