Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસામાં હિન્દુ નવ વર્ષે 11 મંદિરોમાં ‘હિન્દુ તિલક’ કાર્યક્રમ:2000થી વધુ ભક્તોને શુભકામનાઓ પાઠવવામાં આવી

    5 days ago

    અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં હિન્દુ નવ વર્ષ નિમિત્તે ધાર્મિક ભાવના અને સંસ્કૃતિના સંદેશ સાથે વિશાળ સ્તરે ‘હિન્દુ તિલક’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હજારો ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિશ્વ હિન્દુ પરિષદની માતૃશક્તિ અને દુર્ગાવાહિની દ્વારા મોડાસા શહેરમાં હિન્દુ નવ વર્ષના પાવન અવસરે ‘હિન્દુ તિલક’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના કુલ 11 મંદિરોમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉમિયા મંદિર, કાશી વિશ્વનાથ મંદિર, ઓધારી મંદિર, સાઈ મંદિર, મહાકાલી મંદિર, સોમનાથ મંદિર, હનુમાનજી મંદિર, ગાયત્રી ચેતના મંદિર, હોલી ચકલા કડિયા વાળા મંદિર, રામજી મંદિર અને અમરદીપ સોસાયટી હનુમાનજી મંદિરનો સમાવેશ થાય છે. સવારે 5 વાગ્યે માતૃશક્તિ અને દુર્ગાવાહિનીની બહેનો દ્વારા ભક્તિમય વાતાવરણમાં રામધૂન સાથે ભક્તિ ફેરી યોજાઈ હતી. આ ફેરી દ્વારા શહેરના વિસ્તારોમાં ધાર્મિક જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. સવારે 7:30થી 10:00 વાગ્યા દરમિયાન વિવિધ મંદિરોમાં દર્શનાર્થે આવતા ભક્તોને કુમકુમ તિલક અને અક્ષત લગાવી હિન્દુ નવ વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. સાથે જ હિન્દુ નવ વર્ષનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું. હિન્દુ નવ વર્ષ એટલે ચૈત્ર શુક્લ પ્રતિપદા, જેને ભારતીય સંસ્કૃતિમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. માન્યતા મુજબ આ જ દિવસે પ્રજાપતિ બ્રહ્માએ સૃષ્ટિની રચના શરૂ કરી હતી, ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો, તેમજ ભગવાન શ્રી રામ અને યુધિષ્ઠિરના રાજ્યાભિષેક જેવા પાવન પ્રસંગો જોડાયેલા છે. આ સાથે ચૈત્રી નવરાત્રીનો પણ પ્રારંભ થાય છે અને વિક્રમ સંવતના નવા વર્ષની શરૂઆત થાય છે. આ અવસરે ઘરોમાં તોરણ બાંધવા, રંગોળી સજાવવા, ભગવો ધ્વજ લહેરાવવા અને દીપ પ્રગટાવવા જેવા સંસ્કારસભર ઉપક્રમો કરવા માટે પણ પ્રેરણા આપવામાં આવી હતી. સાથે જ સોશિયલ મીડિયા અને વ્યક્તિગત સ્તરે એકબીજાને શુભેચ્છા પાઠવવાની પણ અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન અંદાજે 2000થી વધુ હિન્દુ ભક્તોને તિલક લગાવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી, જેનાથી શહેરમાં હર્ષોલ્લાસ અને ધાર્મિક માહોલ સર્જાયો હતો. આ કાર્યક્રમનું સંકલન લીના પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વિશ્વ હિન્દુ પરિષદની માતૃશક્તિ અને દુર્ગાવાહિનીની બહેનોનો વિશેષ સહયોગ રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં ક્ષત્રિય યુવાનોના રિકન્સ્ટ્રક્શન સામે સમાજમાં રોષ:આગેવાનોએ પોલીસની કાર્યપદ્ધતિ અમાનવીય અને પક્ષપાતભરી ગણાવી; જવાબદારોને બરતરફ કરવા માગ
    Next Article
    ભર ઉનાળે જૂનાગઢમાં ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ:ભેસાણના રસ્તાઓ પર પાણી ભરાયા, આંબા પરની નાની કેરીઓ ખરી પડતા ખેડૂતોને મોટું નુકસાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment