Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1125 કરોડની ટેન્સાઇલ જમીનનો વિવાદ:ફરિયાદીએ રાજ્ય પોલીસ વડાને પત્ર લખીને CID તપાસની માંગ કરી, પોલીસ કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા, ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન કરવાની પણ ચીમકી ઉચ્ચારી

    16 hours ago

    વડોદરા શહેરના ટેન્સાઇલ જમીન પ્રકરણમાં સામસામે નોંધાયેલી ફરિયાદોમાં પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવીને 75 વર્ષીય સિનિયર સિટીઝન ફરિયાદીએ રાજ્ય પોલીસ વડા સમક્ષ તપાસ CIDને સોંપવા માટે માંગ કરી છે અને ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તાર આવેલ કૃષ્ણવેલી ફ્લેટ્સમાં રહેતા ટેન્સાઇલ સ્ટીલ કંપનીના પૂર્વ ડિરેક્ટર કિશોર જગજીવનદાસ સુરતવાલાએ ડીજીપીને કરેલી અરજીમાં કહ્યું છે કે, ટેન્સાઇલના સંજય વલ્લભદાસ પટેલે મારી સામે ફરિયાદ કરતા ક્રાઇમ બ્રાન્ચે તરત જ ફરિયાદ નોંધીને મારી ધરપકડ કરી હતી. કોર્ટે મને જામીન આપ્યા હતા અને સંજય પટેલ સામે મેં આપેલી અરજી બાબતે પોલીસે કોઇ કાર્યવાહી નહીં કરતાં મારી FIR નોંધવા માટે પોલીસને આદેશ આપ્યો હતો. જેથી પોલીસને સંજય પટેલ સામે ફરિયાદ નોંધવી પડી હતી, પરંતુ પોલીસે મારી સામે જે રીતે કાર્યવાહી કરી તે રીતે સંજય પટેલ અને અન્ય લોકો સામે પગલાં લેતી નથી. જેથી તેઓ છૂટથી ફરી રહ્યા છે. હું જ્યારે પણ પોલીસ પાસે રજૂઆત કરું છું ત્યારે મને કોઇને કોઇ બહાના બતાવવામાં આવે છે. મને શંકા છે કે પોલીસ દબાણ કરીને સમાધાન કરાવશે અથવા તો સંજયની ફરિયાદમાં ચાર્જશીટ રજૂ કરી દેશે. જેથી મને જો કાંઇ પણ થઇ જાય તો તેની જવાબદારી સંજય પટેલ, જીગ્નેશ દેસાઇ, ધર્મેશ અમીન અને પિન્કેશ રાયની રહેશે અને આરોપીઓ વિરુધ્ધ કાર્યવાહી કરવામાં નહી આવે તો મારે ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન કરવાની ફરજ પડશે. શું છે મામલો ટેન્સાઈલ સ્ટીલ લિમિટેડ કંપનીની માંજલપુર સ્થિત 10 લાખથી વધુ ચોરસ ફૂટ રૂ.1125 કરોડની જમીનનો વિવાદ થયો હતો. વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી ટેન્સાઈલ સ્ટીલ લિમિટેડ કંપનીની કિંમતી જમીનને લઈને મોટા કૌભાંડ બહાર આવ્યું હતું. બનાવટી દસ્તાવેજો તૈયાર કરી કરોડોની જમીન ગેરકાયદે લીઝ પર આપવાનો તેમજ ધમકીઓ આપીને પચાવી પાડવાનો પ્રયાસ કર્યાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. કંપનીના પ્રમોટર ડિરેક્ટર સંજય પટેલે પૂર્વ ડિરેક્ટર અમિત શાહ, બિલ્ડર ભાવેશ અમીન સહિત 8 લોકો સામે ડીસીબી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ક્રિમિનલ તપાસ કરીને ફરિયાદ નોંધવાનો હુકમ કર્યો હતો. જેને પગલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે બિલ્ડર સંજય પટેલ, ધર્મેશ અમીન, પિંકેશ રાય, જીગ્નેશ દેસાઈ સામે ફરિયાદ નોંધી હતી. જ્યારે તપાસ માંજલપુર પીઆઇ કે.એચ.ચૌધરીને સોંપી હતી. જોકે આ ચારેય આરોપીની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. જેને પગલે CBI તપાસની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    રાહુલનો સરકારને સવાલ- મહિલા અનામત લાગુ કેમ ન કર્યું?:આને સીમાંકન સાથે કેમ જોડી રહ્યા છો; કેન્દ્ર લોકસભા બેઠકો વધારીને આને લાગુ કરવા ઇચ્છે છે
    Next Article
    કપરાડામાં બોગસ ડૉક્ટર ઝડપાયો:વાલવેરી ફાટક પાસે ચાલતા ક્લિનિક પર દરોડો; ₹53 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment