Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SAT-2023 પાસ ઉમેદવારોની કાયમી ભરતી માટે રજૂઆત:32 દિવસના આંદોલન બાદ સરકારના વચનનો અમલ કરવાની માગ, વ્યાયામ શિક્ષકની ભરતી SAT-2023ના પરિણામના આધારે જ કરવા માગ

    11 hours ago

    ગુજરાતમાં વ્યાયામ શિક્ષકની કાયમી ભરતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. SAT (Sports Aptitude Test)-2023 પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોએ હવે આ પરીક્ષાના પરિણામના આધારે જ કાયમી ભરતી પ્રક્રિયા શરૂ કરવાની માગ કરી છે. આ અંગે ખેલ સહાયક હિત સંગઠન દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. સંગઠને આગામી 28 સપ્ટેમ્બર, 2026ની બેઠકમાં ઉમેદવારોની માગણીઓ પર હકારાત્મક નિર્ણય લેવા અપીલ કરી છે. સંગઠન દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ, રાજ્યના હજારો ઉમેદવારોએ ભારે મહેનત કરીને SAT-2023ની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી છે. આ પરીક્ષા સરકારના નિયમો અને ધારાધોરણો મુજબ લેવામાં આવી હતી. પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો વ્યાયામ શિક્ષક તરીકે ગુજરાતમાં નોકરી મેળવવાની પાત્રતા ધરાવે છે. તેમ છતાં ભરતી પ્રક્રિયા આગળ ન વધતાં ઉમેદવારોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. 32 દિવસના આંદોલન બાદ સરકારના વચનનો અમલ કરવાની માગ ઉમેદવારોના જણાવ્યા પ્રમાણે, ભૂતકાળમાં ભરતી અને પોતાના હિતના પ્રશ્ને 32 દિવસ સુધી સતત આંદોલન કરવામાં આવ્યું હતું. તે સમયે સરકાર તરફથી ખાતરી આપવામાં આવી હતી કે વ્યાયામ શિક્ષકોની ભરતી SAT-2023 પરીક્ષાનાં પરિણામના આધારે જ કરવામાં આવશે. સંગઠનનું કહેવું છે કે હવે સરકાર આ ખાતરીનો અમલ કરે અને ભરતી પ્રક્રિયા શરૂ કરે. ત્રણ મુખ્ય માગણીઓ રજૂ કરી સંગઠનનું કહેવું છે કે ઉમેદવારોએ પોતાની મહેનત અને સમય આ પરીક્ષા પાછળ ખર્ચ્યા છે. જો SAT-2023ના પરિણામને આધારે ભરતી કરવાનો સ્પષ્ટ નિર્ણય લેવામાં આવે તો હજારો ઉમેદવારોને ન્યાય મળી શકે તેમ છે. સાથે જ રાજ્યની શાળાઓને લાયકાત ધરાવતા વ્યાયામ શિક્ષકો મળી શકશે. આથી સંગઠને સંબંધિત સમિતિના સભ્યોને 28 જુલાઈ, 2026ની બેઠકમાં લેવાયેલ સકારાત્મક નિર્ણય મુજબ આ માગણીઓને ગંભીરતાથી ધ્યાને લઈને ઉમેદવારોના હિતમાં નિર્ણય લેવા વિનંતી કરી છે.
    Click here to Read More
    Previous Article
    હાઇકોર્ટનો મેરામણ પરમાર અપમૃત્યુના 11 આરોપીઓની ધરપકડ પર સ્ટે:₹153 કરોડની વ્યાજખોરી અને ખંડણી કેસમાં આગોતરા જામીન અરજી પર 16 ડિસેમ્બરે સુનાવણી, સુસાઈડ નોટના આધારે ફરિયાદ
    Next Article
    Mohammed Shami Retires from Test Cricket|ભારતીય ફાસ્ટ બોલર શમીએ ટેસ્ટ ક્રિકેટમાથી નિવૃત્તિ જાહેર કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment