Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યારામાં 1151 ફૂટ લાંબા રાષ્ટ્રીય ધ્વજ સાથે તિરંગા યાત્રા:પોલીસ, વિદ્યાર્થીઓ અને અધિકારીઓ ઉત્સાહભેર જોડાયા

    18 hours ago

    તાપી જિલ્લાના વ્યારા શહેરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે 1151 ફૂટ લાંબા રાષ્ટ્રીય ધ્વજ સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં પોલીસ જવાનો, શાળાના બાળકો, શિક્ષકો, નગરજનો, અધિકારીઓ અને પદાધિકારીઓ ઉત્સાહભેર જોડાયા હતા. વ્યારાના રિવરફ્રન્ટથી શરૂ થયેલી આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. દેશભક્તિના નારાઓ અને વાતાવરણમાં ગુંજતા જયઘોષથી સમગ્ર વ્યારા નગર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. આ અનોખી યાત્રાએ શહેરમાં આકર્ષણ જમાવ્યું હતું. આ તિરંગા યાત્રામાં કેબિનેટ મંત્રી નરેશ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રી જયરામ ગામીત, ધારાસભ્ય કુંવરજી હળપતિ અને મોહન કોકની સહિતના મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીએ કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો. યાત્રા દરમિયાન પોલીસ પ્લાટૂન, પોલીસ અશ્વ રેલી, બાઇક રેલી, વેશભૂષા સ્પર્ધા અને સ્વચ્છતા અભિયાન જેવા વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા. આ કાર્યક્રમોએ સ્વતંત્રતા પર્વની ઉજવણીને વધુ ભવ્ય અને યાદગાર બનાવી હતી.
    Click here to Read More
    Previous Article
    વિશ્વના એકમાત્ર 'સુતા શિવજી'ના મંદિરે દર્શન કરવા ભક્તો ઉમટ્યા:600 વર્ષ જૂનું સ્વયંભૂ શિવલિંગ અને ગુંબજ વગરનું ધામ; તડકેશ્વર મંદિરે "હર હર મહાદેવ"નો નાદ ગુંજ્યો
    Next Article
    શૈક્ષણિક મહાસંઘની ઉચ્ચ શિક્ષણ મંત્રીને 11 પડતર પ્રશ્નો અંગે રજૂઆત:નોડલ કચેરી રદ કરવા, 300 રજાનું રોકડમાં રૂપાંતર અને નિવૃત્તિ વયમર્યાદા 65 વર્ષ કરવા સહિતની માંગણીઓ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment