Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારી શાળાઓમાં રમતગમતને પ્રોત્સાહન આપવા મોટો નિર્ણય:1,141 શાળામાં વ્યાયામ શિક્ષકોની ભરતી થશે, સમિતિ લાયકાત, ભરતીના માપદંડો સહિતના મુદ્દાઓ ચર્ચા કરશે

    3 days ago

    રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને શારીરિક શિક્ષણને વધુ મહત્વ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ, 501થી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી 1,141 સરકારી પ્રાથમિક શાળાઓમાં વ્યાયામ શિક્ષકની નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યની અન્ય સરકારી પ્રાથમિક શાળાઓમાં પણ વ્યાયામ શિક્ષકોની ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવા અંગે ચર્ચા શરૂ થઈ છે. વિદ્યાર્થીઓના વિકાસ માટે શારીરિક શિક્ષણ અને રમતગમતનું મહત્વ વધ્યું શિક્ષણ વિભાગ દ્વારા જણાવાયું છે કે, વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શારીરિક શિક્ષણ અને રમતગમતનું મહત્વ વધ્યું છે. બદલાતા સમય અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પ્રભાવને ધ્યાનમાં રાખીને શાળાઓમાં કાર્યરત તેમજ નવી ભરતી થનારા વ્યાયામ શિક્ષકોની શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાત (Qualifications)ના ધોરણો નક્કી કરવા માટે સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિની બેઠક ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે યોજાશે આ સમિતિ દ્વારા વ્યાયામ શિક્ષકોની લાયકાત, ભરતીના માપદંડો સહિતના વિવિધ મુદ્દાઓ અંગે વિચારણા કરવામાં આવશે. સમિતિની પ્રથમ બેઠક 28 જુલાઈ, 2026ના રોજ બપોરે 12 વાગ્યે વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતે યોજાશે. સમિતિમાં શિક્ષણ ક્ષેત્રના અધિકારીઓ અને નિષ્ણાતોનો સમાવેશ સમિતિમાં શિક્ષણ વિભાગ અને શારીરિક શિક્ષણ ક્ષેત્રના વિવિધ અધિકારીઓ તથા નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં નિયામક, શારીરિક શિક્ષણ, ભાષા શિક્ષણ યુનિવર્સિટી; ડીન, શારીરિક શિક્ષણ વિભાગ, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, જિલ્લા શિક્ષણાધિકારીઓ, રાજ્ય શારીરિક શિક્ષણ નિરીક્ષક, DIETના લેક્ચરર તથા રિસર્ચ એસોસિયેટ સહિતના સભ્યો સામેલ છે. વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શારીરિક તાલીમ મળી શકશે આ નિર્ણયથી રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં શારીરિક શિક્ષણ અને રમતગમતની પ્રવૃત્તિઓને વધુ વેગ મળવાની સાથે વિદ્યાર્થીઓને નિયમિત અને ગુણવત્તાયુક્ત શારીરિક તાલીમ મળી શકશે. સમિતિની ભલામણો બાદ વ્યાયામ શિક્ષકોની ભરતી માટે લાયકાત અને અન્ય માપદંડો અંગે આગામી નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    રાહુલ ગાંધી-ખડગેની અટકાયતનો અનોખો વિરોધ:રાજકોટનાં જિલ્લા પંચાયત ચોકમાં કોંગ્રેસનાં કાર્યકરો રસ્તા પર ઉતર્યા, શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પ્રતિક મુખોટાને ઝાપટ મારી આક્રોશ ઠાલવતા 30ની અટકાયત
    Next Article
    સુરતમાં વરસાદી ખાડો યુવાન માટે બન્યો જોખમી:બાઈક સ્લિપ થતાં ફેશન ડિઝાઇનિંગ સ્ટુડન્ટના પગમાં લોખંડનો સળિયો ઘૂસ્યો, કલાકની જહેમતે સળિયો કાપી ફાયર વિભાગે હોસ્પિટલ ખસેડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment