Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મીઠાપુર પોલીસે સોના-ચાંદીના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલ્યો:આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયો, કુલ ₹1.04 લાખનો મુદ્દામાલ જપ્ત

    8 hours ago

    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મીઠાપુર પોલીસે સોના-ચાંદીના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલી એક આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ ₹1,04,685નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ચોરીની આ ઘટના 28 ઓગસ્ટ, 2025ના રોજ બની હતી. એક રહેણાંક મકાનનું તાળું તોડીને અજાણ્યા ઈસમ દ્વારા સોના-ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી હતી. રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અને જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ મીઠાપુર પોલીસે આ ગુનાની ગંભીરતાથી તપાસ હાથ ધરી હતી. મીઠાપુર પોલીસ સ્ટેશનના PI એસ.આર. ખરાડીના માર્ગદર્શન હેઠળ PSI એમ.આર. બારડ અને સર્વેલન્સ સ્ટાફે બનાવ સ્થળ આસપાસના સીસીટીવી કેમેરા તપાસ્યા હતા. સ્થાનિકોની પૂછપરછ, ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ આગળ વધી. તપાસ દરમિયાન સર્વેલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ. મહીરાજદાન એમ. ગઢવી અને પો.કોન્સ. જયપાલસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાને ચોક્કસ ખાનગી માહિતી મળી હતી. આ માહિતીના આધારે પોલીસે જાસિન જાકુભાઈ સોરા (ઉંમર આશરે 19 વર્ષ, રહે. ઇન્દિરા નગર, આરંભડા) નામના આરોપીને ઝડપી પાડ્યો. આરોપી જાસિન સોરાએ પોતાના રહેઠાણે ચોરાયેલ મુદ્દામાલ સંતાડ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેની પાસેથી ચોરીમાં ઉપયોગ કરાયેલ હથિયાર, તૂટેલું તાળું અને ચોરાયેલા દાગીના જપ્ત કર્યા. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં આશરે 9.450 ગ્રામ સોનાની પાંદળી વાળી બુટ્ટી અને આશરે 140 ગ્રામ ચાંદીના દાગીનાનો સમાવેશ થાય છે. આ મુદ્દામાલની કુલ કિંમત આશરે ₹1,04,685 અંદાજવામાં આવી છે. આ કામગીરીમાં PI એસ.આર. ખરાડી, PSI એમ.આર. બારડ, ASI મુકેશભાઈ એસ. વાઘેલા, ASI ભાવેશભાઈ બી. સાગઠીયા, ASI નરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજા, પો.હેડ.કોન્સ. મહીરાજદાન એમ. ગઢવી, પો.કોન્સ. જયપાલસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, પો.કોન્સ. ધર્મદીપસિંહ જાડેજા, પો.કોન્સ. સુનીલભાઈ સોમૈયાભાઈ માણેક અને પો.કોન્સ. નરેશભાઈ રાજુભાઈ ચાસીયા સહિતના સ્ટાફે ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    શ્રમિકો માટે હેલ્થ કેમ્પ, 110 શંકાસ્પદ શ્રમિકોનું એક્સ-રે સ્ક્રીનિંગ:ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 અંતર્ગત ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની પણ તપાસ થઈ
    Next Article
    Drift Exploit Claims Its First Victim as DeFi Protocol Carrot Shuts Down

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment