Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કપરાડામાં બોગસ ડૉક્ટર ઝડપાયો:વાલવેરી ફાટક પાસે ચાલતા ક્લિનિક પર દરોડો; ₹53 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

    17 hours ago

    વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વાલવેરી ફાટક પાસે ભાડાના મકાનમાં ડિગ્રી કે લાયસન્સ વગર ક્લિનિક ચલાવતા એક બોગસ ડૉક્ટરને પોલીસે ઝડપી પાડ્યો છે. કપરાડા પોલીસે PHC ની ટીમને સાથે રાખી દરોડો પાડી ₹53,751 ની કિંમતની દવાઓ અને સાધનો જપ્ત કર્યા છે. બાતમીના આધારે ક્લિનિક પર પાડ્યો દરોડો જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી પેટ્રોલિંગમાં રહેલી કપરાડા પોલીસ ટીમના હેડ કોન્સ્ટેબલ આશિષભાઈને વાલવેરી ફાટક નજીક ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસ અંગે બાતમી મળી હતી. જેના આધારે પોલીસે રોહીયાળ જંગલ PHC ના મેડિકલ ઓફિસર અને ફાર્માસિસ્ટ સાથે રાખી ક્લિનિક પર દરોડો પાડ્યો હતો. ઉત્તર પ્રદેશના કાનપુરનો રહેવાસી ઝડપાયો તપાસ દરમિયાન કોઈપણ જાતની લાયકાત વિના એલોપેથીક સારવાર આપતો જય કરન રામચંદ્ર પ્રજાપત નામનો શખ્સ સ્થળ પરથી પકડાયો હતો. આરોપી મૂળ ઉત્તર પ્રદેશના કાનપુર નગર જિલ્લાના ઘાટમપુર તાલુકાના ભટપુરવા સામુહીનો રહેવાસી છે. 31 પ્રકારની દવાઓ અને સાધનો જપ્ત દરોડા દરમિયાન ક્લિનિકમાંથી 31 પ્રકારની એલોપેથીક દવાઓ અને તબીબી સાધનો મળી કુલ ₹53,751.20 નો મુદ્દામાલ કબજે કરાયો હતો. આરોપી પાસે તબીબી પ્રેક્ટિસ માટેનું કોઈ લાયસન્સ ન હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી આ અંગે કપરાડા પોલીસ સ્ટેશનમાં BNS-2023ની કલમ 125 અને મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    1125 કરોડની ટેન્સાઇલ જમીનનો વિવાદ:ફરિયાદીએ રાજ્ય પોલીસ વડાને પત્ર લખીને CID તપાસની માંગ કરી, પોલીસ કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા, ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન કરવાની પણ ચીમકી ઉચ્ચારી
    Next Article
    Assam Police Seizes Elephant Tusks Worth Rs 6 Lakh, 2 Arrested

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment