Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ​ભગવાન પરશુરામ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી:111 કુંડી મહાવિષ્ણુ યાગ અને ભવ્ય શોભાયાત્રામાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર

    11 hours ago

    આજે અખાત્રીજ અને ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે જૂનાગઢમાં ભક્તિ અને સંગઠનનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. સમસ્ત બ્રહ્મ સમાજ અને બ્રહ્મ યુવા સંગઠન દ્વારા આ પવિત્ર દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર શહેર 'જય પરશુરામ'ના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. દિવ્ય પ્રસંગના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા આ ઉજવણીના ભાગરૂપે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા 111 કુંડી મહાવિષ્ણુ યાગનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે યોજાયેલા આ યજ્ઞમાં બ્રહ્મ અગ્રણીઓએ આહુતિ આપી વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી હતી. આ દિવ્ય પ્રસંગના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. આ યાત્રામાં હજારો ભૂદેવો જોડાયા હતા યજ્ઞની પૂર્ણાહુતિ બાદ ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સુશોભિત રથ, પરંપરાગત વેશભૂષામાં સજ્જ યુવાનો અને ડીજેના તાલે નીકળેલી આ યાત્રામાં હજારો ભૂદેવો જોડાયા હતા. શહેરના મુખ્ય માર્ગો પર નીકળેલી આ શોભાયાત્રા પર વિવિધ સામાજિક અને હિન્દુ સંગઠનો દ્વારા પુષ્પવર્ષા કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા જ્યારે આઝાદ ચોક પહોંચી ત્યારે જૂનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક દ્વારા તેનું ઉષ્માભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. બ્રહ્મ અગ્રણી જયદેવભાઈ જોશીએ આ તકે જણાવ્યું હતું કે, રઘુવંશી અગ્રણી ડોલરભાઈ કોટેચા ખાસ અમદાવાદથી પોતાની જવાબદારીઓ છોડીને આ પ્રસંગે હાજર રહ્યા તે સમાજ માટે ગૌરવની વાત છે. અખાત્રીજના પવિત્ર દિવસે ભૂદેવોના આશીર્વાદ મેળવીને હું ધન્યતા અનુભવું છું રઘુવંશી અગ્રણી ડોલરભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે, અખાત્રીજના પવિત્ર દિવસે ભૂદેવોના આશીર્વાદ મેળવીને હું ધન્યતા અનુભવું છું. બ્રહ્મ સમાજ દ્વારા આટલું સુંદર આયોજન ખરેખર પ્રશંસનીય છે. આ કાર્યક્રમે જૂનાગઢમાં સામાજિક એકતા અને ધાર્મિક શ્રદ્ધાના દર્શન કરાવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    આકરા તાપ વચ્ચે કમોસમી વરસાદની આગાહી:મેવાણીને વિરોધના કારણે સભાસ્થળ બદલવું પડ્યું, ભાજપના વિરોધમાં અઢી લાખ રઘુવંશીઓ
    Next Article
    શેરીમાં બાઈક રાખવાની બાબતે વૃદ્ધા પર હુમલો:સેઢાવાદર ગામમાં રહેતા વૃદ્ધા અને તેના પૌત્રને ઢીકાપાટુનો મારમારી ઈજાઓ પહોંચાડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment