Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશ્વના એકમાત્ર 'સુતા શિવજી'ના મંદિરે દર્શન કરવા ભક્તો ઉમટ્યા:600 વર્ષ જૂનું સ્વયંભૂ શિવલિંગ અને ગુંબજ વગરનું ધામ; તડકેશ્વર મંદિરે "હર હર મહાદેવ"નો નાદ ગુંજ્યો

    19 hours ago

    વલસાડ શહેરના પ્રસિદ્ધ તડકેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવભક્તોની ભારે ભીડ ઉમટી હતી. આ મંદિર વિશ્વના એકમાત્ર 'સુતા શિવજી'ના સ્વયંભૂ શિવલિંગ માટે જાણીતું છે. સ્થાનિકો ઉપરાંત દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન અને જલાભિષેક માટે અહીં પહોંચ્યા હતા. મંદિરના પૂજારી પ્રદીપચંદ્ર ભટ્ટે જણાવ્યું હતું કે, આ સ્વયંભૂ મૂર્તિ આશરે 600 વર્ષ જૂની છે. સમાધિગ્રસ્ત અથવા નિદ્રાધીન અવસ્થામાં શિવજીની આવી પ્રતિમા ભારતમાં અન્ય કોઈ સ્થળે જોવા મળતી નથી, જે તેની વિશિષ્ટતા દર્શાવે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ભૂતકાળમાં આ શિવલિંગ ઉપર ગુંબજ બાંધવાના 4 થી 5 વખત પ્રયાસો થયા હતા, પરંતુ તે સફળ રહ્યા નહોતા. શિવલિંગ પર સૂર્યનો સીધો તડકો પડતો હોવાથી આ ધામ 'તડકેશ્વર મહાદેવ' તરીકે ઓળખાય છે. શ્રાવણ માસ દરમિયાન અહીં વિશેષ મેળા અને ધાર્મિક ઉત્સવોનું પણ આયોજન કરવામાં આવે છે. સુરતથી આવેલા વૈભવી ગાંધીએ જણાવ્યું કે, તેઓ 12 જ્યોતિર્લિંગ અને અન્ય મહાદેવના ધામોના દર્શન માટે નીકળ્યા છે. તેમણે બાળપણમાં પણ માતા-પિતા સાથે આ ગુંબજ વગરના સ્વયંભૂ શિવલિંગના દર્શન કર્યા હતા. તેમના મતે, શ્રાવણ મહિનામાં દિલથી ભક્તિ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. અન્ય શિવભક્ત જિજ્ઞાએ માહિતી આપી કે. તેઓ સુરતથી 50થી વધુ શ્રદ્ધાળુઓના જૂથ સાથે કંધારેશ્વર, મલ્લિકાર્જુન અને સોમનાથ દર્શનની યાત્રા પર છે. શ્રાવણના પવિત્ર પ્રથમ દિવસે તડકેશ્વર મહાદેવના દર્શન અને તેના અનોખા ઇતિહાસ વિશે જાણવા મળ્યું તે તેમના માટે સૌભાગ્યની વાત છે. શ્રાવણના પ્રથમ દિવસથી જ સમગ્ર મંદિર પરિસર "હર હર મહાદેવ" અને "ઓમ નમઃ શિવાય"ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ જળાભિષેક, બિલિપત્ર અને પુષ્પો અર્પણ કરીને મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, શિવમંદિર અથવા કોઈપણ મંદિરમાં ગુંબજ એટલે મંદિરના ગર્ભસહિતના ભાગ ઉપર બનાવવામાં આવેલો ગોળાકાર, અર્ધ-ગોળાકાર કે ઘુમ્મટ આકારનો ઉપલો ભાગ.
    Click here to Read More
    Previous Article
    વડોદરાના નવયાર્ડ વિસ્તારમાં યુવક પર હુમલો:મેડિકલ સ્ટોર બહાર 3 શખ્સોએ યુવકને માર મારીને ચપ્પુથી હુમલો કર્યો ચપ્પુના 5થી 6 ઘા મારતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત, SSG હોસ્પિટલમાં દાખલ
    Next Article
    વ્યારામાં 1151 ફૂટ લાંબા રાષ્ટ્રીય ધ્વજ સાથે તિરંગા યાત્રા:પોલીસ, વિદ્યાર્થીઓ અને અધિકારીઓ ઉત્સાહભેર જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment