Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાંતિ એશિયાટિક સ્કૂલનું ધોરણ 10 CBSEમાં 100ટકા પરિણામ:યાજ્ઞિ મહેતા 97.6 ટકા ગુણ સાથે શાળામાં પ્રથમ ક્રમે

    1 week ago

    અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલે શૈક્ષણિક વર્ષ 2025-26ના ધોરણ 10 CBSE બોર્ડના પરિણામમાં 100 ટકા સફળતા મેળવી છે. શાળાના તમામ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. આ પરિણામમાં યાજ્ઞિ મહેતા 97.6 ટકા ગુણ સાથે શાળામાં પ્રથમ ક્રમે રહી છે. તેની સાથે જ કલાપ ભગતે 97.4 ટકા અને દર્શ મિસ્ત્રીએ 97.2 ટકાગુણ મેળવ્યા છે. શાળાના આંકડાકીય પરિણામ મુજબ, કુલ 322 વિદ્યાર્થીઓમાંથી 90 વિદ્યાર્થીઓએ 90 ટકા કે તેથી વધુ ગુણ મેળવીને પોતાની પ્રતિભા સાબિત કરી છે. આ ઉપરાંત, 223 વિદ્યાર્થીઓ 80 ટકા કે તેથી વધુ ગુણ મેળવવામાં સફળ રહ્યા છે અને કુલ 253 વિદ્યાર્થીઓએ ડિસ્ટિંક્શન સાથે પરીક્ષા પાસ કરી છે. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર અને શિક્ષકોએ સંતોષ વ્યક્ત કર્યો છે. વાલીઓએ પણ શાળાના શૈક્ષણિક વાતાવરણ અને શિક્ષકોના યોગ્ય માર્ગદર્શનને આ સફળતાનો શ્રેય આપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત માથે માવઠાનું મંડાણ:રવિ-સોમમાં વરસાદની આગાહી, MLA કુમાર કાનાણીએ જબરો કટાક્ષ કર્યો, દબંગ મધુ શ્રીવાસ્તવે ધમકી આપી
    Next Article
    કોઠારિયામાં 11 બહેનોએ 3000 સ્કવેર ફૂટ રંગોળી બનાવી:ચિત્રકલા તાલીમ લીધા બાદ જીગ્નેશ દાદાની કથા સ્થળ સુશોભિત કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment