Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ત્રણ નવી નક્કોર 112-જનરક્ષક ગાડીઓ એકબીજા સાથે ભટકાઈ:રૂટ માર્ચ દરમિયાન કોબા સર્કલ નજીક અકસ્માત, સવારે લોકાર્પણથી શરૂ થયેલ અકસ્માતનો સિલસિલો યથાવત

    3 days ago

    રાજ્યના નાગરિકોની સુરક્ષા અને આપાતકાલીન સ્થિતિમાં ઝડપી સહાય પૂરી પાડવાના દાવાઓ સાથે શરૂ કરાયેલી ‘112-જનરક્ષક’ સેવા માટે આજે શરુઆતનો દિવસ જ ભારે કમનસીબ સાબિત થયો છે. એક તરફ ગૌરવપૂર્ણ વાતાવરણમાં નવી નક્કોર ગાડીઓને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવી રહી હતી.તો બીજી તરફ આ જનરક્ષક વાહનોની જાણે માઠી દશા બેઠી હોય તેમ એક જ દિવસમાં ગાંધીનગરમાં જુદી-જુદી જગ્યાએ અકસ્માતોની હારમાળા સર્જાતાં ભારે ચર્ચા સાથે ખળભળાટ મચી ગયો છે. સવારે 500 જનરક્ષક વાહનોનું લોકાર્પણ આજે ગાંધીનગરના નવા સચિવાલય ખાતે અદ્યતન 500 જનરક્ષક વાહનોના લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ પહેલા તમામ વાહનોને સેક્ટર-11 સ્થિત રામકથા મેદાન ખાતે રાખવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રીઓ, રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક તેમજ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અરુણકુમાર સોલંકી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આધુનિક CAD સિસ્ટમ અને પેનિક બટનથી સજ્જ આ વાહનો મારફતે ઇમરજન્સી રિસ્પોન્સ ટાઇમ ઘટાડીને 8 મિનિટથી પણ ઓછો કરવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો. સેક્ટર-11ના BSNL રોડ પર સવારે જનરક્ષક ગાડીનો અકસ્માત જોકે સત્તાવાર ઈવેન્ટ પૂર્ણ થઈ અને હજુ તો વીઆઈપી મૂવમેન્ટ ચાલુ જ હતી તે જ અરસામાં સેક્ટર-11ના BSNL રોડ પર નવી નક્કોર જનરક્ષક ગાડીનો અકસ્માત સર્જાયો હતો. સુરક્ષા અને ઝડપી મદદની ગુલબાંગો વચ્ચે જ હાઈપ્રોફાઈલ સ્થળની સાવ નજીક અકસ્માત થતાં ત્યાં એકઠા થયેલા રાહદારીઓ અને નાગરિકોમાં ભારે આશ્ચર્ય જોવા મળ્યું હતું. જોકે ફરજ પરના કર્મચારીઓએ તુરંત અકસ્માતગ્રસ્ત ગાડીને રોડ સાઈડ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. રાતે 112-જનરક્ષક ગાડીઓ એકબીજા સાથે ભટકાઈ હજી તો આ ઘટનાની શાહી સુકાઈ નથી એવામાં ચોઘડિયું માઠું બેઠું હોય એમ 112 જન રક્ષકના વધુ ત્રણ વાહનોનો અકસ્માત થયાનો વિડિઓ સામે આવ્યો છે. સવારની ઘટનાથી તંત્ર હજુ સરખું સંભાળાય તે પહેલાં તો મોડી રાતે આ ઇમરજન્સી સેવા માટે વધુ એક વિવાદ સામે આવ્યો હતો. ગાંધીનગરથી કોબા સર્કલ તરફ જતાં આશરે 500 મીટરના અંતરે એકસાથે ત્રણ નવી નક્કોર 112-જનરક્ષક ગાડીઓ એકબીજા સાથે ભટકાઈ હોવાનો વિડિયો સામે આવ્યો છે. એકસાથે ત્રણ વાહનોના અકસ્માતને કારણે માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જ્યાં જનરક્ષકના કર્મચારીઓ પોતે જ વાહનો ખસેડી ટ્રાફિક હળવો કરાવતા નજરે પડ્યા હતા. આ ઘટના અંગે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના પીઆઈ વિશાલ શાહે જણાવ્યું હતું કે, કંટ્રોલરૂમ કે પોલીસ સ્ટેશન ખાતે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર વર્ધી આવી નથી. ઉલ્લેખનીય છેકે લોકાર્પણના પ્રથમ દિવસે જ બનેલી આ ઘટનાઓથી જનરક્ષકની કામગીરી શરૂ થાય તે પહેલાં જ તેની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદ પોક્સો કોર્ટે 3 આરોપીને 20 વર્ષની સજા ફટકારી:15 વર્ષની સગીરા પર દુષ્કર્મમાં કોર્ટે દોષિત ઠેરવી વળતરનો આદેશ કર્યો
    Next Article
    ગઢડામાં છકડો રિક્ષાથી મિક્સર છૂટું પડ્યું:રોડ પર બેકાબૂ દોડ્યું, મોટી દુર્ઘટના ટળી, CCTVમાં કેદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment