Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં વરસાદી ખાડો યુવાન માટે બન્યો જોખમી:બાઈક સ્લિપ થતાં ફેશન ડિઝાઇનિંગ સ્ટુડન્ટના પગમાં લોખંડનો સળિયો ઘૂસ્યો, કલાકની જહેમતે સળિયો કાપી ફાયર વિભાગે હોસ્પિટલ ખસેડ્યો

    एक दिन पहले

    સુરત શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ તંત્રની પોલ ખુલવા લાગી છે. રસ્તાઓ પર પડેલા વરસાદી ખાડાઓ હવે વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવી જ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં વરસાદી પાણી ભરાયેલા ખાડાને કારણે બાઈક સ્લિપ થઈ જતાં 18 વર્ષીય ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીના પગમાં ફૂટપાથનો લોખંડનો સળિયો આરપાર ઘૂસી ગયો હતો. ઘટના બાદ અફરાતફરી મચી ગઈ હતી અને ફાયર બ્રિગેડે કટર વડે સળિયો કાપી યુવકને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. પાણી ભરાયેલા ખાડામાં બાઈક સ્લિપ થઈ અને દુર્ઘટના ઘટી મળતી વિગતો અનુસાર, મોટા વરાછા સ્થિત આવાસમાં રહેતો 18 વર્ષીય દીપ જીગ્નેશ પ્રજાપતિ ફેશન ડિઝાઇનરનો અભ્યાસ કરે છે અને તેના પિતા દરજીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આજે દીપ પોતાની બાઈક લઈને સરથાણાથી ઘરે જવા નીકળ્યો હતો. દરમિયાન સરથાણા રોડ પર સામેથી આવતા વાહનને બચાવવા જતાં વરસાદી પાણીથી ભરાયેલા ખાડામાં તેની બાઈક અચાનક સ્લિપ થઈ ગઈ હતી. દીપ નીચે પતકાતાં જ રોડ-ફૂટપાથ નજીક રહેલો લોખંડનો સળિયો તેના જમણા પગના પંજામાં આરપાર ઘૂસી ગયો હતો. સ્થાનિકોના નિષ્ફળ પ્રયાસ બાદ ફાયર બ્રિગેડે મોરચો સંભાળ્યો યુવકની ચીસાચીસ સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ પગમાંથી સળિયો બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સળિયો ઊંડે સુધી ઘૂસી ગયો હોવાથી તે નીકળ્યો નહોતો. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર ઓફિસર જગદીશભાઈ રત્નુ તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયરના જવાનોએ સ્પેશિયલ કટિંગ ટૂલ્સનો ઉપયોગ કરી આશરે એક કલાકની ભારે જહેમત બાદ ફૂટપાથ સાથે જોડાયેલો સળિયો કાપીને યુવકને મુક્ત કરાવ્યો હતો. ડોક્ટરોની ટીમે સફળ સર્જરી કરી સળિયો બહાર કાઢ્યો પગમાં ઘૂસેલા સળિયાના ટુકડા સાથે જ યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ પહોંચતાં જ તબીબોની ટીમે ઈમરજન્સીમાં ઓપરેશન થિયેટરમાં લઈને જટિલ સર્જરી હાથ ધરી હતી. તબીબોએ ભારે સાવચેતીપૂર્વક સફળ સર્જરી કરીને યુવકના પગમાંથી લોખંડનો સળિયો બહાર કાઢ્યો હતો. હાલ યુવકની સારવાર ચાલી રહી છે અને તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સરકારી શાળાઓમાં રમતગમતને પ્રોત્સાહન આપવા મોટો નિર્ણય:1,141 શાળામાં વ્યાયામ શિક્ષકોની ભરતી થશે, સમિતિ લાયકાત, ભરતીના માપદંડો સહિતના મુદ્દાઓ ચર્ચા કરશે
    Next Article
    જિલ્લા સરકારી હોસ્પિટલ વેરાવળ દ્વારા નિશુલ્ક નિરામય કેમ્પ:ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને અન્ય પ્રાથમિક તપાસ, મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment