Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    11.34 લાખના ડ્રગ્સ સાથે રાજસ્થાન પોલીસનો ટ્રેઇની કમાન્ડો ઝડપાયો:ANTFની ટીમે મહેસાણા રેલવે સ્ટેશન પાસેથી બે શખસને 204.86 ગ્રામ MD સાથે પકડ્યાં

    10 hours ago

    ગુજરાત એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)ની ગાંધીનગર અને અમદાવાદ ઝોનની ટીમે સંયુક્ત ઓપરેશન પાર પાડીને મહેસાણા રેલવે સ્ટેશન સામેથી 204.86 ગ્રામ ગેરકાયદેસર મેફેડ્રોન ડ્રગ્સ સાથે રાજસ્થાન પોલીસનો કમાન્ડો અને ટ્રાવેલ્સ સંચાલકને ઝડપી પાડ્યા છે. જપ્ત કરાયેલા ડ્રગ્સ અને અન્ય સામગ્રી મળીને કુલ રૂ. 11,34,580નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જોધપુરના પ્રકાશ ઢાકા પાસેથી જથ્થો ખરીદ્યો હતો ઝડપાયેલા આરોપીઓમાં રાજસ્થાન પોલીસના મંડોર ટ્રેનિંગ સ્કૂલમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતો ભીખારામ દિપારામ સિયોલ (બિશ્નોઈ) અને મૂળ પાલીનો તથા હાલ બાપુનગરમાં ટ્રાવેલ્સનો ધંધો કરતો સુરજસિંગ પુરોહિત સામેલ છે. પ્રાથમિક તપાસમાં આ ડ્રગ્સનો જથ્થો જોધપુરના પ્રકાશ ઢાકા પાસેથી ખરીદ્યો હોવાનું અને સુરજસિંગ પોતાની ઓરા કારમાં મહેસાણા ખાતે આ જથ્થો મેળવવા આવ્યો હોવાનું બહાર આવ્યું છે. રૂ. 11.34 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે ઘટનાસ્થળેથી રૂ. 6,14,580ની કિંમતનું MD ડ્રગ્સ, રૂ. 5 લાખની ઓરા કાર, 3 મોબાઈલ ફોન અને ડિજિટલ વજન કાંટો જપ્ત કર્યો છે. FSL દ્વારા પદાર્થની ચકાસણી કરાતાં તે મેફેડ્રોન હોવાની પુષ્ટિ થઈ હતી. ANTFની ફરિયાદના આધારે બંને આરોપીઓ અને સપ્લાયર પ્રકાશ ઢાકા વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    457 વર્ષે બદલાયો દુનિયાનો નકશો:અમેરિકાનાં પેટમાં તેલ રેડાયું, સરહદ મુદ્દે ભારતે પાવર બતાવ્યો, હવે ગૂગલ મેપનું શું થશે? જાણો પાંચ ઇન્ટરેસ્ટિંગ વાત
    Next Article
    નાના-મોટા તળાવો પર મૂર્તિ વિસર્જન પ્રતિબંધ:ગણેશ ચતુર્થી નિમિત્તે બોરતળાવ સહિત શહેરના 17 તળાવો અને વોટર બોડીમાં મૂર્તિ વિસર્જન પર સંપૂર્ણ પ્રતિબંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment