Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં અવની ચોકડી પાસે દબાણ હટાવો ઝુંબેશ:11 લારીધારકોને ₹2,200નો દંડ, લારી જપ્ત કરવાની ચેતવણી

    12 hours ago

    મોરબી શહેરમાં જાહેર માર્ગો પરના દબાણો હટાવવા મહાનગરપાલિકાની દબાણ શાખાએ કડક કાર્યવાહી શરૂ કરી છે. આ અંતર્ગત આજે અવની ચોકડી પાસે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન અવની ચોકડી આસપાસ જાહેર માર્ગો પર લારીઓ ઉભી રાખી દબાણ કરનારા 11 લારીધારકો સામે કાર્યવાહી કરવામાં આવી. તેમને કુલ ₹2,200નો દંડ ફટકારવામાં આવ્યો હતો અને રસ્તા પરના દબાણો દૂર કરાવવામાં આવ્યા હતા. અગાઉ લારીધારકોને સમજાવીને દબાણ દૂર કરાવવામાં આવતું હતું, પરંતુ વારંવાર દબાણ થતાં હવે દંડની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ જાહેર માર્ગો પર ટ્રાફિક અને રાહદારીઓની અવરજવર સરળ બનાવવાનો છે. મહાનગરપાલિકાની દબાણ શાખાએ ચેતવણી આપી છે કે, જો આગામી દિવસોમાં ફરીથી આ જ સ્થળે દબાણ કરવામાં આવશે તો માત્ર દંડ જ નહીં, પરંતુ લારીઓ જપ્ત કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. પાલિકાની આ કડક કાર્યવાહીને પગલે અવની ચોકડી વિસ્તારમાં દબાણ કરતા લારીધારકોમાં ફફડાટ જોવા મળ્યો છે. જાહેર માર્ગો પરના દબાણો દૂર કરવાની આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ યથાવત રહે તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં 'રિમઝિમ મલ્હાર-2026' કાર્યક્રમ યોજાયો:ધ્વનિ સંગીત પરિવારે યુનિવર્સિટી હોલમાં વર્ષાગીતો રજૂ કર્યા
    Next Article
    'હું અત્યારે જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી છું':ભગંદરના ઓપરેશન બાદ વૃદ્ધા કાયમી પથારીવશ થયા, વ્યાજે લઈને 11 લાખનો ખર્ચ કર્યો; જૂનાગઢમાં પરિવારનો આક્ષેપ​

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment