Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેરીમાં બાઈક રાખવાની બાબતે વૃદ્ધા પર હુમલો:સેઢાવાદર ગામમાં રહેતા વૃદ્ધા અને તેના પૌત્રને ઢીકાપાટુનો મારમારી ઈજાઓ પહોંચાડી

    9 hours ago

    ભાવનગરના સેઢાવદર ગામના મફતનગર વિસ્તારમાં પાર્કિંગ કરવા જેવી સામાન્ય બાબતે થયેલી જૂની તકરારનું પરિણામ એક વૃદ્ધા અને તેમના પૌત્ર પર હુમલાના સ્વરૂપમાં સામે આવ્યું છે. શેરીમાં મોટરસાયકલ રાખવા બાબતે ચાલી આવતા વિવાદમાં એક શખ્સે વૃદ્ધા અને તેમના પૌત્રને માર મારી પથ્થરમારો કરતા વૃદ્ધાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર મામલે વરતેજ પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ફરિયાદી વૃદ્ધા ચોથીબેન હરિભાઈ ચભાડના જણાવ્યા અનુસાર, આશરે ત્રણ મહિના પહેલા તેમના પૌત્ર બ્રિજેશ સાથે શેરીમાં મોટરસાયકલ પાર્ક કરવા બાબતે ગામમાં જ રહેતા બીપીન સાજણભાઈ ચભાડ સાથે ઝઘડો થયો હતો. તે સમયે વૃદ્ધાના પુત્ર રામાભાઈએ બીપીનને ઠપકો આપ્યો હતો, જેની દાઝ આરોપી બીપીને મનમાં રાખી હતી. ઘરે આવીને કર્યો હુમલો તા. 15 એપ્રિલના રોજ જ્યારે વૃદ્ધા ચોથીબેન અને તેમનો પૌત્ર ઘરે હતા, ત્યારે આરોપી બીપીન ત્યાં આવી પહોંચ્યો હતો. આરોપીએ આવતાની સાથે જ વૃદ્ધા અને તેમના પૌત્ર સાથે ઝઘડો શરૂ કર્યો હતો અને તેમને ઢીકા-પાટુનો મુંઢમાર માર્યો હતો. આટલું જ નહીં, આરોપીએ જતાં-જતાં વૃદ્ધાને ધમકી આપી હતી કે “જો ફરી શેરીમાં ગાડી રાખી છે તો જોઈ લઈશ” અને ત્યારબાદ ફળિયામાં પડેલો પથ્થર વૃદ્ધા પર ફેંકતા તેમને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટના બાદ ઈજાગ્રસ્ત વૃદ્ધાને તાત્કાલિક સારવાર અર્થે વરતેજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વૃદ્ધાએ વરતેજ પોલીસ મથકે આરોપી બીપીન સાજણભાઈ ચભાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 115(2), 352, 351(1) અને 125 મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ​ભગવાન પરશુરામ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી:111 કુંડી મહાવિષ્ણુ યાગ અને ભવ્ય શોભાયાત્રામાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
    Next Article
    PBKS vs LSG LIVE Score, IPL 2026: LSG Sweat Over Rs 27 Crore Star's Fitness, Face Unbeaten Punjab Kings

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment