Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શૈક્ષણિક મહાસંઘની ઉચ્ચ શિક્ષણ મંત્રીને 11 પડતર પ્રશ્નો અંગે રજૂઆત:નોડલ કચેરી રદ કરવા, 300 રજાનું રોકડમાં રૂપાંતર અને નિવૃત્તિ વયમર્યાદા 65 વર્ષ કરવા સહિતની માંગણીઓ

    17 hours ago

    અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત કોલેજ એકમ દ્વારા રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રીને સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ કોલેજોના અધ્યાપકો તથા આચાર્યોને લગતા 11 પડતર પ્રશ્નો અંગે લેખિત રજૂઆત કરવામાં આવી છે. લાંબા સમયથી ઉકેલાયા ન હોય તેવા તેમજ તાજેતરમાં ઊભા થયેલા પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ લાવવા મહાસંઘ દ્વારા માંગ કરવામાં આવી છે. ABRSM ગુજરાત કોલેજ એકમના પ્રતિનિધિમંડળે ઉચ્ચ શિક્ષણ કેબિનેટ મંત્રી ડો. પ્રદ્યુમ્નભાઈ વાજા અને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાને મળીને આવેદનપત્ર આપ્યું હતું. ABRSM ગુજરાત પ્રાંતના અધ્યક્ષ પ્રિ. ડો. રોહિતભાઈ દેસાઈ અને મહામંત્રી પ્રા. ડો. નિર્મલસિંહ ઝાલાના નેતૃત્વમાં થયેલી આ રજૂઆતમાં અધ્યાપકોના વિવિધ પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે સરકાર સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. નોડલ કચેરી દ્વારા કોલેજ નિરીક્ષણનો વિરોધ શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાએ નોડલ કચેરી શરૂ કરી વર્ગ-2ના નિરીક્ષકો મારફતે કોલેજોનું નિરીક્ષણ કરવાની જોગવાઈ સામે મહાસંઘે વિરોધ નોંધાવ્યો છે. કોલેજોમાં પ્રિન્સિપાલની દેખરેખ હેઠળ કામગીરી થતી હોવા ઉપરાંત NAAC, NIRF અને GIRF જેવી વ્યવસ્થાઓનું પાલન થતું હોવાથી નોડલ કચેરીના નિરીક્ષણની જોગવાઈ રદ કરવાની માંગ કરાઈ છે. 300 અર્ધપગારી રજાનું રોકડમાં રૂપાંતર અધ્યાપકના નિવૃત્તિ અથવા અવસાન સમયે મહત્તમ 300 અર્ધપગારી રજાનું રોકડમાં રૂપાંતર કરવાની મંજૂરી આપવા રજૂઆત કરવામાં આવી છે. આ સાથે 2019 પહેલાં અમલમાં રહેલી પદ્ધતિ મુજબ સેવા જોડાણની કામગીરી ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી મારફતે હાથ ધરી અગાઉની જમા રજાઓનો લાભ આપવા પણ માંગ કરવામાં આવી છે. CAS અને CCC+ અંગે રજૂઆત અધ્યાપકોના CAS અંતર્ગત OP/RCની મુદત 31 ડિસેમ્બર, 2025 સુધી લંબાવવા રજૂઆત કરાઈ છે. ઉપરાંત, અધ્યાપકોએ સેવામાં જોડાતા પહેલાં માન્ય સંસ્થા પાસેથી CCC+ પરીક્ષા પાસ કરી હોય તો તેને પણ માન્ય ગણવાની માંગ કરવામાં આવી છે. ગ્રાન્ટ-ઇન-એઇડ અધ્યાપકોને PMJAYનો લાભ PMJAY હેઠળની કેશલેસ હેલ્થ બેનિફિટ યોજનાનો લાભ ગ્રાન્ટ-ઇન-એઇડ કોલેજોના અધ્યાપકોને પણ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મહાસંઘે આરોગ્યલક્ષી સુવિધાઓમાં સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ કોલેજોના અધ્યાપકો વચ્ચે સમાનતા જાળવવાની રજૂઆત કરી છે. અધ્યાપકોની બદલી માટે પારદર્શી નીતિ સરકારી કોલેજોમાં અધ્યાપકોની બદલી માટે પારદર્શી નીતિ બનાવવાની માંગ કરવામાં આવી છે. સાથે જ ગ્રાન્ટ-ઇન-એઇડ કોલેજોમાં પતિ-પત્ની બંને અધ્યાપક હોય તેવા કિસ્સામાં બંને કોલેજોની NOCના આધારે બદલીની જોગવાઈ ઉમેરવા વિનંતી કરવામાં આવી છે. નિવૃત્તિ વયમર્યાદા 65 વર્ષ કરવાની માંગ UGCની જોગવાઈને ધ્યાનમાં રાખીને અધ્યાપકો અને આચાર્યોની નિવૃત્તિ વયમર્યાદા 62 વર્ષથી વધારીને 65 વર્ષ કરવાની મહાસંઘે માંગ કરી છે. આ મુદ્દે પણ રાજ્ય સરકાર દ્વારા વહેલી તકે નિર્ણય લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. સહકારી મંડળીની કપાત અને ખાલી જગ્યાઓ ભરવાની માંગ સહકારી મંડળીઓની કપાત COJENT પોર્ટલ પર ફરી શરૂ કરવાની માંગ કરાઈ છે. ઉપરાંત NEP-2020ની અમલવારીને ધ્યાનમાં રાખીને વર્ષ 2015 પહેલાંથી ખાલી પડેલી વહીવટી કર્મચારીઓની જગ્યાઓ ભરવા માટે સત્વરે NOC આપવા પણ રજૂઆત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વ્યારામાં 1151 ફૂટ લાંબા રાષ્ટ્રીય ધ્વજ સાથે તિરંગા યાત્રા:પોલીસ, વિદ્યાર્થીઓ અને અધિકારીઓ ઉત્સાહભેર જોડાયા
    Next Article
    પંજાબના પૂર્વ ડેપ્યુટી CM સુખબીર સિંહ બાદલ પર જીવલેણ હુમલો:મહારાષ્ટ્રમાં નિહંગે તીક્ષ્ણ હથિયારથી કર્યો હુમલો; હોસ્પિટલમાં દાખલ કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment