Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોઠારિયામાં 11 બહેનોએ 3000 સ્કવેર ફૂટ રંગોળી બનાવી:ચિત્રકલા તાલીમ લીધા બાદ જીગ્નેશ દાદાની કથા સ્થળ સુશોભિત કર્યું

    1 week ago

    સુરેન્દ્રનગરના કોઠારિયા ધામ, વજા ભગતની જગ્યા ખાતે ચાલી રહેલી જીગ્નેશ દાદાની કથામાં ભાવિની બા ઝાલા ચિત્રકલા ગુરુ પાસે તાલીમ લીધેલી 11 બહેનોની ટીમે અનોખી સેવા આપી છે. આ બહેનોએ કથા સ્થળ પર લગભગ 3000 સ્ક્વેર ફૂટની ભવ્ય રંગોળી બનાવીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ રંગોળી બનાવવા માટે આશરે 400 કિલો રંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેને પૂર્ણ કરવામાં લગભગ પાંચ કલાકનો સમય લાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ બહેનોએ ઉનાળાની આકરી ગરમી અને તડકા છતાં પણ પોતાની સેવા ચાલુ રાખી હતી. તેમની આ મહેનત અને કલાકારી કથા સ્થળ પર એક અનોખું આકર્ષણ બની રહી હતી. આ રંગોળી કથામાં ઉપસ્થિત ભાવિકો માટે વિશેષ દર્શનીય બની હતી. આ સેવા યજ્ઞના ભાગરૂપે, ચિત્રકાર બહેનોએ જીગ્નેશ દાદાને યાદગીરી રૂપે રાધાકૃષ્ણનું સ્વહસ્તલિખિત પેઇન્ટિંગ પણ ભેટ આપ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    શાંતિ એશિયાટિક સ્કૂલનું ધોરણ 10 CBSEમાં 100ટકા પરિણામ:યાજ્ઞિ મહેતા 97.6 ટકા ગુણ સાથે શાળામાં પ્રથમ ક્રમે
    Next Article
    છઠીયારડા શાળામાં તિથિ ભોજનનું આયોજન:સ્વ. ભગવતીબેન પટેલના સ્મરણાર્થે વિદ્યાર્થીઓને ભોજન કરાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment