Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં 54 સરકારી વાહનનું સ્ક્રેપિંગ બાકી:15 વર્ષ જૂના વાહનો ડિસ્પોઝ ન થતાં સરકારી તિજોરીને નુકસાનની આશંકા

    1 day ago

    પંચમહાલ જિલ્લામાં 15 વર્ષથી જૂના 54 સરકારી વાહનનું સ્ક્રેપિંગ બાકી છે. આરટીઓ વિભાગે જાણ કરવા છતાં સંબંધિત વિભાગો કાર્યવાહી નથી કરી રહ્યા. આનાથી સરકારી તિજોરીને આર્થિક નુકસાન થવાની શક્યતા છે. રાજ્યના પરિપત્ર મુજબ, 15 વર્ષથી જૂના સરકારી વાહનોનો ઉપયોગ કરી શકાતો નથી. તેમને સ્ક્રેપ કરવા ફરજિયાત છે. કુલ 307 વાહનમાંથી 253નો નિકાલ થયો, 54ની પ્રક્રિયા બાકી છે. આ વાહનો સરકારી સંકુલમાં ધૂળ ખાઈ રહ્યા છે. ગોધરાના RTO અધિકારી કુણાલ પંચાલના જણાવ્યા મુજબ, BSNL, ITI, ફૂડ એન્ડ ડ્રગ્સ, મત્સ્યઉદ્યોગ અને ખેતીવાડી શાખા સહિત 54 વિભાગોને વાહનો ડિસ્પોઝ કરવા પત્ર લખાયો છે. BSNL અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે મંજૂરી મેળવી કાર્યવાહી કરવાની વાત કરી. જોકે, જિલ્લા ખેતીવાડી અધિકારી મુકેશભાઈ પટેલે RTOના પત્ર બાદ તેમના વિભાગના બંને વાહનોની ઓનલાઈન હરાજી પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે.
    Click here to Read More
    Previous Article
    એક ક્લિક અને લાખોની છેતરપિંડી:M-પરિવહનની નકલી લિંક મોકલી આસિસ્ટન્ટ મેનેજર સાથે 7.54 લાખની સાયબર ઠગાઈ
    Next Article
    11મા અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ (AILF 2026)નો ભવ્ય પ્રારંભ:7 દેશોના સાહિત્યકારો, ફિલ્મસર્જકો અને બુદ્ધિજીવીઓ મહોત્સવમાં ભાગ લેશે; સિનેમા, મીડિયા અને AI સહિતના વિષયો પર સઘન ચર્ચાઓ યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment