Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી વેકેશનમાં આંબરડી સફારી પાર્કમાં 11 હજારથી વધુ પ્રવાસીઓ પહોંચ્યા:નજીકથી સિંહ દર્શન કરી આનંદ વ્યક્ત કર્યો; વનવિભાગે 8થી 10 વધારાની બસો દોડાવી

    1 day ago

    દિવાળીના વેકેશનમાં ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્કમાં પ્રવાસીઓની ભીડ જોવા મળી હતી. 8થી 13 નવેમ્બરની બપોર સુધીમાં આશરે 11 હજારથી વધુ લોકોએ પાર્કની મુલાકાત લીધી હતી. અમદાવાદ, ગાંધીનગર, સુરત અને ભાવનગર સહિતના વિસ્તારોમાંથી લોકો પરિવાર સાથે અહીં પહોંચ્યા હતા. પાર્કમાં સિંહ, સિંહણ, સિંહબાળ, દીપડા, ચિત્તલ અને નીલગાય જોવા મળે છે. પ્રવાસીઓ બસમાં બેસીને બે અલગ-અલગ સ્થળોએ સિંહ દર્શન કરી શકે છે. એક સ્થળે લેપર્ડ કેજની વ્યવસ્થા છે, જ્યાં ખુલ્લા વાતાવરણમાં દીપડો જોઈ શકાય છે. વધતી ભીડને ધ્યાનમાં રાખીને વનવિભાગે 8થી 10 વધારાની બસોની વ્યવસ્થા કરી હતી. આ વ્યવસ્થા ગીર પૂર્વના DCF વિકાસ યાદવના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. પાર્કમાં સેલ્ફી પોઇન્ટ, બાળકો માટે પ્લેગ્રાઉન્ડ અને નાસ્તા-ભોજન માટે ફૂડ કાફેટેરિયાની સુવિધા પણ છે. ગાંધીનગર પર્યટક જીયાએ જણાવ્યું કે, અમે અહીંયા ખુલ્લામાં સિંહ જોયા. બોવ સરસ મજા આવી અહી. નજીકથી અમે સિંહ જોયા જેથી ખુબ મજા આવી. અન્ય પર્યટક હાર્દિશાએ કહ્યું ગીરમાં હું પહેલીવાર આવી છું. પાંજરા કરતા લાઈવ સિંહને જોવાની મજા અલગ આવે. ભાવનગરના પર્યટક પ્રેશા કિકાણીએ જણાવ્યું કે, અમે 24 લોકો આવ્યા છીએ. અમે અહિં સિંહ, દીપડા હરણને જોયા છે, બધા જ લોકોએ ખુબ આનંદ કર્યો છે. અહીં એકવાર મુલાકાત જરૂર કરવી જોઈએ. ઇન્ચાર્જ ACF મિતેષ વાણીયાએ જણાવ્યું કે, ધારી આંબરડી સફારી પાર્કમાં વધુમાં વધુ સિંહ જોઈ શકે તે માટે લોકો અહિં આવી રહ્યા છે. અહીં બે જગ્યાએ સિંહ જોવા મળે છે. એક લેપડ પાર્ક છે. તેમજ સેલ્ફી પોઈન્ટ છે. 12 હજાર લોકોએ પાર્કની મુલાકાત કરી છે. અલગથી બસ વધુ દિવાળી વેકેશન માટે રાખવામાં આવી છે. બહારથી આવતા પ્રવાસીઓને મુશ્કેલી ન પડે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    શહેરમાં મારામારી કરનાર આઠ આરોપીને પોલીસે દબોચ્યા:કાન પકડી ઉઠકબેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું, વીડિયો વાયરલ થયા બાદ પોલીસની કાર્યવાહી
    Next Article
    દૂધ-દહીં, પનીરના પેકેટ પર નવો લોગો દેખાશે:આનાથી અસલી ડેરી પ્રોડક્ટ્સની ઓળખ થશે; 1 જુલાઈ 2028થી નિયમ લાગુ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment