Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રમિકો માટે હેલ્થ કેમ્પ, 110 શંકાસ્પદ શ્રમિકોનું એક્સ-રે સ્ક્રીનિંગ:ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 અંતર્ગત ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની પણ તપાસ થઈ

    10 hours ago

    ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ અને આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ નિમિત્તે દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એક વિશેષ પહેલ કરવામાં આવી હતી. 'ટીબી મુક્ત ભારત અભિયાન 2.0' અંતર્ગત દાહોદ તાલુકાના ખરેડી GIDC અને રાણાપુરના ઈંટના ભટ્ટા વિસ્તારોમાં શ્રમિકોના સ્વાસ્થ્ય માટે આરોગ્ય તપાસ શિબિરનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં ખાસ કરીને જોખમ ધરાવતા શ્રમિક વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા ક્ષય અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ થયું હતું. કેમ્પની મુખ્ય વિશેષતા મોબાઈલ ટીબી એક્સ-રે વાન હતી, જેના દ્વારા સ્થળ પર જ શ્રમિકોની તપાસ શક્ય બની. દિવસ દરમિયાન ખરેડી GIDC અને ઈંટના ભટ્ટા પર કામ કરતા કુલ 110 શંકાસ્પદ લાભાર્થીઓના એક્સ-રે કરવામાં આવ્યા હતા. આનો હેતુ ટીબીના લક્ષણો ધરાવતા વ્યક્તિઓની વહેલી ઓળખ કરી યોગ્ય સારવાર આપવાનો હતો. માત્ર ટીબી જ નહીં, પરંતુ શ્રમિકોના સર્વાંગી સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ શિબિરમાં અન્ય જીવનશૈલી સંબંધિત રોગોની પણ તપાસ કરાઈ હતી. આરોગ્ય કર્મચારીઓ દ્વારા શ્રમિકોનું હિમોગ્લોબિન (HB), ડાયાબિટીસ (બ્લડ સુગર), બ્લડ પ્રેશર અને HIV જેવી બીમારીઓનું નિદાન કરવામાં આવ્યું. આ વ્યાપક તપાસનો મુખ્ય ઉદ્દેશ્ય શ્રમિકોને સમયસર સારવાર મળે અને ભવિષ્યમાં થતી ગંભીર બીમારીઓથી બચાવી શકાય તે છે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર જીતેન્દ્ર લબાનાના નેતૃત્વમાં એક મોટી ટીમ કાર્યરત હતી. જેમાં તાલુકા ટીબી સ્ટાફ, પી.એચ.સી. સુપરવાઇઝર, એફ.એચ.ડબલ્યુ (FHW), એમ.પી.એચ.ડબલ્યુ (MPHW), આશા બહેનો અને અન્ય આરોગ્ય કર્મીઓએ શ્રમિકોની નોંધણીથી લઈને તપાસ સુધીની પ્રક્રિયામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. આગામી સમયમાં પણ આવા કેમ્પો દ્વારા છેવાડાના માનવી સુધી આરોગ્ય સુવિધાઓ પહોંચાડવાનું આયોજન છે, જે એક સ્વસ્થ અને રોગમુક્ત સમાજના નિર્માણમાં મહત્વનું યોગદાન આપશે.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠા SPએ કમાન્ડોને પોતાની ખુરશી પર બેસાડી સન્માન્યા:નિવૃત્તિ વિદાય સમારંભમાં અધિકારી-કર્મચારી વચ્ચેનો ભેદભાવ તોડ્યો
    Next Article
    મીઠાપુર પોલીસે સોના-ચાંદીના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલ્યો:આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયો, કુલ ₹1.04 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment