Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલનો સરકારને સવાલ- મહિલા અનામત લાગુ કેમ ન કર્યું?:આને સીમાંકન સાથે કેમ જોડી રહ્યા છો; કેન્દ્ર લોકસભા બેઠકો વધારીને આને લાગુ કરવા ઇચ્છે છે

    18 hours ago

    રાહુલ ગાંધીએ શનિવારે કહ્યું કે મહિલા અનામત બિલ 2023માં જ સંસદમાંથી સર્વસંમતિથી પસાર થઈ ચૂક્યું છે અને કોંગ્રેસે તેને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. પરંતુ ત્રણ વર્ષ પછી પણ કાયદો લાગુ કર્યો નથી. રાહુલ ગાંધીએ કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુને સવાલ કર્યો કે મહિલા અનામત કાયદાને લાગુ કરવામાં વિલંબ શા માટે થઈ રહ્યો છે અને તેને સીમાંકન સાથે શા માટે જોડવામાં આવી રહ્યો છે. તેમણે સરકારને 2023માં પસાર થયેલા કાયદાને કોઈપણ શરત વિના લાગુ કરવાની માગ કરી. મહિલાઓને અનામત ન મળવાનો મુદ્દો વિપક્ષ ઉઠાવતો રહ્યો છે અને તેને સંપૂર્ણપણે લાગુ કરવાની વાત કરતો રહ્યો છે. જ્યારે સરકાર સીમાંકનથી લોકસભા બેઠકો વધારીને તેને લાગુ કરવાની વાત કહી રહી છે. રાહુલે ભારતીય મહિલાઓના હકને લઈને નિવેદન આપ્યું હકીકતમાં, રાહુલે શુક્રવારે એક વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે ભારતની મહિલાઓને પોતાને વ્યક્ત કરવાની, કલ્પના કરવાની મંજૂરી નથી. કોઈ પણ દેશ ત્યાં સુધી સફળ થઈ શકતો નથી જ્યાં સુધી ત્યાંની મહિલાઓ પોતાને વ્યક્ત ન કરે. રિજિજુએ તેમના નિવેદન પર જવાબ આપતા લખ્યું હતું કે આ કોંગ્રેસ તરફથી એક પોઝિટિવ મેસેજ લાગે છે. રાહુલના મનમાં મહિલાઓને લઈને બદલાવ આવ્યો છે. આશા છે કે કોંગ્રેસ કોઈ પણ શરત વિના મહિલા આરક્ષણ બિલનું સમર્થન કરશે. મહિલા અનામત બિલ સાથે જોડાયેલો આખો મામલો, 4 પોઇન્ટ્સમાં સમજો… મહિલા આરક્ષણ સાથે સંબંધિત નારી શક્તિ વંદન અધિનિયમ 2023માં સંસદમાંથી પસાર થયો હતો. તેનો ઉદ્દેશ્ય લોકસભા અને રાજ્ય વિધાનસભામાં મહિલાઓ માટે એક તૃતીયાંશ બેઠકો (33%) અનામત રાખવાનો છે. આનાથી સંબંધિત સુધારા બિલ પર ચર્ચા પહેલાં 16 એપ્રિલે તેને લાગુ કર્યો હતો. કાયદો લાગુ થયા છતાં સંસદ અને રાજ્ય વિધાનસભામાં મહિલાઓને 33% આરક્ષણ તરત નહીં મળે. 2023ના કાયદા મુજબ, આ 2027ની વસ્તી ગણતરી અને તેના આધારે થનારા સીમાંકન પછી જ લાગુ કરી શકાશે. આ માટે સરકાર બંધારણ (131મો સુધારો) વિધેયક 2026, સીમાંકન વિધેયક 2026 અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા સુધારા વિધેયક 2026 બિલ પસાર કરાવવા માગે છે. સીમાંકન સુધારા બિલ હેઠળ, સરકાર લોકસભા બેઠકોની સંખ્યા 543 થી વધારીને 816 કરવાની યોજના બનાવી રહી છે. ત્યારબાદ લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને 33% અનામત આપવામાં આવશે. -------------------------------------- આ સમાચાર પણ વાંચો… 'દાળમાં કંઈક કાળું નથી, પણ આખી દાળ જ કાળી છે': રાહુલ ગાંધીએ કારની ટાંકી ખોલી E20 પેટ્રોલ પર સવાલો ઉઠાવ્યા, કહ્યું- આ કાર-સ્કૂટર ખરાબ કરી રહ્યું છે રાહુલ ગાંધીએ 7 ઓગસ્ટે 53 સેકન્ડનો વીડિયો પોસ્ટ કરીને E20-પેટ્રોલ પર સવાલો ઉઠાવ્યા. આમાં રાહુલ કારની પેટ્રોલ ટાંકી ખોલતા જોવા મળ્યા. ઢાંકણું ઉઠાવીને અંદર જોયું અને કહ્યું કે સામાન્ય રીતે આપણે કહીએ છીએ કે દાળમાં કંઈક કાળું છે, પણ અહીં તો આખી દાળ જ કાળી છે. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    દિલ્હી-NCRમાં વરસાદ, પાર્કિંગની દીવાલ ધસી પડી, 8 ગાડીઓ દબાઈ:ગાડીઓ ફસાઈ, જામ થયો; વરસાદ-લેન્ડસ્લાઇડના કારણે અમરનાથ યાત્રા જમ્મુમાં રોકાઈ
    Next Article
    1125 કરોડની ટેન્સાઇલ જમીનનો વિવાદ:ફરિયાદીએ રાજ્ય પોલીસ વડાને પત્ર લખીને CID તપાસની માંગ કરી, પોલીસ કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા, ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન કરવાની પણ ચીમકી ઉચ્ચારી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment