Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરમાં મારામારી કરનાર આઠ આરોપીને પોલીસે દબોચ્યા:કાન પકડી ઉઠકબેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું, વીડિયો વાયરલ થયા બાદ પોલીસની કાર્યવાહી

    1 day ago

    વડોદરા શહેરના રેસકોર્સ એસ.ટી. ડેપો પાસે આવેલી ચાની કેન્ટીન પર નજીવી બાબતે જાહેરમાં મારામારી કરી ભયનું વાતાવરણ ઊભું કરનાર અને સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરનાર ઈસમો સામે ગોરવા પોલીસે સપાટો બોલાવીને કુલ 8 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસની કાર્યવાહી આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ ગોરવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જી.ડી.રાજપૂત અને તેમની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં રેસકોર્સ એસ.ટી. ડેપો ખાતે કેટલાક ઈસમો દ્વારા સામાન્ય બાબતે મારામારી કરી રસ્તે પસાર થતા રાહદારીઓ તેમજ વાહનચાલકોમાં ગભરાટ અને ભયનું વાતાવરણ ફેલાવવામાં આવ્યું હતું. આરોપીઓને ઉઠક બેઠક કરાવી ભાન કરાવ્યું આ બનાવ અંગે ગોરવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. વીડિયોમાં દેખાતા શખ્સોની ઓળખ મેળવીને પોલીસે તાત્કાલિક ધોરણે તમામ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહીમાં આઠ શખસને પોલીસે ઝડપી પાડી ઉઠક બેઠક કરાવી ભાન કરાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    શમીર ટંડને નવા કલાકારોને આપી તક:નેટફ્લિક્સના શોમાં 90 ઓરિજિનલ ગીતોને 6.2 કરોડ વ્યૂઝ મળ્યા; લતા મંગેશકર, મન્ના ડે સાથે કર્યું છે કામ
    Next Article
    દિવાળી વેકેશનમાં આંબરડી સફારી પાર્કમાં 11 હજારથી વધુ પ્રવાસીઓ પહોંચ્યા:નજીકથી સિંહ દર્શન કરી આનંદ વ્યક્ત કર્યો; વનવિભાગે 8થી 10 વધારાની બસો દોડાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment