Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશની પ્રથમ દરિયાઈ રેલ સુરંગ:નવી મુંબઈમાં જમીનથી 114 મીટર નીચે; 1200 લોકો કામમાં જોડાશે; બે બુલેટ ટ્રેનો એકસાથે પસાર થશે

    1 day ago

    નવી મુંબઈના સાવલીમાં દેશની પ્રથમ બુલેટ ટ્રેન માટે સમુદ્રની નીચે સુરંગ બનાવવામાં આવી રહી છે. આ કામ જમીનથી 114 મીટર નીચે ચાલી રહ્યું છે, એટલે કે આટલી ઊંડાઈ 35 માળની ઊંચી ઇમારત જેટલી છે. ભારે ગરમી અને ગૂંગળામણ વચ્ચે આશરે 1,200 મજૂરો અને એન્જિનિયરો દિવસ-રાત આ કામમાં જોડાયેલા છે. સાવલીથી શીલફાટા વચ્ચે 4.8 કિલોમીટર લાંબી સુરંગ પહેલેથી જ તૈયાર થઈ ચૂકી છે. હવે સમુદ્રની અંદર 7 કિલોમીટર લાંબી સુરંગ ખોદવામાં આવી રહી છે, જેના માટે 3,000 ટન વજનનું મશીન સતત ખોદકામ કરી રહ્યું છે. સામાન્ય રીતે મેટ્રોના આવાગમન માટે બે અલગ સુરંગો બનાવવામાં આવે છે, પરંતુ અહીં એક જ પહોળી સુરંગની અંદરથી બંને દિશાની બુલેટ ટ્રેનો પસાર થશે. સમુદ્રની નીચે ટ્રેનની ઝડપ 180થી 280 કિલોમીટર પ્રતિ કલાક રહેશે, જ્યારે બહાર આવતાની સાથે જ તે 320 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ઝડપ પકડી લેશે. ચીનથી આ જ વર્ષે માર્ચમાં મળી ટીબીએમ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનની 21 કિમી લાંબી ટનલનો સૌથી મહત્વપૂર્ણ ભાગ સાવલીથી વિક્રોલી (9.7 કિમી)નો છે. દરિયાઈ ટનલ આ જ ભાગનો મુખ્ય હિસ્સો છે. તેમાં 7 કિલોમીટરનો ભાગ સંપૂર્ણપણે પાણીના ઉપરના સ્તરથી 5થી 8 મીટર સુધી નીચે હશે. અહીં અત્યાર સુધીમાં 10% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. કામ મોડું શરૂ થયું, કારણ કે ચીનથી ટીબીએમ આ જ માર્ચમાં મળી હતી. દરિયાઈ ટનલ 30 મહિનામાં બની જવાની અપેક્ષા છે. ત્યાર બાદ બીકેસીથી વિક્રોલી (4.8 કિમી)નો રૂટ છે. તે 20 મહિનામાં બનશે. જ્યારે સાવલીથી શીલફાટા સુધીની 4.8 કિમી લાંબી ટનલ બની ચૂકી છે. પાણીનું દબાણ અને કંપન રોકવું મોટો પડકાર ઉપર વસાહત, નીચે સુરંગ: વિક્રોલીથી બીકેસી વચ્ચે ઇમારતો અને ફ્લાયઓવરને કંપનથી બચાવવા માટે ટીબીએમની ગતિ 4 આરપીએમ પર સેટ કરવામાં આવી છે. જમીન પર રિયલ-ટાઇમ સેટલમેન્ટ સેન્સર 24 કલાક હલચલો પર નજર રાખી રહ્યા છે. પાણીનું દબાણ: ભીની માટી અને ભારે જળદબાણને કારણે દરિયાઈ સુરંગમાં પાણી ભરાવાનું જોખમ છે. તેનાથી બચવા માટે 'સ્લરી બેઝ્ડ મિક્સ શીલ્ડ ટીબીએમ' ચલાવવામાં આવી રહી છે, જે માટી-પાણીના ઘટ્ટ મિશ્રણની મદદથી ખોદકામ કરી રહી છે. ધસી પડવાનો ભય: 13.6 મીટર વ્યાસવાળી વિશાળ ટનલ એનએટીએમ ટેક્નિકથી ખોદવામાં આવે તો તેના ધસી પડવાની આશંકા વધુ હતી. તેથી 'ટીબીએમ'થી ખોદકામની સાથે જ કૉંક્રિટ રિંગ સેગમેન્ટ્સ અને વોટરપ્રૂફ સીલિંગ લગાવવામાં આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ગૌહાટી શૂટઆઉટના આરોપીનું પોલીસ ફાયરિંગમાં મોત:અધિકારીની પિસ્તોલ છીનવવાનો પ્રયાસ કર્યો; હોટેલમાં 5 લોકોની હત્યાનો આરોપ હતો
    Next Article
    રચિતની અંતિમયાત્રામાં હૃદય દ્રાવક દ્રશ્યો સર્જાયા:અમદાવાદમાં અમેરિકાની IT કંપનીમાં આગને લીધે જીવ બચાવવા કુદેલા રાજકોટના યુવાનના મોતથી અરેરાટી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment