Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાઇકોર્ટનો મેરામણ પરમાર અપમૃત્યુના 11 આરોપીઓની ધરપકડ પર સ્ટે:₹153 કરોડની વ્યાજખોરી અને ખંડણી કેસમાં આગોતરા જામીન અરજી પર 16 ડિસેમ્બરે સુનાવણી, સુસાઈડ નોટના આધારે ફરિયાદ

    12 hours ago

    ગુજરાતમાં ચકચાર જગાવનાર રૂપિયા 153 કરોડથી વધુની વ્યાજખોરી અને ખંડણી વસૂલાતના ગંભીર મામલામાં ગુજરાત હાઇકોર્ટે આરોપીઓની આગોતરા જામીન અરજી પર સુનાવણી હાથ ધરી મોટો આદેશ આપ્યો છે. કોર્ટે આ કેસમાં સંડોવાયેલા તમામ 11 આરોપીઓની ધરપકડ ઉપર હાલ પૂરતો સ્ટે ફરમાવી દીધો છે, જેના પગલે આરોપીઓને મોટી રાહત મળી છે. મૃતક મેરામણપરમારના રહસ્યમય અવસાનથી શરૂ થયો વિવાદ પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 10 જાન્યુઆરી 2025ના રોજ મેરામણ પરમારને કે.ડી. હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં લઈ જવામાં આવ્યા હતા. ડેથ સમરી મુજબ કાર્ડિયાક અરેસ્ટ તથા હૃદય સંબંધિત જટિલતાઓને કારણે તેમનું અવસાન થયું હતું. આ મામલે લાંબા સમય બાદ 27 ઓગસ્ટ 2026ના રોજ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, જ્યારે અગાઉ 31 જાન્યુઆરી 2025ના રોજ પણ કેટલીક વ્યક્તિઓના નામ સાથે ગાંધીનગર પોલીસમાં ફરિયાદ નોંધવા માટે અરજી થઈ હતી. સુસાઈડ નોટ અને પ્રોપર્ટી વિવાદના મુખ્ય મુદ્દાઓ પ્રોસિક્યુશન દ્વારા 29 ડિસેમ્બર 2024 અને 2 જાન્યુઆરી 2025ની સુસાઈડ નોટ્સને આધાર બનાવવામાં આવ્યો છે, જે 21 જાન્યુઆરી 2025ના રોજ મળી આવી હતી. આ નોટ્સમાં વ્યાજખોરી અને નાણાકીય લેવડદેવડ બાબતે હેરાનગતિના આક્ષેપો કરાયા છે. જો કે, તપાસના દસ્તાવેજો દર્શાવે છે કે મૃતક અને તેમના પરિવાર દ્વારા રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજો કરવામાં આવ્યા હતા, તેમજ ધીરાણ કરેલી રકમ અને પ્રોપર્ટી બાબતે દીવાની (સિવિલ) દાવાઓ પણ અગાઉથી દાખલ થયેલા છે. ખાસ કરીને, મહિલાઓને ફરિયાદમાં આરોપી બનાવવામાં આવી છે પરંતુ સુસાઈડ નોટમાં તેમના નામો દર્શાવેલા નથી અને તેઓ માત્ર મૃતક પાસેથી મિલકત ખરીદનાર તરીકેની ભૂમિકામાં છે. હાઇકોર્ટમાં મજબૂત રજૂઆતો અને આગામી તારીખ બંને પક્ષની દલીલોને ધ્યાને રાખીને નામદાર ગુજરાત હાઈકોર્ટે પ્રાથમિક તબક્કે અરજદારોને ધરપકડ સામે વચગાળાનું રક્ષણ આપ્યું છે અને આગામી તારીખ સુધી કોઈ કડક પગલાં ન લેવા આદેશ કર્યો છે. આ કેસની હવે પછીની સુનાવણી 16 ડિસેમ્બરના રોજ મુકરર કરવામાં આવી છે. આ સમગ્ર કેસમાં પટેલ પ્રવીણભાઈ લક્ષમણભાઇ દોમડીયા, વિશાલભાઈ પ્રવીણભાઈ દોમડીયા અને કાંતાબેન પ્રવીણભાઈ દોમડીયા તરફથી જામનગરના વરિષ્ઠ એડવોકેટ નાથાલાલ પી. ઘાડીયા, હસમુખ એમ. મોલીયા, અર્પિત એમ. રૂપાપરા, પરેશ એસ. સભાયા તથા ગુજરાત હાઇકોર્ટના સિનિયર કાઉન્સિલ અંસીન દેસાઈ અને પ્રવીણ ગોંડલીયા વગેરે હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    જમવા બાબતે ઝઘડો થતા પત્નીએ છાતીમાં ચપ્પુ ભોંકી દીધું:અમદાવાદમાં ઘરકંકાસમાં નિવૃત આર્મીમેન પતિની હત્યા, આરોપીની ધરપકડ
    Next Article
    SAT-2023 પાસ ઉમેદવારોની કાયમી ભરતી માટે રજૂઆત:32 દિવસના આંદોલન બાદ સરકારના વચનનો અમલ કરવાની માગ, વ્યાયામ શિક્ષકની ભરતી SAT-2023ના પરિણામના આધારે જ કરવા માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment