Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિદેશ રહેતા યુવકની વારસાઈ મિલકત પચાવી પાડી:રાજકોટ સબ રજીસ્ટ્રાર કચેરીમાં કૌભાંડીઓએ ડમી વ્યક્તિ ઉભો રાખી ખોટા દસ્તાવેજ બનાવી જમીન વેંચી નાખી

    1 day ago

    રાજકોટ શહેરમાં જમીન પચાવી પાડવા અને બોગસ દસ્તાવેજ બનાવવાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેનેડામાં સ્થાયી થયેલા એક યુવકના નામે આવેલી કિંમતી વંશપરંપરાગત જમીનનો ખોટો દસ્તાવેજ બનાવી નાખવા માટે માસ્ટરમાઇન્ડો દ્વારા અસલી માલિકના બદલે એક ડમી માણસ ઊભો કરી સબ-રજીસ્ટ્રાર કચેરીમાં ગેરકાયદેસર વેચાણ દસ્તાવેજ કરી નાખવામાં આવ્યો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ મામલે યુવકની બહેને પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. દાદાના અવસાન બાદ જમીન વસીયતનામા પ્રમાણે હતી રાજકોટના પાટીદાર ચોક પાસે સાધુવાસવાણી રોડ પર રહેતા હેમાબેન પ્રજાપતિએ નોંધાવેલી ફરિયાદ મુજબ, રાજકોટના જયરાજ પ્લોટ શેરી નં.4/11માં સિટી સર્વે નં.1142 પૈકીની 130.35 ચોરસ મીટર જમીન તેમના દાદા દેવજીભાઈ લક્ષ્મણભાઈ સાંકરીયાની માલિકીની હતી. દાદાના અવસાન બાદ આ જમીન તેમના પૌત્ર અને હેમાબેનના સગાભાઈ વિશાલભાઈ (જે હાલ કેનેડા રહે છે) ના નામે વસીયતનામા મુજબ હતી. વિશાલભાઈ સગીર વયના હોવાથી પિતા હરીશભાઈએ ગાર્ડિયનશીપ મેળવી હતી. જે બાદ વિશાલભાઈ 2023થી કેનેડા ખાતે પ્રાઇવેટ નોકરી માટે સ્થાયી થયા હતા અને ત્યારથી ભારત આવ્યા ન હતા. આ બાબતનો લાભ લઈને કેટલાક શખ્સોએ તેમની ગેરહાજરીમાં મોટું કાવતરું રચ્યું હતું. સબ-રજીસ્ટ્રાર કચેરીમાં ડમી શખ્સ ઊભો કરી દસ્તાવેજ કરી નાખ્યો ઉત્તમસિંહ અભેસિંહ રાઠોડ અને જયરાજસિંહ વિજયસિંહ જાડેજા નામના શખ્સોએ કેનેડા રહેતા જમીનમાલિક વિશાલભાઈના બદલે અન્ય કોઈ અજાણ્યા શખ્સને ડમી તરીકે ઊભો કર્યો હતો. આ ડમી શખ્સને અસલી વિશાલાભાઈ તરીકે ઓળખાવવા માટે રાહુલ મુકેશભાઈ ચાવડા અને દીપ ગોરધનભાઈ પરસાણીયાએ ખોટી ઓળખ આપી સાક્ષીઓ બન્યા હતા. એટલું જ નહીં, ખોટા સોગંદનામા અને દસ્તાવેજો બનાવી સબ-રજીસ્ટ્રાર કચેરી-1માં રજૂ કરી ઉત્તમસિંહ રાઠોડ અને જયરાજસિંહ જાડેજાના નામે વેચાણ દસ્તાવેજ કરાવી લેવામાં આવ્યો હતો. જમીન વેચનાર અને ખરીદનાર સહિતની સામે ગુનો દાખલ આ મામલે EOW (આર્થિક અપરાધ શાખા) મારફતે કરાયેલી પ્રાથમિક તપાસમાં વીડિયો રેકોર્ડિંગ અને સબ-રજીસ્ટ્રાર કચેરીના દસ્તાવેજોની ચકાસણી દરમિયાન બોગસ પક્ષકારો અને ડમી વ્યક્તિ ઊભી કરી હોવાનું સ્પષ્ટપણે બહાર આવ્યું છે. આ જમીન પાછળથી કલ્પેશભાઈ નરેન્દ્રભાઈ ગઢિયા તથા ભરત નરેન્દ્રભાઈ ગઢિયા (રહે. સત્યમપાર્ક, રાજકોટ)ના નામે વહેંચી નાખવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. આ બનાવ અંગે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશને ઉત્તમસિંહ અભેસિંહ રાઠોડ, જયરાજસિંહ વિજયસિંહ જાડેજા, ડમી ઊભા કરનાર સાક્ષીઓ રાહુલ ચાવડા, દીપ પરસાણીયા તેમજ જમીન ખરીદનાર અન્ય શખ્સો સામે કાયદેસરની ગુનો નોંધીને આગળની સઘન તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    11મા અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ (AILF 2026)નો ભવ્ય પ્રારંભ:7 દેશોના સાહિત્યકારો, ફિલ્મસર્જકો અને બુદ્ધિજીવીઓ મહોત્સવમાં ભાગ લેશે; સિનેમા, મીડિયા અને AI સહિતના વિષયો પર સઘન ચર્ચાઓ યોજાશે
    Next Article
    Storm Over M Kharge's 'Baap' Retort On PM. Then A 'Misunderstanding' Twist

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment