Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    11મા અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ (AILF 2026)નો ભવ્ય પ્રારંભ:7 દેશોના સાહિત્યકારો, ફિલ્મસર્જકો અને બુદ્ધિજીવીઓ મહોત્સવમાં ભાગ લેશે; સિનેમા, મીડિયા અને AI સહિતના વિષયો પર સઘન ચર્ચાઓ યોજાશે

    1 day ago

    સાહિત્ય, સિનેમા અને સર્જનાત્મકતાના મહાકુંભ સમાન ૧૧મા ‘અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ’ (AILF)નો આજ રોજ ‘ધ ઉમ્મેદ, અમદાવાદ’ ખાતે દીપ પ્રાગટ્ય અને ઉત્સાહભેર વાતાવરણમાં ભવ્ય શુભારંભ થયો છે. આ બે દિવસીય મહોત્સવ (૨૪-૨૫ ઓક્ટોબર) “સાહિત્ય અને આનંદના પડઘા – એવી વાર્તાઓ જે ઘા રુઝાવે, પ્રેરણા આપે અને આનંદને નવી વ્યાખ્યા આપે” (Literature the Echoes of Joy) થીમ પર આધારિત છે. ઉદ્ઘાટન સમારોહમાં દેશ-વિદેશના જાણીતા સાહિત્યકારો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા આઇકોન એજ્યુકેશન ફાઉન્ડેશનની આ પહેલના ઉદ્ઘાટન સમારોહમાં દેશ-વિદેશના ખ્યાતનામ લેખકો, ફિલ્મસર્જકો, કવિઓ અને બુદ્ધિજીવીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રમાં પદ્મશ્રીથી સન્માનિત જાણીતા સાહિત્યકાર કુમારપાળ દેસાઈ, નિવૃત્ત આઈએએસ અધિકારી મનોજ અગ્રવાલ, નિવૃત્ત આઈએએસ અધિકારી વી. એસ. ગઢવી, ડૉ. મંજુલા પૂજા શ્રોફ, ખ્યાતનામ ફિલ્મસર્જક ઉમેશ શુક્લા તેમજ ફેસ્ટિવલના સ્થાપક-ડિરેક્ટર ઉમાશંકર યાદવ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ફેસ્ટિવલમાં સાત દેશોના વૈશ્વિક અવાજો અને વક્તાઓ સહભાગી થવાના છે ઉદ્ઘાટન પ્રસંગે પોતાના વિચારો વ્યક્ત કરતા સંચાલકો અને મહાનુભાવોએ જણાવ્યું હતું કે આ મહોત્સવ માત્ર શબ્દોની ઉજવણી નથી, પરંતુ સંસ્કૃતિઓ, ભાષાઓ અને માનવ અનુભવોને જોડતો એક સેતુ છે. આ વર્ષના ફેસ્ટિવલમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, માલદીવ્સ, રશિયા, વિયેતનામ, ઇરાક અને માલી સહિતના સાત દેશોના વક્તાઓ અને વૈશ્વિક અવાજો પણ સહભાગી થઈ રહ્યા છે. બે દિવસ દરમિયાન સિનેમા, મીડિયા અને એઆઈ વિષયો પર સઘન ચર્ચાઓ બે દિવસીય આ આયોજન દરમિયાન વાંચન, લેખન અને સિનેમાનો આંતરસંબંધ, પ્રાદેશિક કથાઓ, હિન્દી કવિતા, ડિજિટલ યુગમાં બદલાતું મીડિયા જગત તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના પ્રભાવ જેવા વિવિધ મહત્ત્વપૂર્ણ વિષયો પર સઘન સંવાદો અને ચર્ચાઓ યોજાશે. સિનેમા પ્રેમીઓ માટે ‘ડ્રોપ આઉટ' ફિલ્મ નિર્માણ યાત્રા અને ફિલ્મ નિર્માણની કળા પર વિશેષ સત્રો પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. સાહિત્યના આ સંગમમાં પુસ્તક વિમોચન અને સ્ટોલ્સ મુખ્ય આકર્ષણ બનશે સાહિત્ય અને કલાના આ સંગમમાં પુસ્તક વિમોચન અને પુસ્તક પ્રેમીઓ માટે વિશેષ સ્ટોલ્સ પણ રાખવામાં આવ્યા છે, જે ઉપસ્થિત વાચકોને એક નવો જ અનુભવ પૂરો પાડશે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલમાં 54 સરકારી વાહનનું સ્ક્રેપિંગ બાકી:15 વર્ષ જૂના વાહનો ડિસ્પોઝ ન થતાં સરકારી તિજોરીને નુકસાનની આશંકા
    Next Article
    વિદેશ રહેતા યુવકની વારસાઈ મિલકત પચાવી પાડી:રાજકોટ સબ રજીસ્ટ્રાર કચેરીમાં કૌભાંડીઓએ ડમી વ્યક્તિ ઉભો રાખી ખોટા દસ્તાવેજ બનાવી જમીન વેંચી નાખી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment