Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દોડધામ:શહેરમાં 11 કલાકમાં આગના 62 બનાવ, ફ્લેટમાં હવાઇ ઘૂસતાં રોકડા 2 લાખ ખાક

    7 hours ago

    દિવાળીમાં સળગતી હવાઇઓથી વિવિધ વિસ્તારોમાં આગ લાગી હતી. ફાયરબ્રિગેડના રિપોર્ટ મુજબ રવિવારે રાતના 8 વાગ્યાથી સોમવારે સવારના 7 વાગ્યા સુધીમાં આગના 62 બનાવો બન્યા હતા. એટલે કે સરેરાશ દર 12 મિનિટે એક આગનો એક બનાવ નોંધાતો હતો. પ્રતાપનગર, ગાજરાવાડી, ગોત્રી, તરસાલી, રિફાઇનરી, સલાટવાડા અને વાસણા-ભાયલી રોડ પર મોટી આગના બનાવો બન્યા હતા, જેને પગલે 8 ફાયર સ્ટેશનનો સ્ટાફ દોડતો રહ્યો હતો. વાસણા-ભાયલી રોડ પર ડુપ્લેક્સ ફ્લેટની બારીમાંથી હવાઇ ઘૂસી જતાં બે માળના ડુપ્લેક્સ ફ્લેટમાં આગ લાગી હતી. શ્રી હરિબેંગ્લોઝ સામેના અર્થ એક્રોપોલિસ-3માં ફ્લેટમાં આગ લાગી હતી. જેમાં રોકડ 2 લાખ ખાક થઇ ગયા હતા. આ ફ્લેટ આર્કિટેક વ્યવસાયીનો હતો. બીજી તરફ રિફાઇનરીના નવા પ્લાન્ટ એચ-ટુ પ્લાન્ટ પાસે આગ લાગી હતી. સદભાગ્યે મટિરિયલનો મોટો જથ્થો સ્થળથી સહેજ દૂર હોવાથી તે આગની ચપેટમાં આવ્યો ન હતો. બીજી તરફ રાત્રે ઓપી રોડ વિસ્તારમાં હવાઇથી ઝૂંપડાઓમાં આગના બનાવો બન્યાં હતા. ઉલ્લેખીય છે કે, ગત વર્ષ કરતા આ વર્ષે આગના બનાવો દિવાળીની રાત્રે વધુ બન્યાં હોવાનું ફાયરબ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું. તરસાલીમાં ચાલુ કારમાં હવાઈ ઘૂસી જતાં આગ, ચાલક ઊતરી જતાં બચાવ રવિવારે સલાટવાડાની યુસીડી અર્બન કમ્યૂનિટી ડેવલપમેન્ટની બિલ્ડિંગમાં આગ ભભૂકી હતી. સદભાગ્યે આ આગ ઓફિસમાં જ્યાં સરકારી દસ્તાવેજો હતા ત્યારે પહોંચે તે અગાઉ જ ફાયરબ્રિગેડની ટીમોએ પાણીનો મારો ચલાવતા આગ કાબૂમાં આવી ગઇ હતી. તરસાલી તળાવ પાસે રસ્તા પર દોડતી કારનો કાચ ખુલ્લો હતો અને તેમાં એક હવાઇ ઘૂસી જતાં કારમાં આગ લાગી ગઇ હતી. ચાલક સમયસૂચકતા દાખવી કારને અટકાવીને બહાર નીકળી ગયા હતા. ડભોઇ રોડમાં ચશ્માની ફેક્ટરીમાં આગ ડભોઇ રોડમાં ચશ્માની ફેક્ટરીમાં લાગેલી આગમાં ફ્રેમનું સેંકડો શીટ્સ બળીને ખાક થઇ ગઇ હતી. રાત્રે 10.30 વાગ્યે લાગેલી આગની જાણ થતાં ગાજરાવાડી, પાણીગેટ સહિતના ફાયર સ્ટેશનથી ફાયર એન્જિન સાથે ફાયર ફાઇટર્સ આવી પહોંચ્યા હતા. ફાયરબ્રિગેડના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ અંદાજે 15 હજાર લિટર પાણીનો વપરાશ થયો હતો. કૂલિંગ સાથે આ આગ બુઝાવવામાં 2.30 કલાકનો સમય લાગ્યો હતો. તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવું જરૂરી છે દિવાળીમાં આગની હોનારતો રોકવા તંત્રે આયોજન કરવું જરૂરી છે. ગીચ વિસ્તારોમાં ફાયર ટેન્કર રાખવા, હાઇ-રાઇઝ બિલ્ડિંગોમાં ફાયર સિસ્ટમ ચકાસવી, ટ્રાફિક-મુક્ત ઇમર્જન્સી રૂટ સુનિશ્ચિત કરવાથી નુકસાન અટકી શકે છે. હવાઇઓથી જાન-માલને બચાવવા આ સાવચેતી રાખવી જોઇએ
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:મુખ્યમંત્રીએ આરઝી હકુમતની તકતી માટે 2 કરોડ ફાળવ્યાને એક વર્ષ થયુ, હજુ પૈસા આવ્યા નથી !
    Next Article
    દિવાળીની રાતે વડોદરા રાજ્યમાં સૌથી પ્રદૂષિત શહેર, AQI 1128 નોંધાયો:ફટકાડાથી વાતાવરણમાં ધુમ્મસની જેમ પ્રદૂષણ ફેલાતાં વિઝિબિલિટી ઘટી ગઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment