Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જમવા બાબતે ઝઘડો થતા પત્નીએ છાતીમાં ચપ્પુ ભોંકી દીધું:અમદાવાદમાં ઘરકંકાસમાં નિવૃત આર્મીમેન પતિની હત્યા, આરોપીની ધરપકડ

    16 hours ago

    અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા નરોડા સ્માર્ટ સિટી-2 ખાતે ઘરકંકાસ અને સામાન્ય બોલાચાલીનો ઝઘડો હત્યામાં ફેરવાયો હતો. ઘરકંકાસ અને જમવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા ઉશ્કેરાયેલી પત્નીએ ચપ્પુ વડે નિવૃત આર્મીમેન પતિની છાતીના ડાબા ભાગે ઘા ઝીંકી દેતા મોત નીપજ્યું હતું. આ અંગે નરોડા પોલીસે પત્ની સામે હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. રસોડામાંથી ચપ્પુ લાવી છાતીના ભાગે મારી દીધુ નિવૃત આર્મીમેન અને હાલમાં GMDCમાં કોન્ટ્રાકટ બેઝમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા દિલીપભાઈ સોમાજી ખરાડી ​અમદાવાદની નરોડા સ્માર્ટ સિટી-2માં પત્ની નિર્મલા સાથે રહેતા હતાં. દિલીપભાઈ પિતા સોમાજી રાજકોટમાં ASI તરીકે ફરજ બજાવતા હતા અને હાલમાં નિવૃત છે. દિલીપભાઈ અને પત્ની નિર્મલા વચ્ચે છેલ્લા એક વર્ષથી અવારનવાર કોઈને કોઈ બાબતે ઝઘડાઓ થતા હતા. ગુરુવારે (5 નવેમ્બર) રાત્રે પતિ-પત્ની વચ્ચે જમવા બાબતે ઝઘડો થયો હતો. આ વાતથી પત્નીએ ઉશ્કેરાઈને રસોડામાંથી ચપ્પુ લઈ આવીને પતિ દિલીપભાઈની છાતીના ડાબા ભાગે મારી દીધું હતું. ગંભીર ઇજાથી દિલીપભાઈનું મોત નીપજ્યું હતું. પૈસા અને જમવાની બાબતે ઝઘડા થતા આ અંગે નરોડા પોલીસે પત્ની નિર્મલા સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરીને વધુ તપાસ કરતા પતિ-પત્ની વચ્ચે જમવામાં આવી રસોઈ કેમ બનાવી? કેમ આ બનાવ્યું? તે બાબતે પણ અનેકવાર ઝઘડા થયા હતા. આટલું જ નહિ રૂપિયા બાબતે પણ ઘરકંકાસ થયો હોવાનું સામે આવ્યું હતું. દંપતી વચ્ચે લાંબા સમયથી ઘરકંકાસ ચાલતો હતો આ અંગે જી ડિવિઝન એસીપી વી.એન.યાદવે જણાવ્યું કે ગુરુવારે રાત્રે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો તેમાં આવેશમાં આવીને પત્ની નિર્મલાએ રસોડામાંથી શાક સમારવાનું ચપ્પુ લાવીને પતિ પર હુમલો કર્યો હતો. તેમજ હુમલો કર્યા બાદ પત્ની જ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ હતી. પરંતુ પતિનું મોત થઈ ગયું હતું. ત્યારે છેલ્લા ઘણા સમયથી બંને વચ્ચે ઘરકાંકસ ચાલતો હતો. ગુરુવારે પણ જમવા બેઠા ત્યારે બંને વચ્ચે ઝઘડો થયો હતો. હાલમાં પત્નીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    Velavan Senthilkumar Suffers Quarterfinal Exit At London Open
    Next Article
    હાઇકોર્ટનો મેરામણ પરમાર અપમૃત્યુના 11 આરોપીઓની ધરપકડ પર સ્ટે:₹153 કરોડની વ્યાજખોરી અને ખંડણી કેસમાં આગોતરા જામીન અરજી પર 16 ડિસેમ્બરે સુનાવણી, સુસાઈડ નોટના આધારે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment